Home » International News » America » Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort

US: ફ્લોરેન્સ વાવાઝોડાંમાં મોટેલ ધરાશાયી, 60 લોકોનો બચાવ; 4 લાખ ઘરોમાં વીજળી ઠપ

Divyabhaskar.com | Updated - Sep 14, 2018, 07:38 PM

આગામી અઠવાડિયે માત્ર કેરોલિનામાં જ 38 લાખ કરોડ લીટર પાણી ભરાવાની શક્યતાઓ છે

 • ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ગુરૂવારે 144 કિમી/કલાકની ઝડપે ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટક્યું હતું. વાવાઝોડાંના કારણે સમુદ્રમાં 10 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા અને હાલ 150 લોકો તોફાનમાં ફસાયેલા છે. રેસ્ક્યૂ ટીમે ન્યૂબર્નમાં ફસાયેલા આ તમામ લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે. કૂલિન રોબર્ટ નામના અધિકારીએ જણાવ્યું કે, વાવાઝોડાંના કારણે હજુ વધુ ઊંચા મોજા ઉછળી શકે છે. નેશનલ હરિકેન સેન્ટર (એનએચસી)ના જણાવ્યા અનુસાર, ગુરૂવારે ત્રાટકેલા વાવાઝોડાંમાં અહીંની ન્યૂસ નદીનું સ્તર એક જ રાતમાં 11 ફૂટ વધી ગયું છે. રેસ્ક્યૂ ટીમે હવે લોકોને પોતાના ઘરો છોડવાની મનાઇ કરી છે. કેરોલિના ઇસ્ટ કોસ્ટમાં 54 લાખથી વધુ લોકોના મકાનો છે, તેમાંથી કેટલાંક ચેતવણી છતાં સ્થળાંતર નથી કરી રહ્યા. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ અને સાઉથ કેરોલિના ઉપરાંત વર્જિનિયામાં સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે. ટ્રમ્પે કહ્યું કે, ફેડરલ સરકાર ફ્લોરેન્સ માટે સંપુર્ણ રીતે તૈયાર છે. ફ્લોરેન્સ એટલાન્ટિકમાં વાવાઝોડાંના ત્રણ સ્વરૂપોમાંથી સૌથી ખતરનાક છે.

  જેક્સનવિલે મોટેલ ધ્વસ્ત, 60 લોકોનો રેસ્ક્યૂથી બચાવ

  - દૈત્યાકાર વાવાઝોડાં ફ્લોરેન્સના કારણે નોર્થ કેરોલિનામાં જેક્સનવિલે મોટેલ ધ્વસ્ત થતાં અંદર ફસાયેલા લોકોમાંથી 60 લોકોને રેસ્ક્યૂ ઓપરેશનથી બહાર કાઢવામાં આવ્યા છે.

  - હાલ 12,000થી વધુ લોકો રેફ્યૂજી શેલ્ટરમાં રહે છે. જ્યારે 4 લાખ 15 હજાર મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.

  - વાવાઝોડાંના કારણે ટ્રાએન્ગલ મોટર્સની બિલ્ડિંગમાં ફૂટબોલ સાઇઝનું બાકોરું પડી ગયું હતું. જેના કારણે બિલ્ડિંગમાં વધારે પાણી ભરાઇ જવાથી છત પડી ગઇ હતી. આ દરમિયાન લોકો તેમના રૂમમાં હતા.

  દોઢ લાખ મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો, ન્યૂ બર્ન વિસ્તાર ડૂબ્યો

  - ફ્લોરેન્સ વાવાઝોડું ત્રાટકે તે પહેલાં નોર્થ-સાઉથ કેરોલિના સહિતના રાજ્યોમાં 'જીવને જોખમી' વાવાઝોડાંની આગાહી કરી લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
  - ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે.
  - એટલું જ નહીં, નોર્થ કેરોલિનાના અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ખાસ કરીને ન્યૂસ નદીના પાણીથી ન્યૂ બર્નનો વિસ્તાર ડૂબી ગયો છે. અનેક વિસ્તારોમાં 11 ફૂટ સુધી પાણી ભરાયું છે.
  - ગુરૂવારે મોડી રાત્રે કેરોલિનામાં ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ છે. અમેરિકાની વેબસાઇટ વેધર મોડલ્સના અનુમાન અનુસાર, આગામી અઠવાડિયે માત્ર કેરોલિનામાં જ 38 લાખ કરોડ લીટર પાણી ભરાવાની શક્યતાઓ છે.
  - વાવાઝોડાંની તીવ્રતામાં શુક્રવારે આંશિક ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં ઓથોરિટીએ કેરોલિનાના મોટાંભાગના વિસ્તારોમાં જોખમી અસરો હોવાની શક્યતાઓ હોવાનું જણાવ્યું છે.
  - ફ્લોરેન્સ વાવાઝોડાંમાં ભારે પવનના કારણે 150,000થી વધુ મકાનો તેમજ બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે.
  - નોર્થ કેરોલિના માટે અમેરિકાના પ્રતિનિધિએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે, વાવાઝોડાંના કારણે કેરોલિનામાં આગામી ઓક્ટોબર મહિના સુધી વીજળી વગર રહેવું પડશે.
  - નેશનલ વેધર સર્વિસે નોરેથ કેરોલિનાના તટના અલગ અલગ ક્ષેત્રોમાં વંટોળની પણ ચેતવણી જાહેર કરી છે. અહીં લોકોને અપીલ કરી છે કે, તેઓ ઘરોના બેઝમેન્ટ અથવા અંદરના રૂમમાં જ રહે.

  કેટગરી 4માંથી 1માં ફેરવાયું ફ્લોરેન્સ વાવાઝોડું


  - નોર્થ કેરોલિનોના ગવર્નર રૉય કૂપરના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે જેથી આગામી દિવસોમાં અહીં પૂર અને જમીન ધસી પડવાની શક્યતાઓ વધી જશે.
  - હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે નોર્થ અને સાઉથ કેરોલિના બાદ વાવાઝોડું ઇનલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે.
  - કેરોલિના કોસ્ટમાં સમુદ્રની સપાટી 11 ફૂટ વધી જવાની શક્યતાઓ છે, ગુરૂવારે રાત્રે અહીં 3 ફૂટથી વધુ વરસાદ નોંધાયો છે.
  - શરૂઆતમાં કેટેગરી 4ની ઝડપે ત્રાટકેલા ફ્લોરેન્સની ઝડપ 225 કિમી/કલાક હતી, જે ગુરૂવારે મોડી રાત્રે કેટેગરી 1માં ફેરવાઇ ગયું હતું.
  - ગવર્નર કૂપરના જણાવ્યા અનુસાર, હાલ ફેડરલ ડિઝાસ્ટરના સ્ટાફ બચાવ કામગીરીમાં લાગી ગયા છે. આ વાવાઝોડાંના કારણે રાજ્યમાં ઐતિહાસિક તારાજી સર્જાશે.
  - એક અંદાજ મુજબ, ફ્લોરેન્સ વાવાઝોડાંની સૌથી વધુ અસર નોર્થ કેરોલિનામાં થશે.


  12,000થી વધુ લોકો શેલ્ટર હાઉસમાં, 4 લાખ લોકોનું સ્થળાંતર


  - ઓથોરિટીએ અત્યાર સુધી કેરોલિના અને વર્જિનિયામાં 17 લાખ લોકોને સ્થળાંતરની અપીલ કરી હતી. જો કે, તેમાંથી કેટલાં લોકોએ આ ચેતવણીને ગંભીરતથી લઇ સ્થળાંતર કર્યુ છે તેનો આંકડો સ્પષ્ટ નથી.
  - કેરોલિનાના દરિયાકાંઠે આવેલા તમામ શહેરો મોટાંભાગે ખાલી કરી દેવામાં આવ્યા છે. આ જ પ્રકારે જ્યોર્જિયામાં પણ શાળા અને બિઝનેસ હાઉસ બંધ કરી દેવામાં આવ્યા છે.
  - નોર્થ કેરોલિનામાં 156,800 મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. 12,000 લોકો હાલ શેલ્ટર હાઉસમાં રહે છે.
  - વાવાઝોડાંની સૌથી વધુ અસર થઇ છે તેમાં બ્યુફોર્ડ, કાર્ટરેટ, ક્રાવેન, ઓનસ્લો, પામ્લિકો અને પેન્ડર શહેરોનો સમાવેશ થાય છે. ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, અંદાજિત 3 લાખ લોકો વીજળી વગર છે.
  - સાઉથ કેરોલિનામાં 4 લાખ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું, જેમાંથી 4 હજાર લોકો હાલ રેફ્યૂજી કેમ્પમાં છે. 400 લોકો વર્જિનિયાના શેલ્ટર હાઉસમાં છે.


  પોલીસ સેવા બંધ, ન્યૂક્લિયર પ્લાન્ટ પર જોખમ


  - વાવાઝોડાંના કારણે મોરહેડમાં પોલીસ સેવા બંધ કરી દેવામાં આવી છે. ભારે પવનના કારણે અહીં ડ્રાઇવિંગ મુશ્કેલ બનતું જાય છે.
  - ફ્લોરેન્સ હાલ ઇનલેન્ડ તરફ આગળ વધી રહ્યું છે, તેના રસ્તામાં અમેરિકાના 6 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ આવે છે. ફેડરલ એજન્સીએ વાવાઝોડાંથી ન્યૂક્લિયર પ્લાન્ટ સુરક્ષિત હોવાનો દાવો કર્યો છે. જો કે, નિષ્ણાતોએ પાવર પ્લાન્ટને જોખમની સંપુર્ણ આશંકા વ્યક્ત કરી છે.
  - નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફ્લોરેન્સ વાવાઝોડાંની અસર રવિવાર સુધી યથાવત રહેશે. હાલ, બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓની ચિંતા આસપાસની નદીઓમાં વધતા જળસ્તરથી પણ છે. જેના કારણે અનેક વિસ્તારો ડૂબી શકે છે.
  - વાવાઝોડાંના કારણે અનેક સ્થળોએ 30 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, વાવાઝોડાંથી 30 લાખથી વધુ લોકો પ્રભાવિત થઇ શકે છે.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, વાવાઝોડાંની વધુ તસવીરો...

 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +10બીજી સ્લાઈડ્સ જુઓ
  ગવર્નર રૉય કૂપરના જણાવ્યા અનુસાર, વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે જેથી આગામી દિવસોમાં અહીં પૂર અને જમીન ધસી પડવાની શક્યતાઓ વધી જશે.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +9બીજી સ્લાઈડ્સ જુઓ
  નોર્થ કેરોલિનાના અનેક વિસ્તારો ડૂબી ગયા છે. ખાસ કરીને ન્યૂસ નદીના પાણીથી ન્યૂ બર્નનો વિસ્તાર ડૂબી ગયો છે.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +8બીજી સ્લાઈડ્સ જુઓ
  નેશનલ વેધર સર્વિસે નોરેથ કેરોલિનાના તટના અલગ અલગ ક્ષેત્રોમાં વંટોળની પણ ચેતવણી જાહેર કરી છે.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +7બીજી સ્લાઈડ્સ જુઓ
  નોર્થ કેરોલિનાના દરિયાકાંઠેથી 32 માઇલ દૂર ફ્રાઇંગ પૅન ટાવરના લાઇવ વીડિયોમાં 160 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવનના કારણે ધ્વજ ફાટી ગયેલો જોવા મળે છે.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +6બીજી સ્લાઈડ્સ જુઓ
  નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ફ્લોરેન્સ વાવાઝોડાંની અસર રવિવાર સુધી યથાવત રહેશે.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +5બીજી સ્લાઈડ્સ જુઓ
  સાઉથ કેરોલિનામાં 4 લાખ લોકોને સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું, જેમાંથી 4 હજાર લોકો હાલ રેફ્યૂજી કેમ્પમાં છે.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  400 લોકો વર્જિનિયાના શેલ્ટર હાઉસમાં છે.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કેરોલિના કોસ્ટમાં સમુદ્રની સપાટી 11 ફૂટ વધી જવાની શક્યતાઓ છે, ગુરૂવારે રાત્રે અહીં 3 ફૂટથી વધુ વરસાદ નોંધાયો છે.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  શરૂઆતમાં કેટેગરી 4ની ઝડપે ત્રાટકેલા ફ્લોરેન્સની ઝડપ 225 કિમી/કલાક હતી, જે ગુરૂવારે મોડી રાત્રે કેટેગરી 1માં ફેરવાઇ ગયું હતું.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  વેબસાઇટ વેધર મોડલ્સના અનુમાન અનુસાર, આગામી અઠવાડિયે માત્ર કેરોલિનામાં જ 38 લાખ કરોડ લીટર પાણી ભરાવાની શક્યતાઓ છે.
 • Officials say that 156,000 have lost power, most in the counties of Beaufort
  કેરોલિના ઇસ્ટ કોસ્ટમાં 54 લાખથી વધુ લોકોના મકાનો છે, તેમાંથી કેટલાંક ચેતવણી છતાં સ્થળાંતર નથી કરી રહ્યા.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ