Home » International News » America » Nikolas Cruz, a 19-year-old boy was nabbed by the Broward County Police

ફ્લોરિડા ફાયરિંગઃ આરોપીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ જોઈ પોલીસ પણ ચોંકી!

Divyabhaskar.com | Updated - Feb 15, 2018, 05:58 PM

23 જાન્યુઆરીઃ કેન્ટુકીમાં 15 વર્ષના સ્ટુડન્ટે તેના બે સાથીઓની હત્યા કરી હતી. USમાં 45 દિવસમાં સામૂહિક ગોળીબારની 18 ઘટના

 • Nikolas Cruz, a 19-year-old boy was nabbed by the Broward County Police
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ નિકોલસ ક્રૂજ, જેણે અમેરિકાની એક સ્કૂલમાં વેલેન્ટાઇન્સના દિવસે 17 વિદ્યાર્થીઓને ગોળી મારી દીધી. બ્રોવર્ડ કાઉન્ટી પોલીસે તેની એક કલાક બાદ ધરપકડ કરી લીધી છે. આટલી મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોને હત્યા કરી નાખવા પાછળ ક્રૂજની કઇ માનસિકતા કામ કરી ગઇ? શા માટે તેણે શાળા સંચાલકોની એક સજાને આટલા મોટાં હત્યાકાંડમાં રૂપાંતરિત કરી દીધી? જાણો, નિકોલસ ક્રૂજ વિશે આ વિશેષ માહિતી.

  2017માં ક્રૂજે સાથી વિદ્યાર્થીને ડરાવ્યો હતો


  - ક્રૂજ મૂળભૂત અશિસ્ત સ્ટુડન્ટ હતો. આ મુદ્દે જ તેને સ્કૂલમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, તેને શાળામાં બેગ લઇને આવવાની પણ મનાઇ હતી.
  - વર્ષ 2017માં તેણે એક સ્ટુડન્ટને એટલી હદે ડરાવી દીધો હતો કે, ઓથોરિટીએ તેને એ જ સમયે શાળા છોડી દેવાનો આદેશ કર્યો હતો.
  - શાળાનો જૂનો વિદ્યાર્થી હોવાના કારણે તેના માટે ફાયર એલાર્મ સેટ કરવાનું તદ્દન આસાન હતું. ફાયર એલાર્મ સેટ કર્યા બાદ સ્ટુડન્ટ્સ આગના ડરમાં અહીં-તહીં ભાગવા લાગ્યા. જેથી ક્રૂજ વધુમાં વધુ વિદ્યાર્થીઓને મોતને ઘાટ ઉતારી શકે.
  - ક્રૂજે 17 વિદ્યાર્થીઓને મારી નાખ્યા અને અનેક સ્ટુડન્ટ્સને ઘાયલ કર્યા. ક્રૂજ શાળાના દરેક ખૂણાથી પરિચિત હતો.
  - ઘટનાના એક કલાક બાદ તેની ધરપકડ થઇ ત્યારે તેની પાસેથી AR-15 સ્ટાઇલ રાઇફલ અને દારૂગોળાની માહિતીવાળી મેગેઝીન મળી આવી.

  ફાયર એલાર્મ સેટ કરી ટીચર્સને કરતો પરેશાન


  - ક્રૂજ અનેક વખત ફાયર એલાર્મ સેટ કરી દીધો જેના કારણે સ્ટુડન્ટ્સ અને ટીચર્સ પરેશાન થઇ જતા. તેને પાર્કલેન્ડ સ્કૂલમાંથી બરતરફ કરવાનું આ સૌથી મુખ્ય કારણ છે. એટલું જ નહીં, ક્રૂજ ફાયર ડ્રીલમાં એક્ટિવ હતો.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, ક્રૂજના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી શું રહસ્ય સામે આવ્યું...

 • Nikolas Cruz, a 19-year-old boy was nabbed by the Broward County Police
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  વિચિત્ર અને ડરામણાં છે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

   
  - ક્રૂજની ધરપકડ બાદ પોલીસે તેની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પર નજર કરી. આ એકાઉન્ટ્સ પરથી જાણવા મળશે કે 19 વર્ષીય નિકોલસ ક્રૂજ ગન્સ અને ચાકૂથી ખાસ્સો પ્રભાવિત હતો. 
  - તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ જોઇને તે ખૂબ જ ડિસ્ટર્બિંગ લાગશે. પોલીસ હાલમાં આ હુમલા પાછળના કારણો શોધવા માટે તેની સોશિયલ મીડિયા એક્ટિવિટીઝ પર નજર રાખી રહી છે. 
  - આ એકાઉન્ટ્સ જોતાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ક્રૂઝ આ હુમલાનું પ્લાનિંગ લાંબા સમયથી કરતો હતો. કારણ કે લાંબા સમયથી તે આ હુમલા અંતર્ગત કેટલાંક ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતો હતો. 
  - પોસ્ટ કરેલાં ફોટોગ્રાફ્સમાં અલ્લાહ, આઇએસઆઇએસ, ટેરરિસ્ટની માફક ચાકૂ સાથે પોઝ આપતા ક્રૂજે અનેક ફોટોગ્રાફ્સ પોસ્ટ કર્યા છે. 
  - ક્રૂજે એવા ઘણાં ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા છે જે તેની ક્રિમિનલ માનસિકતા તરફ નિર્દેશ કરે છે. 
  - ક્રૂજનું બીજું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ હતું, જે તેણે ડિલિટ કરી નાખેલું છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, 
  JROTCનો હિસ્સો હતો ક્રૂજ...

 • Nikolas Cruz, a 19-year-old boy was nabbed by the Broward County Police
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  USમાં 45 દિવસમાં સામૂહિક ગોળીબારની 18 ઘટના

  JROTCનો હિસ્સો હતો ક્રૂજ 


  - નિકોલસ ક્રૂજ જુનિયન રિઝર્વ ઓફિસર ટ્રેનિંગ કોર્પ્સ (JROTC)નો હિસ્સો હતો. આ એવું ગ્રુપ છે જેમાં યુએસ મિલિટરી સ્ટુડન્ટ્સ કોર્પ્સ માટે ફંડ આપે છે. 
  - આશ્ચર્યની વાત તો એ હતી જ્યારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની ટીશર્ટ પર JROTC લખેલું હતું. 
  - JROTCમાં ક્રૂજની સાથે ટ્રેનિંગ લઇ રહેલી જિલિયન ડેવિસે કહ્યું કે, તેણે હંમેશા નિકોલસને એક શાંત અને શરમાળ યુવક તરીકે જોયો છે. પરંતુ જ્યારે ગુસ્સે થાય ત્યારે તે કોઇ અલગ જ વ્યક્તિ બની જતો હતો. ટ્રેનિંગમાં તે સતત ગન્સ અને ચાકૂ વિશે વાતો કર્યા કરતો. પરંતુ કોઇ તેની વાતોને ગંભીરતાથી લેતું નહતું. 
  - ક્રૂજના બીજાં એક ક્લાસમેટે કહ્યું કે, તે સામાન્ય બાળકો જેવો હતો જ નહીં. અમે તેને 'સ્કૂલ શૂટર' કહીને ચીડવતા હતા. 
  - ક્રૂજે એક દિવસ તેની સાથે ભણતા વિદ્યાર્થીને કહ્યું હતું કે, તે ટાર્ગેટ પ્રેક્ટિસ માટે ઘરે પેલેટ્સ ગનનો ઉપયોગ કરે છે. 
  - વધુ એક સ્ટુડન્ટ ડેકોટા મત્ચલરે કહ્યું કે, તેણે ક્રૂજ સાથે છેલ્લાં એક વર્ષમાં ક્યારેય વાત નથી કરી. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, યુએસમાં થયેલી સામૂહિક ગોળીબારની અન્ય ઘટનાઓ વિશે... 

 • Nikolas Cruz, a 19-year-old boy was nabbed by the Broward County Police
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  - વર્ષ 2018માં અમેરિકાની સ્કૂલોમાં ગોળીબારની અનેક ઘટનાઓ સામે આવી છે. 

   

  -  એવરીટાઉન ફોન ગન સેફ્ટી અનુસાર, આ વર્ષે અત્યાર સુધી 13 રાજ્યોમાં સ્કૂલ ગોળીબારની ઘટના સામે આવી છે. 

 • Nikolas Cruz, a 19-year-old boy was nabbed by the Broward County Police

  - આ પહેલાં ટેક્સાસમાં એક ગોળીબારની ઘટના દરમિયાન 15 વર્ષની યુવતી જખમી થઇ ગઇ હતી. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ