ફ્લોરિડા શૂટિંગઃ સ્કૂલ બહાર હતો પોલીસ ઓફિસર, ફાયરિંગનો અવાજ સાંભળીને પણ ના કરી મદદ

ફ્લોરિડા હાઇસ્કૂલમાં 14 ફેબ્રુઆરીના રોજ ભૂતપૂર્વ સ્ટુડન્ટ નિકોલસ ક્રુજે ફાયરિંગ કર્યુ હતું, જેમાં 17 લોકોનાં મોત થયા હતા

divyabhaskar.com | Updated - Feb 23, 2018, 05:24 PM
14 ફેબ્રુઆરીના રોજ ફ્લોરિડા સ્કૂલમાં થયેલા શૂટિંગમાં 17 લોકોનાં મોત થયા હતા, જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા હતા.
14 ફેબ્રુઆરીના રોજ ફ્લોરિડા સ્કૂલમાં થયેલા શૂટિંગમાં 17 લોકોનાં મોત થયા હતા, જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા હતા.


ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફ્લોરિડા સ્કૂલ શૂટિંગ કેસમાં એક નવો ખુલાસો થયો છે. લોકલ શેરિફ (ઇન્સ્પેક્ટર) અનુસાર, ઘટનાના દિવસે સ્કૂલમાં પોલીસ ઓફિસર મોજૂદ હતો, પરંતુ ગોળીબાર શરૂ થયા બાદ તેણે બિલ્ડિંગની અંદર જઇને હુમલાખોરને અટકાવ્યો નહીં. ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે ફ્લોરિડા હાઇસ્કૂલ શૂટિંગની ઘટનામાં 17 સ્ટુડન્ટ્સ અને ટીચરના મોત થયા હતા. આ ઘટના અંગે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, આવા હુમલાઓને અટકાવવા માટે ટીચર્સના હાથમાં ગન આપી દેવી જોઇએ.

પોલીસ ઓફિસરની પાસે પણ હતી બંદૂક


- શેરિફ ઇઝરાયલે કહ્યું, ઓફિસર પીટરસન શૂટિંગ દરમિયાન કેમ્પસમાં જ મોજૂદ હતો. તે પોતાની યુનિફોર્મમાં હતો અને તેની પાસે બંદૂક પણ હતી. જેની પુષ્ટી વીડિયો ફૂટેજમાં થઇ છે. તેમ છતાં અંદાજિત 4 મિનિટ સુધી તે બિલ્ડિંગની અંદર નહતો ગયો. આ હુમલો અંદાજિત 6 મિનિટ સુધી ચાલ્યો હતો.
- શેરિફે કહ્યું કે, ઓફિસરે અંદર જઇને હુમલાખોરને મારી નાખવો જોઇતો હતો. ઇન્સ્પેક્ટરે કહ્યું કે, પીટરસને બિલ્ડિંગની અંદર નહીં જવાનું કોઇ કારણ જણાવ્યું નથી.
- વિવાદ વધ્યા બાદ પીટરસન તરફથી હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી આવી.


સ્કૂલ સિક્યોરિટી માટે હતો પીટરસન


- અમેરિકન સરકાર અનુસાર, સ્કૂલમાં બાળકોની સુરક્ષા અને બચાવ માટે સ્કૂલ રિસોર્સિસ ઓફિસર રાખવામાં આવે છે. આ એવા પોલીસ ઓફિસર હોય છે જેમની પાસે બંદૂકો પણ હોય છે.
- અમેરિકાની નેશનલ એસોસિએશન ઓફ સ્કૂલ રિસોર્સ ઓફિસર્સ અનુસાર, આખા દેશમાં અંદાજિત 14થી 20 હજાર એવા ઓફિસર્સ છે, જે સ્કૂલની સુરક્ષામાં લગાવવામાં આવે છે.

બાળકોની સુરક્ષામાં ક્યાં થઇ ચૂક?


- રિપોર્ટ્સ અનુસાર, સર્વિલેન્સ સિસ્ટમ પર નજર રાખનાર વ્યક્તિ પોલીસને અંદાજિત 20 મિનિટ આખી જાણકારી આપતો રહ્યો. જેના કારણે જ્યાં પોલીસ હુમલાખોરને શોધી રહી હતી, તે સ્થળે અને સમયે આરોપી ત્યાં હાજર નહતો.
- આ ઉપરાંત એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, 2016 અને 2017માં લોકલ ઓથોરિટીઝને નિકોલસ ક્રૂજની સ્થિતિ વિશે જણાવવામાં આવ્યું હતું. તેમાંથી એક જાણકારી એવી પણ હતી કે ક્રૂજ સ્કૂલ પર હુમલાની તૈયારી કરી રહ્યો હતો.

આગળની સ્લાઇડમાં જાણો, ગન કંટ્રોલ વિશે ટ્રમ્પે શું કહ્યું...

વ્હાઇટ હાઉસમાં રાખવામાં આવેલી એક ઇવેન્ટમાં ટ્રમ્પે આવા હુમલા રોકવા માટે સુચનો માંગ્યા હતા. એક વ્યક્તિએ ટીચર્સને બંદૂક આપવાના પ્રસ્તાવ પર ટ્રમ્પે તેની   સંભાવના વ્યક્ત કરી હતી.
વ્હાઇટ હાઉસમાં રાખવામાં આવેલી એક ઇવેન્ટમાં ટ્રમ્પે આવા હુમલા રોકવા માટે સુચનો માંગ્યા હતા. એક વ્યક્તિએ ટીચર્સને બંદૂક આપવાના પ્રસ્તાવ પર ટ્રમ્પે તેની સંભાવના વ્યક્ત કરી હતી.

ગન કંટ્રોલ પર ટ્રમ્પનું સ્ટેન્ડ 

 

- ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, દેશમાં અસોલ્ટ રાઇફલ્સ 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોથી દૂર રાખવામાં આવે. 
- ટ્રમ્પે તમામ સ્કૂલમાં સિક્યોરિટી ગાર્ડ્સને ગન રાખવાની વાત કહી. ટ્રમ્પે કહ્યું કે, બાળકોના જીવની સુરક્ષાથી વધુ અમારાં માટે કંઇ મહત્વનું નથી. આ પ્રસ્તાવને નેશનલ રાઇફલ એસોસિએશન અને કોંગ્રેસ પણ માનશે. 

X
14 ફેબ્રુઆરીના રોજ ફ્લોરિડા સ્કૂલમાં થયેલા શૂટિંગમાં 17 લોકોનાં મોત થયા હતા, જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા હતા.14 ફેબ્રુઆરીના રોજ ફ્લોરિડા સ્કૂલમાં થયેલા શૂટિંગમાં 17 લોકોનાં મોત થયા હતા, જ્યારે કેટલાંક લોકો ઘાયલ થયા હતા.
વ્હાઇટ હાઉસમાં રાખવામાં આવેલી એક ઇવેન્ટમાં ટ્રમ્પે આવા હુમલા રોકવા માટે સુચનો માંગ્યા હતા. એક વ્યક્તિએ ટીચર્સને બંદૂક આપવાના પ્રસ્તાવ પર ટ્રમ્પે તેની   સંભાવના વ્યક્ત કરી હતી.વ્હાઇટ હાઉસમાં રાખવામાં આવેલી એક ઇવેન્ટમાં ટ્રમ્પે આવા હુમલા રોકવા માટે સુચનો માંગ્યા હતા. એક વ્યક્તિએ ટીચર્સને બંદૂક આપવાના પ્રસ્તાવ પર ટ્રમ્પે તેની સંભાવના વ્યક્ત કરી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App