Home » International News » America » Noor Salman is on trial for aiding and abetting her husband Omar Mateen

49 લોકોને મોતને ઘાટ ઉતાર્યા બાદ, પત્નીને મેસેજ કર્યો 'I love you babe'

Divyabhaskar.com | Updated - Mar 22, 2018, 07:03 PM

નૂર પર આરોપ છે કે, તેણે તેના પતિને આટલા મોટાં હત્યાકાંડ બાદ પણ બચાવવાની કોશિશ કરી હતી

 • Noor Salman is on trial for aiding and abetting her husband Omar Mateen
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  પલ્સ નાઇટક્લબ હત્યાકાંડનો આરોપી ઓમાર માટિન, તેની પત્ની નૂર સલમાન તેમના સંતાન સાથે (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ શૂટર, ઓમાર માટિને ફ્લોરિડાના પલ્સ ગે ક્લબમાં 49 લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની પત્નીને 'I love you babe'નો મેસેજ મોકલાવ્યો હતો. કેસના વકીલે આ અંગેના પુરાવાઓ ગઇકાલે બુધવારે કોર્ટમાં રજૂ કર્યા હતા. માટિનની વાઇફ નૂર સલમાન, ફેડરલ કોર્ટમાં ટ્રાયલ પર છે. નૂર પર આરોપ છે કે, તેણે તેના પતિને આટલા મોટાં હત્યાકાંડ બાદ પણ બચાવવાની કોશિશ કરી હતી અને ફેડરલ એજન્ટ સામે ખોટી જુબાની આપી હતી. જો નૂર સલમાન ઉપર લાગેલા આરોપો સાબિત થશે તો તેને આજીવન કેદની સજા થશે. ઉલ્લેખનીય છે કે, માટીને વર્ષ 2016માં 12 જૂનના રોજ 49 લોકોને ગોળી મારી હત્યાકાંડ સર્જ્યો હતો. આ હુમલા બાદ પોલીસે બચાવમાં કરેલા ગોળીબારમાં માટિનનું મોત થયું હતું.


  શું થયું હત્યાકાંડની રાત્રે


  - અંદાજિત 4.27 મિનિટે રાત્રે માટિને ઓર્લેન્ડોના ગે નાઇટક્લબમાં આડેધડ ગોળીબાર કરીને 49 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યાકાંડ ચાલુ હતો તેના પહેલાં એક કલાકમાં માટિનને નૂર સલમાને બે વખત મેસેજ કર્યો હતો કે, 'તું ક્યાં છે?'
  - જેના જવાબમાં માટિને કોઇ રિપ્લાય આપ્યો નહતો. થોડી મિનિટો બાદ જ લોકલ ઓથોરિટીનો નૂરને ફોન આવ્યો હતો અને અપાર્ટમેન્ટ ખાલી કરી દેવાની સુચના આપી. હત્યાકાંડના સ્થળેથી બે કલાકના અંતરે આવેલા એપાર્ટમેન્ટમાં નૂર અને માટિન તેના સંતાન અને વૃદ્ધ માતા સાથે રહેતા હતા.
  - થોડાં સમય બાદ માટિનનો રિપ્લાય આવ્યો 'બધું જ બરાબર છે?'
  - જેના જવાબમાં નૂરે માટિનને યાદ અપાવ્યું કે, આવતીકાલે તેને કામ પર જવાનું છે. નૂરે બીજો એક મેસેજ લખ્યો જેમાં તેણે ઓમારને પુછ્યું, 'તને ખબર પડી શું થયું?'
  - આ મેસેજનો કોઇ રિપ્લાય નહીં આવતા નૂરે ઓમારને બે ફોન કર્યા. ઓમારે ફોન નહીં ઉપાડતા નૂરે તેને વોઇસમેઇલ મોકલાવ્યો.
  - આ મેસેજની આપ-લે દરમિયાન ઓમારની માતા શાહલા માટિને પણ આરોપીને બે વખત ફોન કર્યા હતા. માટિને આ બંને ફોન પણ ઉપાડ્યા નહતા.


  પત્નીને કર્યો છેલ્લો મેસેજ


  - માટિનને આટલા બધા મેસેજ કે કોલનો કોઇ રિપ્લાય આપ્યો નહતો.
  - આખરે 4.29 મિનિટે માટિનનો મેસેજ આવ્યો જેમાં તેણે નૂરને લખ્યું હતું 'I love you babe.' જેના જવાબમાં નૂરે ફરીથી મેસેજ કર્યો, 'હબીબી (અરેબિક ભાષામાં પ્રેમ દર્શાવવા માટે આ ઉપયોગમાં લેવાતો શબ્દ) શું થયું?' 'તારી મમ્મીને તારે લેવા પણ જવાનું છે, તું ક્યાં છે?'
  - તો બીજી તરફ, ક્લબમાં આટલા બધા લોકોને નિર્દયતાથી મોતને ઘાટ ઉતાર્યા બાદ માટિને ગન મુકી દીધી હતી. બચાવ કાર્યવાહીમાં પોલીસે ગોળીબાર કરતા માટિનનું મોત થયું હતું.
  - ક્લબ ઓથોરિટીઝના જણાવ્યા અનુસાર, માટિન AR-15 સ્ટાઇલ રાઇફલ લઇને ક્લબમાં એન્ટર થયો. આસપાસનો નજારો જોઇને તેણે આડેધડ ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધું.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શા માટે ઓમારે આટલા મોટાં હત્યાકાંડને આપ્યો અંજામ...

 • Noor Salman is on trial for aiding and abetting her husband Omar Mateen
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઓમાર માટિન અને તેની પત્ની નૂર સલમાન (ફાઇલ)

  શાહલાએ કહ્યું, નૂરે તેનાથી હકીકત છૂપાવી 


  - શાહલા માટિને, બુધવારે કોર્ટ ટ્રાયલમાં કહ્યું, કાશ મને આ હત્યાકાંડ કે તેની તૈયારીઓ વિશે પહેલેથી જ ખ્યાલ હોત.
  - શાહલાએ કહ્યું કે, તેણે માટિનને 11 જૂનના રોજ ફોન કર્યો હતો. કારણ કે રમજાનના ઉપવાસ ચાલી રહ્યા હતા અને તેણે માટિનને સાંજે ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. 
  - સલમાને હત્યાકાંડના દિવસે શાહલાને ખોટી માહિતી આપી કે, ઓમાર તેના મિત્રના ઘરે ડિનર કરવા ગયો છે. 

 • Noor Salman is on trial for aiding and abetting her husband Omar Mateen
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ઓમારે સ્માર્ટફોનમાં ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ, મિડલ ઇસ્ટમાં થતાં હત્યાકાંડ, અન્ય આતંકવાદી ઘટનાઓ અને ગન ક્યાંથી ખરીદવી તેવા ટોપિક્સ સર્ચ કરેલા હતા. (ફાઇલ)

  માટિનની ઓનલાઇન એક્ટિવિટીઝ થઇ ચેક 


  - બુધવારે આ હત્યાકાંડ અંગે થયેલી ટ્રાયલમાં વકીલે ઓમારની ઓનલાઇન એક્ટિવિટિઝ અને સ્માર્ટફઓન સર્ચના પુરાવાઓ પણ રજૂ કર્યા હતા. 
  - ઓમારે સ્માર્ટફોનમાં ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ, મિડલ ઇસ્ટમાં થતાં હત્યાકાંડ, અન્ય આતંકવાદી ઘટનાઓ અને ગન ક્યાંથી ખરીદવી તેવા ટોપિક્સ સર્ચ કરેલા હતા. 
  - હત્યાકાંડ દરમિયાન પોલીસ સાથે થયેલી વાતચીતમાં માટિને કહ્યું હતું કે, મે મહિનામાં ઇરાકમાં ઇસ્લામિક સ્ટેટ લીડર અબુ વહિબ સહિત અન્ય 6નાં મોત થયા હતા. જે વાતથી તે ગુસ્સે ભરાયો હતો. તેથી જ તેણે 12 જૂન, 2016નાં રોજ 49 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. 
  - વકીલે જણાવ્યું કે, માટિનની ઇન્ટરનેટ વિઝિટ્સમાં પણ અલગ અલગ ડેટિંગ સાઇટ્સ અને માસ્ટબેશન લિંક સર્ચ પણ સામેલ છે. 
  - આ કેસ અંગે વધુ સુનવણી ગુરૂવારે સવારે થઇ હતી. 

   

 • Noor Salman is on trial for aiding and abetting her husband Omar Mateen
  પલ્સ નાઇટક્લબ હત્યાકાંડમાં મૃત્યુ પામેલા લોકો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ