1

Divya Bhaskar

Home » International News » America » અમેરિકા, ફ્રાંસ અને યુકેએ સીરિયા પર કર્યો હુમલો|US, France and UK Launch Strike On Syria

સીરિયા અટેક પછી રશિયાએ બોલાવી UNSCની ઈમરજન્સી બેઠક

Divyabhaskar.com | Last Modified - Apr 14, 2018, 02:07 PM IST

અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જ સીરિયા સામે યુદ્ધ કરવાની જાહેરાત કરી દીધી હતી

  • અમેરિકા, ફ્રાંસ અને યુકેએ સીરિયા પર કર્યો હુમલો|US, France and UK Launch Strike On Syria
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે શુક્રવારે સાંજે જ ટ્વિટ કરીને હુમલાની માહિતી આપી હતી

    વોશિંગ્ટન: રસાયણિક હુમલા પછી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયામાં અસદ સરકાર વિરુદ્ધ હવાઈ હુમલો કરી દીધો છે. ત્યારપછી બ્રિટન અને ફ્રાંસે પણ અમેરિકાની એર સ્ટ્રાઈકને સપોર્ટ કર્યો છે. અમેરિકી ડિફેન્સ સેક્રેટરી જેમ્સ મેંટિસે કહ્યું છે કે, અત્યાર સુધી અમને નુકસાનની કોઈ માહિતી મળી નથી. સીરિયાના બશદ અલ-અસદ સરકાર પર આરોપ છે કે તેમણે પૂર્વી ઘોઉટાના ડોઉમામાં લોકો પર રસાયણિક હુમલો કર્યો છે. ટ્રમ્પે છોડા દિવસ પહેલાં આ વિશે આકરા પ્રહાર કરીને કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

    સીરિયા અટેકને ધ્યાનમાં રાખીને રશિયાએ UNSCની ઈમરજન્સી બેઠક બોલાવી


    સીરિયામાં થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને રશિયાએ યુનાઈટેડ નેશન સિક્યોરિટીની એક ઈમરજન્સી બેઠક બોલાલી છે. સીરિયા ઉપર અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન દ્વારા હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું છે ક, હજુ સુધી નુકસાનની કોઈ માહિતી મળી નથી. જ્યારે બ્રિટિશ મંત્રીના જણાવ્યા પ્રમાણે સીરિયામાં બ્રિટને જે હુમલા કર્યા છે તે ઘણી હદ સુધી સફળ રહ્યા છે.

    હુમલો કેમ કરવામાં આવ્યો?


    - એવો આરોપ છે કે, ગયા સપ્તાહે 7 એપ્રિલે સીરિયાના પૂર્વી ઘોઉટામાં વિદ્રોહીઓના કબજાવાળા છેલ્લા શહેર ડૌમામાં થયેલા શંકાસ્પજ રાસાયણિક હુમલામાં 80 લોકોના મોત થયા હતા. તેમાં ઘણાં બાળકો પણ સામેલ છે. 1000થી વધારે લોકો ઘાયલ થયા છે. સ્થાનિક સ્વયંસેવી સંસ્થા હ્યાઈટ હેલમેટ્સે હુમલા પછી તસવીરો પોસ્ટ કરી છે.
    - સીરિયાના બશર-અલ-અસદની સરકારે આ વાતને ખોટી ગણાવી છે.

    સીરિયાના રસ્તાઓ ઉપર વગાડવામાં આવી રહ્યું છે રાષ્ટ્રગીત?


    - દમિશ્કના રસ્તાઓ પર લાઉડસ્પીકર પર રાષ્ટ્રગીતો વગાડીને લોકો બાઈક પર ફરી રહ્યા છે.
    - સીરિયાઈ રાષ્ટ્રપતિની ઓફિસથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, સારા લોકોને અપમાનિત નહીં કરવામાં આવે.

    ટ્રમ્પે કહ્યું- આ શેતાનનું કામ, બ્રિટને કહ્યું- કોઈ વિકલ્પ નથી

    - ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- આ કોઈ વ્યક્તિની હરકત નથી. આ એક શૈતાનની માણસાઈ વિરુદ્ધ કરવામાં આવેલી હરકત છે. અમારા હવાઈ હુમલા સીધી રીતે રશિયાની નિષ્ફળતાનું પરિણામ છે. રશિયા અસદને રાસાયણિક હથિયારોથી દૂર ન રાખી શક્યૂ. આજે રાતે કરવામાં આવેલી કાર્યવાહીનો ઉદ્દેશ રાસાયણિક હથિયારોનો ઉદ્દેશ, પ્રાસ અને ઉત્પાદન પર અંકુશ લગાવવાનો છે. જ્યાં સુધી ઉદ્દેશ પૂરો નહીં થાય ત્યાં સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.
    - ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું છે કે, રસાયણિક હથિયારોના હુમલા પછી રેડ લાઈન ક્રોસ કરી દેવામાં આવી છે.
    - બ્રિટનના વડાપ્રધાન થેરેસાએ કહ્યું છે કે, સીરિયા પર હુમલો કર્યા સિવાય કોઈ વિકલ્પ નહતો.

    દમિશ્ક, હોમ્સ સહિત 3 જગ્યાને ટાર્ગેટ કરી


    - સીરિયા પર આ હુમલા પછી પેંટાગને મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું કે, સીરિયામાં ત્રણ જગ્યાઓને ટાર્ગેટ કરવામાં આવી છે.
    પહેલી- દમિશ્કનું સાઈન્ટીફિક રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ. એવો આરોપ છે કે, અહીં અહીં કેમિકલ અને બાયોલોજિકલ હથિયાર બનાવવામાં આવે છે.
    બીજો- હોમ્સ. અહીં રાસાયણિક હથિયાર રાખવામાં આવે છે.
    ત્રીજો- હોમ્સની નજીકની જગ્યા. જ્યાં રાસાયણિક હથિયાર ઉપકરણને સ્ટોર કરવામાં આવે છે. જ્યાં સુધી ઉદ્દેશ પૂરો નહીં થાય ત્યાં સુધી ત્યાં જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
    - ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું છે કે, રસાયણિક હથિયારોના હુમલા પછી રેડ લાઈન ક્રોસ કરી દેવામાં આવી છે.
    - બ્રિટનના વડાપ્રધાન થેરેસાએ કહ્યું છે કે, સીરિયા પર હુમલો કર્યા સિવાય કોઈ વિકલ્પ નહતો.

    અસદ સપોર્ટર રશિયા અને ઈરાન તેમની નીતિ બદલે: ટ્રમ્પ


    - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં બીજી વખત અમેરિકાએ સીરિયાની અસદ સરકાર વિરુદ્ધ હુમલો કર્યો છે.
    - ટ્રમ્પે શુક્રવારે સાંજે રાષ્ટ્રને સંબોધિત કરતા કહ્યું હતું કે, અમારી આ કાર્યવાહીનો ઉદ્દેશ રસાયણિક હથિયારોનો ઉપયોગ, પ્રસાર અને ઉત્પાદન પર અંકુશ લગાવવાનો છે. જ્યાં સુધી અમારો ઉદ્દેશ પુરો નહીં થાય ત્યાં સુધી અમે દરેક પ્રકારની કાર્યવાહી કરવા માટે તૈયાર છીએ.
    - તે સાથે જ ટ્રમ્પે સીરિયાની અસદ સરકારના સમર્થક દેશો રશિયા અને ઈરાનને પણ નીતિમાં ફેરફાર કરવાનું કહ્યું છે.

    સીરિયાએ 50 વખત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો


    - સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત નિક્કી હેલીએ કહ્યું, અમારો અંદાજ છે કે, સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સેનાએ 7 વર્ષમાં યુદ્ધ દરમિયાન ઓછામાં ઓછા 50 વખત રસાયણિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
    - બીજી બાજુ અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હીથર નોઅર્ચે કહ્યું છે કે, રાસાયણિક હુમલા પાછળ સીરિયાની સરકારનો હાથ છે. હજારો લોકોની મોતના તેઓ જવાબદાર છે. અમારે પાસે તેના પુરાવા પણ છે.

    ક્યારે થયો હતો રાસાયણિક હુમલો


    - 7 એપ્રિલે સીરિયાના વિપક્ષ કાર્યકર્તા અને રાહત-બચાવ કર્મીઓને કહ્યું છે કે, ડોઉમા શહેરમાં હેલિકોપ્ટરમાં નિર્દોષ નાગરિકો પર ઝેરીલો ગેસ 'સરીન' ભરેલો બોમ્બ ફેંક્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે, આ હુમલામાં 75થી વધારે લોકોના મોત થયા છે તે ઉપરાંત હજારો લોકોને શ્વાસ લેવાની તકલીફ થઈ છે.
    - સીરિયા-અમેરિકા મેડિકલ સોસાયટીના જણાવ્યા પ્રમાણે અંદાજે 500 લોકો રસાયણિક હુમલાથી પ્રભાવિત થયા હતા. ડબ્લ્યૂએચઓએ પણ આ વાતનો ખુલાસો કર્યો છે. જોકે સીરિયા સરકાર અને રશિયા બંને રાસાયણિક હુમલાની વાત નકારી ચૂક્યા છે.

    ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા ઉપર કર્યા આકરા પ્રહાર


    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયા હુમલા વિશે રશિયા ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, સીરિયા પર હુમલા અસદ (સીરિયાના રાષ્ટ્રપતિ)ના રાસાયણિક હથિયારોના ઉપયોગને રોકવામાં રશિયાની નિષ્ફળતાનું પ્રત્યક્ષ પરિણામ છે. ટ્રમ્પે કહ્યં કે, સીરિયા વિરુદ્ધ અમેરિકી સૈન્ય કાર્યવાહીને બ્રિટન અને ફ્રાન્સનું સમર્થન મળ્યું છે.

    અમે પૂતિનનું અપમાન સહન નહીં કરીએ: રશિયા દૂતાવાસ


    રશિયાએ પણ આ દરમિયાન અમેરિકા સામે કડક વલણ દર્શાવ્યું છે. અમેરિકામાં રશિયાઈ દૂતાવાસે કહ્યું છે કે, અમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું અપમાન સહન નહીં કરીએ. સીરિયા પર હવાઈ હુમલાથી રશિયા અને અમેરિકા સહિત પશ્ચિમી દેશો વચ્ચે ટક્કર થવાની શક્યતાઓ વધી ગઈ છે.

    ઇરાન ભાગી ગયો સરમુખત્યાર અસદ

    - મિડલ ઇસ્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર, સીરિયાનો સરમુખત્યાર બશર અલ-અસદે રશિયાની મદદથી સીરિયા છોડી દીધું છે. અસદ હાલ તેના નજીકના મિત્રો સાથે ઇરાન પહોંચી ગયો છે.
    - સીરિયાની મિલિટરીને પણ તેઓના જેટ્સ રશિયન કંટ્રોલ એરફિલ્ડમાં લાવી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. જેથી યુએસ સૈન્ય તેને નુકસાન ના પહોંચાડી શકે.
    - બગદાદ પોસ્ટે રિલીઝ કરેલા ફૂટેજમાં અસદ એક રૂમમાં જોવા મળી રહ્યો છે જેમાં કોઇ બારી નથી. અસદની સાથે ઇરાન ઓફિશિયલ્સ પણ જોવા મળી રહ્યા છે.
    - ઇરાન અને રશિયન રાષ્ટ્રોના ઓફિશિયલ્સ હાલ સીરિયામાં અસદની ગેરહાજરીમાં કામકાજ સંભાળી રહ્યા છે. કારણ કે, અસદના ઠેકાણાં વિશે કોઇને જાણકારી ના મળે તે માટે તેણે ફોન કોલ્સ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
    - યુએસ એર અને નેવીએ ઇરાન વિરૂદ્ધ યુદ્ધ માટે જે સ્ટ્રાઇક ફોર્સ તૈયાર કરી હતી તે હાલ સીરિયામાં ગોઠવી દીધી છે. આ સિવાય થેરેસા મેએ પણ ઇમરજન્સી વૉર કેબિનેટમાં મિસાઇલ સ્ટ્રાઇકને જોઇન કરવાની સહમતિ દર્શાવી દીધી છે.
    - વેસ્ટમિન્સ્ટર સૂત્રોના જણાવ્યા અનુસાર, યુએસ આ સપ્તાહના અંતે જ સીરિયામાં એરસ્ટ્રાઇક કરે તેવી સંભાવનાઓ છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • અમેરિકા, ફ્રાંસ અને યુકેએ સીરિયા પર કર્યો હુમલો|US, France and UK Launch Strike On Syria
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ટ્રમ્પે આ પહેલાં જ સીરિયાને કડક કાર્યવાહીની આપી હતી ચેતવણી (ફાઈલ ફોટો)
  • બગદાદ પોસ્ટે રિલીઝ કરેલા ફૂટેજમાં અસદ એક રૂમમાં જોવા મળી રહ્યો છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending