Divya Bhaskar

Home » International News » America » North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13

US: ફ્લોરેન્સ વાવાઝોડાંમાં 20 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ, 13નાં મોત; 9 લાખ ઘરોમાં વીજળી ઠપ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:29 PM

હવે ફ્લોરેન્સ નોર્થ કેરોલિનાથી 3.22 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

  • ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના નોર્થ-સાઉથ કેરોલિનામાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંની તીવ્રતામાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે. જો કે, શનિવારે ઓથોરિટીએ ચેતવણી આપી હતી કે, વાવાઝોડાંના કારણે વરસાદની આગાહી હજુ યથાવત છે અને તેના કારણે જ્યાં પૂર આવ્યા છે ત્યાં પાણીનું સ્તર વધવાની આશંકા છે. નોર્થ કેરોલિનાના મેયર મિત્ચ કોલ્વિને શનિવારે જણાવ્યું કે, સ્થળાંતરની ચેતવણી દરમિયાન જેટલાં સ્થાનિકોએ સ્થળાંતર નથી કર્યુ તેઓએ તાત્કાલિક તેઓની આસપાસના રેસ્ક્યૂ અધિકારીઓને જાણ કરી દેવી જોઇએ. મિત્ચે એમ પણ કહ્યું કે, તમારાં જીવનને ગંભીરતાથી લો, આ વાવાઝોડાંની ખરાબ સ્થિતિ હજુ પણ યથાવત રહેશે. તેથી ઉંચાણવાળા વિસ્તારમાં જતા રહો. કારણ કે, એકવાર વૉટર લેવલ વધી ગયું તો રેસ્ક્યૂ ઓપરેશન કરવું અશક્ય છે.

    અત્યાર સુધી 13 લોકોનાં મોત


    - શનિવારે ફ્લોરેન્સ વાવાઝોડાંમાં મૃતકોનો આંકડો 13એ પહોંચ્યો છે. જેમાંથી નોર્થ કેરોલિનામાં 10 લોકોના મોત થયા છે જ્યારે સાઉથ કેરોલિનામાં ત્રણ લોકોનાં મોત થયાના સમાચાર છે. શુક્રવારે કેરોલિનામાં 5 લોકોનાં મોત થયા હતા. જેમાં એક મહિલા અને બાળકનો સમાવેશ થાય છે.
    - છેલ્લાં 24 કલાકથી વધુ સમય પહેલાં ત્રાટકેલાં ફ્લોરેન્સ વાવાઝોડાંના કારણે નોર્થ કેરોલિનામાં ભૂસ્ખલન થયું છે. હવે ફ્લોરેન્સ નોર્થ કેરોલિનાથી 3.22 કિમી/કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
    - વાવાઝોડાંની સ્લો પ્રોસેસના કારણે વરસાદમાં સતત વધારો થઇ રહ્યો છે. વરસાદ અને પૂરના કારણે રિલીફ અને રેસ્ક્યૂ ઓપરેશન પણ વધુ મુશ્કેલ બની રહ્યું છે.
    - શનિવારે કેટલાંક લોકોએ તેઓના ઘરે પરત ફરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ પૂરના કારણે હાઇવે પર વધુ પાણી ભરાઇ જવાના કારણે તેઓ ફસાઇ ગયા હતા.


    145 કિમી/કલાકની ઝડપે પવન, 20 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ


    - શનિવારે નેવી, કોસ્ટગાર્ડ અને વોલેન્ટિયર્સે હેલિકોપ્ટર, હોડી અને ભારે વાહનોથી પાણીમાં ફસાયેલા સેંકડો લોકોને બહાર કાઢ્યા હતા.
    - ફ્લોરેન્સના કારણે હાલ 145 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. જ્યારે વરસાદે છેલ્લાં 20 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વાવાઝોડાંના કારણે કેરોલિનામાં અત્યાર સુધીના સૌથી ભયંકર પૂરનું જોખમ તોળાઇ રહ્યું છે. મેયર રૉય કૂપરે હજારો લોકોને ઘર છોડી દેવાના આદેશ કર્યા છે.
    - યુએસ કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, કેરોલિનામાં ઠેરઠેર પૂરના પાણીમાં વધારો થઇ રહ્યો છે. નોર્થ કેરોલિનામાં શનિવારે પૂરમાં ફસાયેલા 50 લોકોને એરલિફ્ટ કરી બચાવવામાં આવ્યા હતા.
    - હાલમાં 26,000 લોકો શેલ્ટર હાઉસમાં છે.


    9 લાખ ઘરોમાં વીજળી ઠપ, 60 સેમીથી વધુ વરસાદ


    - શનિવાર સુધી નોર્થ કેરોલિનાના 676,000 ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જ્યારે સાઉથ કેરોલિનામાં 119,000 લોકો વીજળી વગર છે.
    - શનિવારે સવારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ડિઝાસ્ટર ડિક્લરેશન કર્યુ હતું. નોર્થ અને સાઉથ કેરોલિનામાં અત્યાર સુધી 60 સેમી સુધી વરસાદ થયો છે અને હજુ 45 સેમી વરસાદ પડવાનું અનુમાન છે.
    - કેરોલિનામાં છેલ્લાં બે દિવસથી વાવાઝોડાંની અસરના કારણે 5 રાજ્યોમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. વાવાઝોડાંના કારણે અત્યાર સુધી 42,00 મકાનો ક્ષતિગ્રસ્ત થયાના સમાચાર છે.

    આગળની સ્લાઇડ્સમાં જાણો, ફ્લોરેન્સ વાવાઝોડાંની વધુ માહિતી અને વધુ તસવીરો...

  • North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રેંટ અને ન્યૂસ નદીઓના સંગમ પર આવેલા નોર્ત કેરોલિનાના ન્યૂ બર્ન ટાઉનમાં ત્રણ મીટરના અંતર સુધી પાણીનું સ્તર વધવાના કારણે સેંકડો લોકો ઘરોમાં ફસાયા છે. આ ટાઉનમાં 30,000 લોકોની વસતી છે.
  • North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
    પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સે અનુમાન લગાવ્યું છે, વાવાઝોડાંના કારણે અંદાજિત 3,000 લોકોનાં મોત થઇ શકે છે.
  • North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વાવાઝોડાંમાં મૃતકોની સંખ્યાને લઇને દુવિધાની સ્થિતિમાં છે. તેઓએ કહ્યું કે, પ્યૂર્ટો રિકોમાં એક વર્ષ પહેલાં આવેલા વિનાશકારી વાવાઝોડાં બાદ મૃતકોના સત્તાવાર આંકડામાં વધારો થયો હતો.
  • North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
    નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)ના સમય અનુસાર, રાત્રે 8 વાગ્યે ફ્લોરેન્સનું બદલાયેલું સ્વરૂપ સામે આવ્યું, પરંતુ અધિકારીઓએ ચેતવણી આપી છે કે, હજુ પણ જોખમ ઓછું નથી થયું.
  • North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    વ્હાઇટ હાઉસે કહ્યું કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી અઠવાડિયે વાવાઝોડાંથી પ્રભાવિત વિસ્તારોની એવા સમયે જ મુલાકાત લેશે, જ્યારે નિર્ધારિત થઇ જાય કે, તેમની મુલાકાતના કારણે રાહત અથવા બચાવ કાર્ય પ્રભાવિત નથી થઇ રહ્યા.
  • North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    એનએચસી અનુસાર, નોર્થ અને સાઉથ કેરોલિનાના કેટલાંક વિસ્તારોમાં વંટોળનું પણ જોખમ છે. નોર્થ અને સાઉથ કેરોલિના, વર્જિનિયામાં અંદાજિત 17 લાખ લોકો વાવાઝોડાં અને વિનાશક પૂરના જોખમ હેઠળ છે.
  • North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    શનિવાર સુધી નોર્થ કેરોલિનાના 676,000 ઘરો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
  • North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    નોર્થ કેરોલિનાના ગવર્નર રૉય કપૂરે કહ્યું કે, આગળ પણ ઘણાં દિવસો સુધી વરસાદ થવાની શક્યતાઓ છે. સાથે જ તેઓએ વાવાઝોડાંથી થતાં વરસાદને 'હજારો વર્ષોમાં થનારી ઘટના' ગણાવી છે.
  • North Carolina prepares for catastrophic flooding as Hurricane Florence kills 13
    શનિવારે નેવી, કોસ્ટગાર્ડ અને વોલેન્ટિયર્સે હેલિકોપ્ટર, હોડી અને ભારે વાહનોથી પાણીમાં ફસાયેલા સેંકડો લોકોને બહાર કાઢ્યા હતા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending