• Home
  • International News
  • America
  • ફ્લાયર 32 કિમી/કલાકની ઝડપે ઉડી શકે છે | The Flyer, developed by California based Kitty Hawk

ગૂગલ કો- ફાઉન્ડરે લૉન્ચ કરી ફ્લાઇંગ કાર, ખરીદી માટે પ્રિ-ઓર્ડર શરૂ

ફ્લાયર પ્લેન જમીનથી 3થી 10 ફૂટ ઉપર ઉડવાની ક્ષમતા ધરાવે છે.
ફ્લાયર પ્લેન જમીનથી 3થી 10 ફૂટ ઉપર ઉડવાની ક્ષમતા ધરાવે છે.
ગૂગલે હજુ સુધી ફ્લાયરની કિંમત જાહેર નથી કરી, તેમ છતાં તેની ખરીદી માટે ઓર્ડર શરૂ થઇ ગયા છે.
ગૂગલે હજુ સુધી ફ્લાયરની કિંમત જાહેર નથી કરી, તેમ છતાં તેની ખરીદી માટે ઓર્ડર શરૂ થઇ ગયા છે.
કેટી હૉકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં તમને આકાશમાં ફ્લાયરની સંખ્યા વધારે જોવા મળશે.
કેટી હૉકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં તમને આકાશમાં ફ્લાયરની સંખ્યા વધારે જોવા મળશે.
ગૂગલ કો-ફાઉન્ડર લેરી પેજ
ગૂગલ કો-ફાઉન્ડર લેરી પેજ

ગૂગલ કો- ફાઉન્ડરે લૉન્ચ કરી ફ્લાઇંગ કાર, ખરીદી માટે પ્રિ-ઓર્ડર શરૂ .

divyabhaskar.com

Jun 07, 2018, 06:33 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ગૂગલના માલિક લેરી પેજએ આજે તેઓનું નવું સિંગલ-સીટર, ઇલેક્ટ્રિક પાવર ફ્લાઇંગ વ્હિકલ શોકેસ કર્યુ છે. આ પ્લેન ઉડાવવા માટે તમારે પાઇલટ લાઇસન્સની જરૂર નથી. ગૂગલે આ પ્લેન કમ ફ્લાઇંગ કારને 'ધ ફ્લાયર' નામ આપ્યું છે, જેને પેજની કેલિફોર્નિયાની ટેક્નોલોજી ફર્મ સાથે મળીને કેટી હૉકે ડેવલપ કર્યુ છે. લાર્જ ડ્રોન જેવું દેખાતું ફ્લાયર જમીન પર ટકી રહે તે માટે 10 બેટરી-પાવર્ડ પાંખો લગાવવામાં આવી છે.

32 કિમી/કલાકની ઝડપે ઉડશે પ્લેન


- ફ્લાયર પ્લેન જમીનથી 3થી 10 ફૂટ ઉપર ઉડવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તે 32 કિમી/કલાકની ઝડપે ઉડશે, તેને ઓપરેટ કરવા માટે જોયસ્ટિકનો ઉપયોગ પણ કરી શકાય છે.
- સીએનએન રિપોર્ટ અનુસાર, 113 કિગ્રા વજન ધરાવતું આ મશીન એટલું આરામદાયક નથી. સીએનએન રિપોર્ટર રાશેલ ક્રેને આ પ્લેનને લાસ વેગાસ લેક પર ઉડાડ્યું હતું.
- કેટી હૉકે તેના ટ્રેનિંગ સેન્ટરમાં ફ્લાયર સાથએ 1,500 ટેસ્ટ ફ્લાઇટ્સ કરેલી છે. જેમાં ટ્રેનિંગ સેન્ટરના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.


ફ્લાઇંગ વ્હિકલના ઓર્ડર થયા શરૂ


- ગૂગલે હજુ સુધી ફ્લાયરની કિંમત જાહેર નથી કરી, તેમ છતાં તેની ખરીદી માટે ઓર્ડર શરૂ થઇ ગયા છે. ફ્લાયરનું ફર્સ્ટ મોડલ તેના બિઝનેસ પાર્ટનરને આપવામાં આવશે.
- કેટી હૉકે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, આ વ્હિકલ 'દરેક સામાન્ય વ્યક્તિના જીવનમાં ફ્લાઇંગ પાર્ટને ઉમેરવાનું પ્રથમ પગલું છે.'
- ચીફ એન્જિનિયર ટોડ રેચર્ટે જણાવ્યું કે, ફ્લાયરને આગામી દિવસોમાં 160 કિમી/કલાકની સ્પીડ પર ઉડી શકે તેટલું સક્ષમ બનાવી શકાય છે. પરંતુ આ માટે વધુ ટેસ્ટની જરૂર છે. આ ઉપરાંત એવા વાહનો જે આકાશમાં ઉડી શકતા હોય તેના માટે ઇન-બિલ્ડ પેરાશૂટ હોવું જરૂરી બની જાય છે.
- આ અગાઉ ગૂગલના મોડલમાં સેફ્ટી નેટ આપવામાં આવી હતી. જે વિમાનની પાંખો અને રેડ ટોપ લગાવેલા પોન્ટોન એટલે કે, લેન્ડિંગ ગિયરમાં લગાવવામાં આવે છે.
- આ વર્ષની શરૂઆતમાં કેટી હૉકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં તમને આકાશમાં ફ્લાયરની સંખ્યા વધારે જોવા મળશે.
- કેટીએ જણાવ્યું કે, 'આપણે હવે એવા દોરમાં પહોંચી ગયા છીએ જ્યાં એર-બેઝ્ડ ટ્રાન્સપોર્ટેશન શક્ય બની રહ્યું છે. વળી આ ટ્રાન્સપોર્ટેશન સેફ, ફાસ્ટ અને સસ્તું છે. ઉપરાંત તે પર્યાવરણને અનુકૂળ છે.'


ન્યૂઝીલેન્ડમાં ડ્રાઇવરલેસ ટેક્સીનું ટેસ્ટિંગ


- કેટી હૉકની કંપની ધ કોરા, ન્યૂઝીલેન્ડમાં હાલ ડ્રાઇવરલેસ ટેક્સીનું ટેસ્ટિંગ કરી રહી છે.
- ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) નિયમો હેઠળ, લાઇસન્સ વગર પ્લેન ઉડાવી શકવાના આ વાહનને અમુક ચોક્કસ જરૂરિયાતો અને ચકાસણીમાંથી પસાર થવું પડશે.
- કારણ કે, આ પાવર વ્હિકલ છે, તેનું વજન 115 કિગ્રાથી વધુ હોવા ઉપરાંત તે 101 કિમી/કલાકની ઝડપે ઉડી શકે તેવું ના હોય તેની ચકાસણી કરવામાં આવશે.
- ફ્લાયરને માત્ર દિવસ દરમિયાન જ ઉડાવી શકાય છે. આ સિવાય તેને એરપોર્ટ એરિયાની આસપાસ ઉડાવવાની મંજૂરી નહીં આપવામાં આવે.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, ફ્લાયરની વધુ તસવીરો...

X
ફ્લાયર પ્લેન જમીનથી 3થી 10 ફૂટ ઉપર ઉડવાની ક્ષમતા ધરાવે છે.ફ્લાયર પ્લેન જમીનથી 3થી 10 ફૂટ ઉપર ઉડવાની ક્ષમતા ધરાવે છે.
ગૂગલે હજુ સુધી ફ્લાયરની કિંમત જાહેર નથી કરી, તેમ છતાં તેની ખરીદી માટે ઓર્ડર શરૂ થઇ ગયા છે.ગૂગલે હજુ સુધી ફ્લાયરની કિંમત જાહેર નથી કરી, તેમ છતાં તેની ખરીદી માટે ઓર્ડર શરૂ થઇ ગયા છે.
કેટી હૉકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં તમને આકાશમાં ફ્લાયરની સંખ્યા વધારે જોવા મળશે.કેટી હૉકે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષોમાં તમને આકાશમાં ફ્લાયરની સંખ્યા વધારે જોવા મળશે.
ગૂગલ કો-ફાઉન્ડર લેરી પેજગૂગલ કો-ફાઉન્ડર લેરી પેજ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી