Home » International News » America » Facebook, meanwhile, announced that Cambridge Analytica has been suspended from the platform

ડેટા લીક મામલે ફેસબુકને ઝટકો, એક જ દિવસમાં 395 અબજનું નુકસાન

Divyabhaskar.com | Updated - Mar 20, 2018, 11:08 AM

સબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગને એક જ દિવસમાં 6.06 અબજ ડોલરનું નુકસાન થયું છે

 • Facebook, meanwhile, announced that Cambridge Analytica has been suspended from the platform
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  આ સમાચાર બહાર આવ્યા બાદ અમેરિકા અને યુરોપિયન સાંસદોએ ફેસબુક ઇંક પાસે જવાબ માંગ્યો છે. (ફાઇલ)

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુકમાં ડેટા લીક મામલે આખું વિશ્વ પરેશાન છે. કરોડો યુઝર્સના ડેટા લીક થવાના મામલે ફેસબુકને પણ ઝટકો લાગ્યો છે. સોમવારે આ સમાચાર બાદ અમેરિકન સોશિયલ મીડિયાના શૅર્સ અંદાજિત 7 ટકા તૂટી ગયા છે અને કંપનીની માર્કેટ વેલ્યુમાં અંદાજિત 35 અબજ ડોલર સુધીનો ઘટાડો થયો છે.

  શું છે મામલો?


  - અમેરિકામાં પ્રેસિડન્ટ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનાર એક ફર્મ કેમ્બ્રિજ એનાલિટીકા પર અંદાજિત 5 કરોડ ફેસબુક યુઝર્સની પ્રાઇવેટ ઇન્ફોર્મેશન ચોરી કરવાના આરોપ લાગ્યા છે.
  - આ જાણકારીને ચૂંટણી દરમિયાન ઉપયોગ કરવામાં આવી છે.
  - આ સમાચાર બહાર આવ્યા બાદ અમેરિકા અને યુરોપિયન સાંસદોએ ફેસબુક ઇંક પાસે જવાબ માંગ્યો છે. તેઓ જાણવા ઇચ્છે છે કે, બ્રિટનની કેમ્બ્રિજ એનાલિટિકાએ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રેસિડન્ટ પદની ચૂંટણી જીતવામાં કેવી રીતે મદદ કરી? તેની અસર કંપનીના સ્ટોક પર જોવા મળી.


  ફેસબુકના શૅર્સ 7 ટકા તૂટ્યા


  - સોમવારે અમેરિકન સ્ટોક માર્કેટ ખૂલવાની સાથે જ ડાઉજોન્સ પર ફેસબુકના શૅર્સ અંદાજિત 5.2 ટકા ઘટીને 175 ડોલર પર આવી ગયા. આ ઘટાડો બાદમાં વધીને 6 ટકાથી વધારે થઇ ગયો.
  - 12 જાન્યુઆરી બાદ સ્ટોકમાં સૌથી મોટો ઇન્ટ્રા ડે ઘટાડો છે. આનાથી કંપનીનો માર્કેટ કેપ અંદાજિત 32 અબજ ડોલરના ઘટાડા સાથે 500 અબજ ડોલર રહી ગયો છે.
  - શેર્સની કિંમત ઘટવાના કારણે ફેસબુક સીઇઓ માર્ક ઝૂકરબર્ગને એક જ દિવસમાં 6.06 અબજ ડોલર (અંદાજિત 395 અબજ રૂપિયા)નું નુકસાન થયું છે.
  - ફેસબુક પહેલેથી જ એ જણાવી ચૂક્યુ છે કે, વર્ષ 2016માં અમેરિકામાં પ્રેસિડન્ટ ચૂંટણી પહેલાં તેઓના પ્લેટફોર્મનો પ્રસાર-પ્રચાર કરનારા રશિયન લોકોએ કેવી રીતે ઉપયોગ કર્યો હતો, પરંતુ આનાથી માર્ક ઝૂકરબર્ગ ક્યારેય સવાલોના ઘેરામાં આવ્યા નહતા.
  - આ મામલે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સના કડક રેગ્યુલેશનનું પણ દબાણ બની શકે છે. બ્રિટનના એક સાંસદે સોમવારે કહ્યું હતું કે, દેશની પ્રાઇવસી વોચડોગને વધુ તાકાત મળવી જોઇએ.


  ટ્રમ્પ કેમ્પેઇનમાં મહત્વનો રોલ નિભાવતી કંપનીનું આવ્યું નામ


  - બીબીસીના રિપોર્ટ અનુસાર, ફેસબુકના ડેપ્યુટી લીગલ એડવાઇઝર પૉલ ગ્રેવાલે પોતાના બ્લોગમાં કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થવા સુધી કેમ્બ્રિજ એનાલિટિકલનું સસ્પેનશન યથાવત રહેશે.
  - આ ફર્મે ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેઇનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેઓએ કહ્યું કે, જરૂર પડ્યે કાયદાકીય પગલાંઓ પણ ઉઠાવવામાં આવશે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, કેમ્બ્રિજના પ્રોફેસર પર લાગ્યો ડેટા વેચવાનો આરોપ...

 • Facebook, meanwhile, announced that Cambridge Analytica has been suspended from the platform
  કંપનીની માર્કેટ વેલ્યુમાં અંદાજિત 35 અબજ ડોલર સુધીનો ઘટાડો થયો છે. (ફાઇલ)

  ડેટા વેચવાનો લાગ્યો છે આરોપ

   
  - રિપોર્ટ અનુસાર, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર એલેક્ઝાન્ડર કોગેને વર્ષ 2015માં એક પર્સનાલિટી એપ તૈયાર કરી હતી અને તેનો ઉપયોગ ચૂંટણીને લઇને વોટર્સની તરફેણ અને પસંદ-નાપસંદ વિશે ઘણી માહિતી એકઠી કરવામાં આવી હતી. 
  - તેઓએ બાદમાં ડેટાને કેમ્બ્રિજ એનાલિટિકલ અને તેની મુખ્ય કંપની સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ સહિત ત્રીજી પાર્ટીને વેચી દીધી. 
   

  એપના સહારે થયો ખેલ 


  - ગ્રેવાલે કહ્યું કે, અમને જાણકારી મળી હતી કે, પ્રોફેસર કોગને વર્ષ 2013માં યોરડિજીટલલાઇફ નામની એપ્લિકેશન તૈયાર કરી હતી અને અંદાજિત 2.70 લાખ લોકો સુધી તેને પહોંચાડી હતી. 
  - લોકોએ ચૂંટણી સાથે સંબંધિત અલગ અલગ મુદ્દે સલાહ આપી હતી અને અન્ય લોકોના કોન્ટ્રાક્ટ સોર્સ અને એડ્રેસ જાહેર કર્યા હતા. 
  - પ્રોફેસર કોગને ડેટા ડિલીટ કર્યા નહીં અને તેને વેચી દીધા. જે ફેસબુકની નીતિઓના વિરૂદ્ધ છે. 


  કાયદાકીય કાર્યવાહી થવાની શક્યતાઓ 


  - તેઓએ કહ્યું, ફેસબુકે આ સમાચાર સામે આવ્યા બાદ તાત્કાલિક ડેટાને ડિલીટ કરવાનું કહ્યું હતું. પરંતુ ડિલીટ કરવાનો ભરોસો આપ્યા છતાં ડેટા વેચી દેવામાં આવ્યા, જે ટ્રમ્પની જીતમાં મદદરૂપ સાબિત થયા. 
  - ગ્રેવાલે કહ્યું કે, કંપનીની વિરૂદ્ધ કાયદાકીય પગલાં ઉઠાવવામાં આવશે. આ મામલે કેમ્બ્રિજ યુનિવર્સિટીની હાલ કોઇ ટિપ્પણી સામે આવી નથી. 

   

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ