ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » International News » America» End of 3 days shutdown in US Democrates and republicans agree for bill

    અમેરિકામાં શટડાઉન ખતમ, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સમાં બિલ માટે સંમતિ

    divyabhaskar.com | Last Modified - Jan 23, 2018, 05:16 PM IST

    20 જાન્યુઆરીના રોજ અમેરિકન સંસદમાં શોર્ટ ટર્મ સ્પેન્ડિંગ બિલ (સરકારી ખર્ચાનું બિલ)ને લઇને સેનેટમાં સંમતિ સધાઇ ન હતી
    • ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સમાં સંમતિ પછી ટ્રમ્પે મંગળવારે શોર્ટ ટર્મ સ્પેન્ડિંગ બિલ સાઇન કર્યું.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સમાં સંમતિ પછી ટ્રમ્પે મંગળવારે શોર્ટ ટર્મ સ્પેન્ડિંગ બિલ સાઇન કર્યું.

      વોશિંગ્ટન: અમેરિકામાં 3 દિવસ સુધી ચાલેલું શટડાઉન (હડતાલ) મંગળવારે ખતમ થઇ ગયું. રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સ વચ્ચે થયેલા સમાધાન પછી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સરકાર માટે એક શોર્ટ ટર્મ ફંડિંગ બિલ સાઇન કર્યું. તેની સાથે જ મંગળવારથી તમામ સરકારી સર્વિસીઝ ફરીથી શરૂ થઇ જશે. ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરીના રોજ અમેરિકન સંસદમાં આ જ શોર્ટ ટર્મ સ્પેન્ડિંગ બિલ (સરકારી ખર્ચાનું બિલ)ને લઇને સેનેટમાં સંમતિ સધાઇ ન હતી. જે પછી ટ્રમ્પ સરકાર ઓફિશિયલી શટડાઉન પર જતી રહી હતી. તેના કારણે ઘણા ફેડરલ કર્મચારીઓ શનિવારથી જ પગાર વગર રહેવા માટે મજબૂર હતા.

      મોટા માર્જિનથી પાસ થયું બિલ

      - જોકે, મંગળવારે રિપબ્લિકન્સ અને ડેમોક્રેટ્સની મીટિંગ પછી સેનેટ અને હાઉસ બંનેમાં બિલ મોટા માર્જિનથી પાસ થઇ ગયું. જણાવવામાં આવી રહ્યું છે કે સરકારે ડેમોક્રેટ્સને અમેરિકામાં રહેતા લાખો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના ભવિષ્યને સુરક્ષિત કરવાની વાત કરી છે.

      - સ્પેન્ડિંગ બિલને સેનેટ 81-18 અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં 266-150ના માર્જિનથી પાસ કરવામાં આવ્યું.

      ટ્રમ્પે જાહેર કર્યું સ્ટેટમેન્ટ

      - ટ્રમ્પે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું, "હું ખુશ છું કે કોંગ્રેસમાં બેઠેલા ડેમોક્રેટ્સ હોશમાં આવ્યા અને દેશની મિલિટ્રી, બોર્ડર પેટ્રોલ અને પોતાના બાળકોના ઇન્શ્યોરન્સને ફંડ કરવા માટે તૈયાર થયા."

      - ટ્રમ્પે કહ્યું કે તે ઇમિગ્રેશન પર લોંગ ટર્મ ડીલ ત્યારે જ કરશે જો તે દેશ માટે સારી હશે. સરકારનું ફંડિંગ શરૂ થયા પછી ટ્રમ્પે આ સમસ્યાને ખતમ કરવાની પણ વાત કરી.

      નહીં બદલાય સરકારનું વલણ

      - વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સના જણાવ્યા પ્રમાણે, ડેમોક્રેટ્સને એ અહેસાસ થઇ ગયો હતો કે તેમણે જે સ્ટેન્ડ લીધું તે કેટલું ખોટું હતું. આની સાથે જ તેમને એ પણ ખબર છે કે મિલિટ્રી, બોર્ડર પેટ્રોલ અને બાળકોના ઇન્શ્યોરન્સ માટે ફંડિંગ કેટલું જરૂરી છે.

      - સેન્ડર્સે કહ્યું, "જો લોકો દેશની બોર્ડર સુરક્ષિત નથી ઇચ્છતા, જો તેઓ માઇગ્રેશન અને વીઝા લોટરી સિસ્ટમની મુશ્કેલીઓને ખતમ કરવા નથી માંગતા, તો આ એક બહુ મોટી સમસ્યા છે અને આવી ઘટના ભવિષ્યમાં પણ થઇ શકે છે. આ મામલાઓમાં ટ્રમ્પ સરકારનું વલણ નહીં બદલાય."

      પહેલા કેમ નહોતું પાસ થયું બિલ?

      - સેનેટમાં બિલના સમર્થનમાં 50 વોટ્સ પડ્યા. વિપક્ષમાં 48 વોટ પડ્યા. જ્યારે બિલ પાસ થવા માટે 60 વોટોની જરૂર હતી. આ પહેલા પ્રતિનિધિ સભામાં આ બિલ સરળતાથી પસાર થઇ ગયું હતું, પણ સેનેટમાં રિપબ્લિકનની બહુમત છતાં બિલ પાસ ન થઇ શક્યું. રિપબ્લિકન અને ડેમોક્રેટના 5-5 સેનેટર બિલના વિરોધમાં હતા. રાતે 12 વાગી જવાને કારણે પણ આગળની ચર્ચા ન થઇ શકી.

      કેમ બિલનો વિરોધ કરી રહ્યા હતા ડેમોક્રેટ્સ?

      - ડેમોક્રેટ્સનો આરોપ હતો કે ટ્રમ્પ સરકાર (રિપબ્લિકન્સ) ગેરકાયગદે ઇમિગ્રન્ટ્સને લઇને ઘણી અલગ-અલગ પોલિસીઓ બનાવી રહી છે. આ જ પોલિસીઓના વિરોધમાં ડેમોક્રેટ્સે સરકારના શોર્ટ ટર્મ સ્પેન્ડિંગ બિલને રદ્દ કરી દીધું હતું.

      - ડેમોક્રેટ્સની માંગ હતી કે 7 લાખ 'ડ્રીમર્સ'ને દેશમાંથી ન કાઢવામાં આવે અને તેમનું ભવિષ્ય સુરક્ષિત કરવામાં આવે. જોકે, ટ્રમ્પ તેમની માંગોને માનવા માટે તૈયાર ન હતા.

      શું છે ડ્રીમર્સ?

      'ડિફર્ડ એક્શન ફોર ચિલ્ડ્રન અરાઇવલ' (ડીએસીએ) યોજનાને 'ડ્રીમર્સ' પણ કહે છે. તેને 2012માં ઓબામાએ શરૂ કરી હતી. તેમાં અમેરિકા પહોંચેલા બાળકોને અસ્થાયી રીતે રહેવા, ભણવા, વાંચવા અને કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

      આ વિભાગો પર પડી હતી બંધની અસર

      - હાઉસીંગ, પર્યાવરણ, એજ્યુકેશન અને કોમર્સ વગેરે વિભાગોની રજા જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત, ટ્રેઝરી, ડિફેન્સ, ટ્રાન્સપોર્ટ, સ્વાસ્થ્ય વિભાગોમાંથી અડધાથી વધુ કર્મચારીઓએ ઘરે બેસવું પડ્યું હતું.

      પહેલા ક્યારે થયું હતું શટડાઉન?

      - આ પહેલા ઓક્ટોબર, 2013માં 16 દિવસની હડતાલ થઇ હતી.

      - જાન્યુઆરી, 1996માં 21 દિવસનું શટડાઉન થયું હતું.
      - જોકે, અમેરિકન ઇતિહાસમાં આ પહેલો પ્રસંગ છે જ્યારે કોંગ્રેસના બંને ગૃહો અને વ્હાઇટ હાઉસમાં એક પાર્ટી ઓક્યુપાઇડ છે.

    • 3 દિવસથી શટડાઉન (હડતાલ) પર હતી અમેરિકન સરકાર.
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      3 દિવસથી શટડાઉન (હડતાલ) પર હતી અમેરિકન સરકાર.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: End of 3 days shutdown in US Democrates and republicans agree for bill
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From International news

    Trending

    Top
    `