1

Divya Bhaskar

Home » International News » America » Father sentenced 60 years of imprisonment trying to sell minor daughter in US

US: 4 વર્ષની દીકરી સાથે સંબંધ બનાવવા માટે પિતાએ આપી એડ, કોર્ટે સંભળાવી 60 વર્ષની સજા

Divyabhaskar.com | Last Modified - Mar 25, 2018, 03:49 PM IST

પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ડ્ર્યુ જેમ્સ નામના વ્યક્તિએ પોતાની ચાર વર્ષની બાળકી સાથે સેક્સ માટે જાહેરાત આપી હતી

  • Father sentenced 60 years of imprisonment trying to sell minor daughter in US
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ક્રેગ્સલિસ્ટમાં એન્ડ્ર્યુ જેમ્સે પોતાની ચાર વર્ષની બાળકી સાથે સેક્સ માટે જાહેરાત આપી હતી. (પ્રતીકાત્મક તસવીર)

    ટેક્સાસ: અમેરિકાની ટેક્સાસ કોર્ટે એક પિતાને 60 વર્ષની જેલની સજા સંભળાવી છે. કોર્ટે આરોપીને પોતાની 4 વર્ષની દીકરી સાથે સંબંધ બનાવવા માટે એડ આપવા પર આ ફેંસલો સંભળાવ્યો છે. પોલીસે આરોપી એન્ડ્ર્યુ જેમ્સની નવેમ્બર 2015માં ધરપકડ કરી હતી.

    75 વર્ષની ઉંમર પહેલા નહીં મળે પેરોલ

    - પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ડ્ર્યુ જેમ્સ નામના વ્યક્તિએ પોતાની ચાર વર્ષની બાળકી સાથે સેક્સ માટે જાહેરાત આપી હતી. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી.

    - પોલીસ ઓફિસરે જણાવ્યું કે આરોપીને શુક્રવારે ટેક્સાસમાં હેરિસ કાઉન્ટીની કોર્ટે 18 વર્ષથી ઓછી ઉંમરની બાળકીની ચોરી અને તેને સેક્સ માટે મજબૂર કરવાના આરોપમાં દોષી ઠેરવ્યો.
    - આરોપીને 60 વર્ષની સજા સંભળાવવામાં આવી. કોર્ટની સજા પછી આરોપી 75 વર્ષની ઉંમર પહેલા પેરોલ પર ન છૂટી શકે.

    'પ્લે વિથ ડેડીઝ લિટલ ગર્લ' નામથી આપવામાં આવી હતી જાહેરાત

    - પોલીસના જણાવ્યા પ્રમાણે, 30 વર્ષના આરોપીએ 'પ્લે વિથ ડેડીઝ લિટલ ગર્લ' નામથી જાહેરાત આપી હતી.

    - એન્ડ્ર્યુએ પોતાની દીકરીની ઉંમર 10 વર્ષથી ઓછી જણાવી હતી. તેણે લખ્યું હતું કે તે પહેલા પોતાની દીકરીને ઊંઘની દવા આપી દેશે. ત્યારબાદ તેની સાથે બે કલાક રહેવા માટે 1000 ડોલર લેશે.

    પોલીસે કસ્ટમર બનીને જાળ બિછાવી

    - મામલાની જાણકારી મળ્યા બાદ હ્યુસ્ટન પોલીસે પોતે ગ્રાહક બનીને એન્ડ્ર્યુ સાથે વાત કરી. તે તૈયાર થઇ ગયો. જ્યારે એક પોલીસ ઓફિસર ત્યાં ગયો તો તેણે જોયું કે બાળકી ધાબળામાં નિર્વસ્ત્ર હાલતમાં સૂઇ રહી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલ મોકલી દીધો હતો.

    - આરોપીએ 70થી વધુ ગ્રાહકો સાથે વાત કરી રાખી હતી. ઓફિસરના જણાવ્યા પ્રમાણે, બાળકીની માને આ વાતની જાણકારી ન હતી.

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • Father sentenced 60 years of imprisonment trying to sell minor daughter in US
    શુક્રવારે ટેક્સાસમાં હેરિસ કાઉન્ટિની કોર્ટે બાળકીની ચોરી અને તેને સેક્સ માટે મજબૂર કરવાના આરોપમાં દોષી ઠેરવ્યો.

More From International News

Trending