ટેક્નોલોજી / ચહેરાથી કંટ્રોલ થઈ જશે વ્હીલચેર, જીભ કાઢીને અથવા સ્માઈલથી રોકી શકાશે

Gadget 2019: Intel Artificial Intelligence wheelchair can be controlled by facial expression
X
Gadget 2019: Intel Artificial Intelligence wheelchair can be controlled by facial expression

  • ઈન્ટેલ અને રોબોટિક્સ કંપની હૂબોક્સે મળીને તૈયાર કરી વ્હીલી 7 વ્હીલચેર કિટ
  • વ્હીલચેરને ચેહરાના હાવભાવથી નિયંત્રિત કરી શકાશે
  • આ વ્હીલચેર 10 પ્રકારના મોઢાના હાવભાવ ઓળખી શકશે

divyabhaskar.com

Jan 10, 2019, 12:09 PM IST

ગેજેટ ડેસ્કઃ અમેરિકાના લાસ વેગાસમાં ચાલી રહેલી કન્ઝ્યૂમર ઈલેકટ્રોનિક શો (CES)માં એક એવી કિટ રજૂ કરવામાં આવી છે, જેની મદદથી કોઈ મોટરાઈઝ્ડ વ્હીલચેરને ચેહરાના હાવભાવથી નિયંત્રિત કરી શકાશે. આ કિટ બ્રાઝીલની રોબોટિક્સ કંપની હૂબોક્સે ઈન્ટેલની સાથે મળીને તૈયાર કરી છે. જેમાં ઈન્ટેલની આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ પર આધારીત ફેશિયલ રિકગ્નિશન ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કિટનું નામ 'વ્હીલી 7' રાખવામાં આવ્યું છે. જેનાથી ચેહરાના 10 અલગ અલગ એક્સપ્રેશનથી નિયંત્રિત કરી શકાય છે. 

 

કંપની મુજબ આનાથી તે લોકોને મદદ મળશે જે વ્હીલચેરમાં લાગેલી મોટરને પોતાના હાથોથી નિયંત્રિત નથી કરી શકતા. કંપનીએ જણાવ્યું કે જીભ કાઢીને કે કોઈ પણ રીતે આ ફેશિયલ એક્સપ્રેશનથી વ્હીલચેરને નિયંત્રિત કરી શકાય છે. આ કિટની હાલ પ્રોટોટાઈપ રજૂ કરાયું છે, તેથી તેની કિંમત અંગે કંપનીએ કોઈ જ જાણકારી આપી નથી. 

1. 10 પ્રકારના હાવભાવ ઓળખી શકશે વ્હીલચેર કિટ
ઈન્ટેલે CES દરમિયાન લાસ વેગાસ કન્વેંશન સેન્ટરમાં પોતાની આ વ્હીલચેર કિટનો ડેમો આપ્યો, જેમાં દેખાડ્યું કે અલગ અલગ દિશાઓમાં વ્હીલચેરને નિયંત્રિત કરવા માટે 10 પ્રકારના હાવભાવનો ઉપયોગ કરી શકાય છે. ઈન્ટેલ મુજબ ચેહરાના હાવભાવથી જ વ્હીલચેરને ચલાવી પણ શકાય છે અને રોકી પણ શકાય છે. ઈન્ટેલે જણાવ્યું કે આ પૂરી સિસ્ટમ એક એપની મદદથી સંચાલિત થાય છે. જેનાથી વ્હીલચેરની સ્પીડ નક્કી કરી શકાય છે. વ્હીલચેરને અલગ અલગ દિશાઓમાં લઈ જવા માટે ચેહરાના અલગ અલગ હાવભાવને રેકોર્ડ કરી શકાય છે.
2. ઈન્ટેલની 3 ટેકનિકનો ઉપયોગ થયો
આમાં ઈન્ટેલની 3ડી ઈન્ટેલ રિયલસેન્સ ડેપ્થ કેમેરા SR300, ઈન્ટેલ કોર પ્રોસેસર ઓર ઓપવનીનો ટૂલકિટનો ઉપયોગ થયો છે. વ્હીલચેરને નિયંત્રિત કરવા માટે યૂઝર 10 ચેહરાના હાવભાવને પસંદ કરી શકે છે. જેમકે હસીને, જીભ કાઢીને, ચેહરાને હલાવીને અને આંખનું મટકું મારીને વ્હીલચેરને ચલાવી, રોકી કે ટર્ન મરાવી શકે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી