1

Divya Bhaskar

Home » International News » America » Tech billionaire Sam Altman paid $10,000 to be put on Nectomes waiting list

US: ઇચ્છામૃત્યુનો પણ નવો ધંધો, 6 લાખ ચૂકવો 5 સેકન્ડમાં મોતને ભેટો

Divyabhaskar.com | Last Modified - Mar 15, 2018, 05:51 PM IST

અમેરિકામાં શરૂ થયેલી એક કંપનીએ એવો દાવો કર્યો છે કે, મોત બાદ પણ વ્યક્તિ કોમ્પ્યુટરની મદદથી જીવિત રહેશે

 • Tech billionaire Sam Altman paid $10,000 to be put on Nectomes waiting list
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  US: ઇચ્છામૃત્યુનો પણ નવો ધંધો, 6 લાખ ચૂકવો 5 સેકન્ડમાં મોતને ભેટો

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ સિલિકોન વેલીના ટેક-બિલિયોનરે પોતાની જ આત્મહત્યા માટે 6.50 લાખ રૂપિયા ચૂકવ્યા છે. જેથી મોત બાદ તેના દિમાગને વર્ષોપર્યાંત સાચવી શકાય. આન્ત્રપ્રિન્યોર સેમ ઓલ્ટમેન નેક્ટોમની લિસ્ટમાં સામેલ એવા 25 વ્યક્તિઓમાંથી છે જેઓએ મોત માટે પૈસા ચૂકવીને રાખ્યા છે. નેક્ટોમ એક સ્ટાર્ટઅપ કંપની છે, જે વ્યક્તિના દિમાગને તેના મોત બાદ કોમ્પ્યુટરમાં સ્ટોર કરી આપવાનો દાવો કરે છે. પરંતુ આ પ્રક્રિયા હેઠળ માત્ર 32 વર્ષની ઉંમરના આ અબજોપતિએ ડોક્ટરની મદદથી ધીરે-ધીરે મોત તરફ આગળ વધવું પડશે. નેક્ટોમમાં ફિઝિકલ આસિસ્ટેડ સુસાઇડ એટલે કે, પ્રોફેશનલ ડોક્ટર્સની દેખરેખ હેઠળ આપવામાં આવતા મોતની પ્રક્રિયાને અનુસરવી પડે છે. નેક્ટોમની આ સુવિધાને હાલ યુએસમાં માત્ર 5 રાજ્યોમાં જ કાયદેસર બનાવવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે, ઓલ્ટમેન કંપનીએ જ ઉભી કરેલી Y Combinator (વાય કોમ્બિનેટર) જેવી અન્ય કંપનીઓએ જ નેક્ટોમને સ્ટાર્ટ અપ માટે ફંડ પુરૂં પાડ્યું હતું.

  - ટેક બિલિયોનર સેમ ઓલ્ટમેને 10,000 ડોલર (6.50 લાખ રૂપિયા) આપીને નેક્ટકોમની વેઇટિંગ લિસ્ટમાં પોતાની નોંધણી કરાવી છે.
  - 32 વર્ષીય ફાઉન્ડરને પોતાનું દિમાગ ઇન્ટરનેટ પર અપલોડ કરીને દુનિયાનું અસ્તિત્વ રહે ત્યાં સુધી જીવવા ઇચ્છે છે.
  - નેક્ટોમની પ્રોસેસ 100 ટકા ફેટલ હોય છે, જેને ફિઝિશિયન-આસિસ્ટેડ સુસાઇડ (ડોક્ટરની મદદથી કરવામાં આવતી આત્મહત્યા) તરીકે પણ ઓળખવામાં આવે છે.
  - આ પ્રકારની પ્રોસેસ માત્ર 5 રાજ્યોમાં જ કાયદેસર છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, શું છે નેક્ટોમ? કેવી રીતે કામ કરે છે આ કંપની? કેવી રીતે આપે છે વ્યક્તિને મોત...

  ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
 • Tech billionaire Sam Altman paid $10,000 to be put on Nectomes waiting list
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  US: ઇચ્છામૃત્યુનો પણ નવો ધંધો, 6 લાખ ચૂકવો 5 સેકન્ડમાં મોતને ભેટો

  કેવી રીતે કરવામાં આવે છે આત્મહત્યા? 


  - MIT ટેક્નોલોજી રિવ્યુ અનુસાર, આત્મહત્યાની આ પ્રોસેસ જેમાં દિમાગને ચોક્કસ રીતે દફનવિધિ થાય છે જેથી તેની નિશ્ચિત સમય બાદ તેની નકલ કોમ્પ્યુટરમાં ફીડ કરી શકાય. 
  - એક જીવિત કસ્ટમરને મશીન પર બેસાડવામાં આવે છે અને ત્યારબાદ તેને નેક્ટોમનું કેમિકલ ઇન્જેક્શન આપવામાં આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ પ્રોસેસ '100 ટકા જીવલેણ' છે. યૂઝર માત્ર 5થી વધુ સેકન્ડમાં જ મોતને ભેટે છે. 
  - નેક્ટોમના કો-ફાઉન્ડર રોબર્ટ મેકઇન્ટીયરના જણાવ્યા અનુસાર, 'યૂઝરનો એક્સપિરિયન્સ ફિઝિશિયન આસિસ્ટેડ આત્મહત્યા જેવો જ હશે.' 

   

  આગળની સ્લાઇડમાં જાણો, કંપનીએ પોતાની વેબસાઇટ પર કેવી જાહેરાત મુકી છે? 

 • Tech billionaire Sam Altman paid $10,000 to be put on Nectomes waiting list
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  'જો અમે કહીએ કે, તમારાં દિમાગને અમે મોત બાદ પણ સાચવીને રાખીશું તો?'

  કંપનીની વેબસાઇટમાં છે લલચામણી જાહેરાત


  - કંપનીની વેબસાઇટ પર આપેલા ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે કે, 'અમારું મિશન તમારાં દિમાગને સાચવવાનું છે, તેની તમામ યાદોને સંગ્રહ કરવાનું છેઃ તમારી ફેવરિટ બુકના ગ્રેટ ચેપ્ટરથી લઇને શિયાળાની ઠંડી હવાના અનુભવ સુધી, સફરજન ખાઇ રહ્યા હોવ અથવા તમારાં મિત્રો કે ફેમિલી સાથે કોઇ ડિનર કર્યુ હોય. તેવી તમામ યાદોને અહીં સંગ્રહિત કરી લેવામાં આવશે.'
  - 'અમારો વિશ્વાસ છે કે હાલના દાયકામાં તમારી માહિતીનું ડિજીટલાઇઝેશન કરવું શક્ય છે. જેનો તમે સભાનતાપૂર્વક ઉપયોગ કરી શકે છે. 
  - એટલું જ નહીં, કંપનીની પિક-અપ લાઇન પણ કંઇક આવું જ કહે છે, 'જો અમે કહીએ કે, તમારાં દિમાગને અમે મોત બાદ પણ સાચવીને રાખીશું તો?'

   

  આગળની સ્લાઇડમાં જાણો,  ઇન્જેક્શન કેવી રીતે કરે છે કામ?

 • Tech billionaire Sam Altman paid $10,000 to be put on Nectomes waiting list
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  યુએસના 50 સ્ટેટ્સમાંથી માત્ર 5 રાજ્યોમાં જ આ પ્રોસેસ લીગલ છે

  આ ઇન્જેક્શન કેવી રીતે કરે છે કામ? 


  - દિમાગને સાચવી રાખવા માટે તૈયાર કરવામાં આવેલું દ્રવ્ય શરીરને સ્થિર બનાવી છે, આ દ્રવ્યને શરીરમાં નાખ્યા બાદ શરીર સડતું નથી. મોત બાદ પણ આ લિક્વિડ તમારાં શરીરને હજારો વર્ષો સુધી જેમનું તેમ જ રાખી શકે છે. 
  - પરંતુ દિમાગને સાચવી રાખવાની પ્રોસેસમાં તમારું બ્રેઇન ફ્રેશ હોવું ખૂબ જ જરૂરી છે. 
  - નેક્ટોમ અનુસાર, આ પ્રક્રિયામાં એવા લોકોને જોડવાનો અમારો પ્રયાસ છે જેઓ જીવલેણ બીમારીથી પિડાતા હોય. આ પ્રક્રિયામાં તેમના હૃદય અને ફેફસાંને કાર્યરત રાખવા માટે તેમના ગળાની ધમનીઓમાં એક ફ્લૂઇડ નાખવામાં આવે છે, જેથી વ્યક્તિ જીવિત તો લાગે પણ એનેસ્થેસિયાની અસર હેઠળ. 
  - આ પ્રેક્ટિસને ક્વોલિફાઇડ ફિઝિશિયન-આસિસ્ટેડ સુસાઇડ તરીકે ઓળખવામાં આવે છે. જે યુએસના 50 સ્ટેટ્સમાંથી માત્ર 5 રાજ્યોમાં જ લીગલ છે. 
  - વળી, આ જેટલાં પણ રાજ્યોમાં કાયદેસર છે ત્યાં ક્લાયન્ટે એવા સર્ટિફિકેટ રજૂ કરવા જરૂરી છે કે, તેઓ જીવલેણ બીમારીથી પીડાય છે અને તેઓની પાસે હવે માત્ર 6 મહિના કે તેનાથી પણ ઓછો સમય બચ્યો છે. 
  - વ્યક્તિને જીવલેણ બીમારી છે તો તેઓની સર્વિસ કાયદેસર છે ઉપરાંત તેઓના કાયદેસરના નિયમોને સમજાવવા માટે પરિવાર સાથે વકીલની વાતચીત પણ કરાવે છે.

   

  આગળની સ્લાઇડમાં જાણો, સાયન્ટિસ્ટ્સમાં આ આઇડિયા બન્યો પોપ્યુલર 

 • Tech billionaire Sam Altman paid $10,000 to be put on Nectomes waiting list
  દિમાગને કોમ્પ્યુટરમાં સ્ટોર કરવાનો આઇડિયા સિલિકોન વેલીના સાયન્ટિસ્ટ્સમાં ખૂબ જ પોપ્યુલર બન્યો છે

  સિલિકોન વેલીમાં સાયન્ટિસ્ટ્સમાં આ આઇડિયા બન્યો પોપ્યુલર 


  - વ્યક્તિના દિમાગને કોમ્પ્યુટરમાં સ્ટોર કરવાનો આઇડિયા સિલિકોન વેલીના સાયન્ટિસ્ટ્સમાં ખૂબ જ પોપ્યુલર બન્યો છે. 
  - ફ્યૂચરોલોજિસ્ટ ડો. ઇઆન પિયર્સનના જણાવ્યા અનુસાર, આગામી 50 વર્ષોમાં વ્યક્તિનું દિમાગ સૂર્યનું ઇન્ટરવ્યુ લેવા માટે પણ સક્ષમ બની જશે. 
  - આ સિવાય સાયન્સના પુસ્તકોમાં ફ્યૂચર લિટરેચર વિશે અને ખાસ કરીને રૅ કૂર્ઝવેઇલના પુસ્તકમાં ઘણી માહિતી આપવામાં આવી છે. 
  - નેક્ટોકોમ ફેડરલ જાયન્ટ છે અને MIT ન્યૂરોસાયન્ટિસ્ટ્સ સાથે તેનું જોડાણ છે. આ પહેલાં નેક્ટોમને એક ડુક્કરના બ્રેઇનને સફળતાપૂર્વક સંગ્રહિત કરવા બદલ 51 હજારનું પ્રાઇઝ પણ મળ્યું છે. આ બ્રેઇનને એટલી ચોકસાઇપૂર્વક સંગ્રહ કરવામાં આવ્યું હતું કે, તેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી પણ જોઇ શકાય.

   

More From International News

Trending