ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» USCIS will open its doors to the H-1B visa applications for the season 2018-19

  H-1B વિઝાની પ્રોસેસ આજથી શરૂ, નાનકડી ભૂલથી પણ રદ થશે એપ્લિકેશન

  divyabhaskar.com | Last Modified - Apr 02, 2018, 06:56 PM IST

  કોંગ્રેસે પ્રત્યેક નાણાકીય વર્ષમાં 65 હજાર વિઝા એપ્લિકેશન માન્ય કરવાની સીમા નક્કી કરી છે
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને બિઝનેસ ગ્રુપ્સમાં એ વાતની ચર્ચા છે કે, આ વખતે ઇમિગ્રેશન એટર્ની હવે પહેલાની સરખામણીમાં વધારે વિઝા એપ્લિકેશન રદ કરશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને બિઝનેસ ગ્રુપ્સમાં એ વાતની ચર્ચા છે કે, આ વખતે ઇમિગ્રેશન એટર્ની હવે પહેલાની સરખામણીમાં વધારે વિઝા એપ્લિકેશન રદ કરશે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં H1-B વિઝા મેળવવાની નવી પ્રક્રિયા આજે સોમવારથી શરૂ થઇ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નવી વ્યવસ્થામાં આ વિઝાને મેળવવાની પ્રક્રિયાને પહેલાની સરખામણીએ વધુ કડક બનાવી છે. એચ1-બી વિઝાના નિયમોમાં ફેરફાર સ્થાનિક લોકોને નોકરીની તકોમાં વધારો થાય તે હેતુથી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એચ1-બી વિઝા પ્રક્રિયાનો સૌથી વધુ ઉપયોગ ઇન્ડિયન આઇટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય છે.

   - ફેડરલ એજન્સી ઓફ અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ કહ્યું કે, વિઝા મેળવવા માટે કરવામાં આવેલી અરજીમાં નાનામાં નાની ભૂલને પણ નજરઅંદાજ નહીં કરવામાં આવે છે.
   - અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને બિઝનેસ ગ્રુપ્સમાં એ વાતની ચર્ચા છે કે, આ વખતે ઇમિગ્રેશન એટર્ની હવે પહેલાની સરખામણીમાં વધારે વિઝા એપ્લિકેશન રદ કરશે.

   ડુપ્લિકેટ એપ્લિકેશન પણ થશે રદ

   - ફાઇનાન્શિયલ યર 2019ની વિઝા પ્રક્રિયા શરૂ થતાં પહેલાં યુએસસીઆઇએસએ ચેતવણી આપી હતી કે, તમામ ડુપ્લિકેટ એપ્લિકેશન પણ રદ કરવામાં આવશે.
   - આ પહેલાં કંપનીઓ એક કરતાં વધુ એપ્લિકેશન આપતી હતી, જેથી અરજી મોકલનારને લોટરી સિસ્ટમથી વિઝા મળવાની સંભાવનાઓ વધી જતી હતી.
   - ફેડરલ એજન્સીએ પ્રીમિયમ પ્રોસેસિંગને અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી છે. એજન્સીએ કહ્યું કે, અમે નજીકના ભવિષ્યમાં પ્રીમિયમ પ્રોસેસિંગની તારીખોની જાહેરાત કરીશું.
   - હજુ સુધી યુએસસીઆઇએસએ પણ કોમ્પ્યુટરથી લોટરની મદદથી વિઝા આપવાની યોજનાઓના સંકેત નથી આપ્યા. એક1-બી વિઝા માટે ફેડરલ ગવર્મેન્ટને આંશિક ચાર લાખ રૂપિયા ફી તરીકે આપવાના હોય છે.

   આઇટી પ્રોફેશનલ્સ અને કંપનીઓ સૌથી વધુ નિર્ભર

   - એચ1-બી વિઝા એક બિન-સ્થળાંતરીત વિઝા (Non migratory visa) છે, જે અમેરિકન કંપનીઓને પોતાને ત્યાં વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને રાખવાની અનુમતિ આપે છે. આ માટે કર્મચારીઓમાં સૈદ્ધાંતિક (theoretical) અને ટેક્નિકલ સ્કિલ્સ હોવી જરૂરી હોય છે.
   - ટેક્નિકલ કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓ અમેરિકામાં નોકરી મેળવવા માટે આ વિઝા પર સૌથી વધુ નિર્ભર છે.

   પ્રતિ વર્ષ 65 હજાર વિઝા આપવામાં આવશે

   - એક વર્ષમાં 65 હજાર વિઝા આપવામાં આવશે. કોંગ્રેસે પ્રત્યેક નાણાકીય વર્ષમાં 65 હજાર વિઝા એપ્લિકેશન માન્ય કરવાની સીમા નક્કી કરી છે. તેમાં પહેલાં 20 હજાર એપ્લિકેશન એવા લાભાર્થીઓને આપવામાં આવશે જેઓની પાસે અમેરિકામાંથી જ માસ્ટર્સ અથવા તેનાથી હાયર એજ્યુકેશનની ડિગ્રી હશે. આ લોકોને સમયસીમામાં પણ છૂટ આપવામાં આવશે.

  • ટેક્નિકલ કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓ અમેરિકામાં નોકરી મેળવવા માટે આ વિઝા પર સૌથી વધુ નિર્ભર છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ટેક્નિકલ કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓ અમેરિકામાં નોકરી મેળવવા માટે આ વિઝા પર સૌથી વધુ નિર્ભર છે. (ફાઇલ)

   ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં H1-B વિઝા મેળવવાની નવી પ્રક્રિયા આજે સોમવારથી શરૂ થઇ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને નવી વ્યવસ્થામાં આ વિઝાને મેળવવાની પ્રક્રિયાને પહેલાની સરખામણીએ વધુ કડક બનાવી છે. એચ1-બી વિઝાના નિયમોમાં ફેરફાર સ્થાનિક લોકોને નોકરીની તકોમાં વધારો થાય તે હેતુથી કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, એચ1-બી વિઝા પ્રક્રિયાનો સૌથી વધુ ઉપયોગ ઇન્ડિયન આઇટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય છે.

   - ફેડરલ એજન્સી ઓફ અમેરિકન સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ (USCIS)એ કહ્યું કે, વિઝા મેળવવા માટે કરવામાં આવેલી અરજીમાં નાનામાં નાની ભૂલને પણ નજરઅંદાજ નહીં કરવામાં આવે છે.
   - અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને બિઝનેસ ગ્રુપ્સમાં એ વાતની ચર્ચા છે કે, આ વખતે ઇમિગ્રેશન એટર્ની હવે પહેલાની સરખામણીમાં વધારે વિઝા એપ્લિકેશન રદ કરશે.

   ડુપ્લિકેટ એપ્લિકેશન પણ થશે રદ

   - ફાઇનાન્શિયલ યર 2019ની વિઝા પ્રક્રિયા શરૂ થતાં પહેલાં યુએસસીઆઇએસએ ચેતવણી આપી હતી કે, તમામ ડુપ્લિકેટ એપ્લિકેશન પણ રદ કરવામાં આવશે.
   - આ પહેલાં કંપનીઓ એક કરતાં વધુ એપ્લિકેશન આપતી હતી, જેથી અરજી મોકલનારને લોટરી સિસ્ટમથી વિઝા મળવાની સંભાવનાઓ વધી જતી હતી.
   - ફેડરલ એજન્સીએ પ્રીમિયમ પ્રોસેસિંગને અસ્થાયી રીતે સ્થગિત કરી દીધી છે. એજન્સીએ કહ્યું કે, અમે નજીકના ભવિષ્યમાં પ્રીમિયમ પ્રોસેસિંગની તારીખોની જાહેરાત કરીશું.
   - હજુ સુધી યુએસસીઆઇએસએ પણ કોમ્પ્યુટરથી લોટરની મદદથી વિઝા આપવાની યોજનાઓના સંકેત નથી આપ્યા. એક1-બી વિઝા માટે ફેડરલ ગવર્મેન્ટને આંશિક ચાર લાખ રૂપિયા ફી તરીકે આપવાના હોય છે.

   આઇટી પ્રોફેશનલ્સ અને કંપનીઓ સૌથી વધુ નિર્ભર

   - એચ1-બી વિઝા એક બિન-સ્થળાંતરીત વિઝા (Non migratory visa) છે, જે અમેરિકન કંપનીઓને પોતાને ત્યાં વિદેશી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને રાખવાની અનુમતિ આપે છે. આ માટે કર્મચારીઓમાં સૈદ્ધાંતિક (theoretical) અને ટેક્નિકલ સ્કિલ્સ હોવી જરૂરી હોય છે.
   - ટેક્નિકલ કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી હજારો કર્મચારીઓ અમેરિકામાં નોકરી મેળવવા માટે આ વિઝા પર સૌથી વધુ નિર્ભર છે.

   પ્રતિ વર્ષ 65 હજાર વિઝા આપવામાં આવશે

   - એક વર્ષમાં 65 હજાર વિઝા આપવામાં આવશે. કોંગ્રેસે પ્રત્યેક નાણાકીય વર્ષમાં 65 હજાર વિઝા એપ્લિકેશન માન્ય કરવાની સીમા નક્કી કરી છે. તેમાં પહેલાં 20 હજાર એપ્લિકેશન એવા લાભાર્થીઓને આપવામાં આવશે જેઓની પાસે અમેરિકામાંથી જ માસ્ટર્સ અથવા તેનાથી હાયર એજ્યુકેશનની ડિગ્રી હશે. આ લોકોને સમયસીમામાં પણ છૂટ આપવામાં આવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: USCIS will open its doors to the H-1B visa applications for the season 2018-19
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `