ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટકેલાં માઇકલ વાવાઝોડાંમાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થયા છે અને અનેક મકાનો, સડકો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. મેક્સિકો કોસ્ટમાં આ વાવાઝોડાંના કારણે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ઉખડી ગયા છે. જે સમયે માઇકલ ત્રાટક્યું, ત્યારે તે કેટેગરી-4માં હતું. જે બાદમાં કેટેગરી-1માં ફેરવાઇ ગયું હતું.
સડકો પર કાટમાળ વિખેરાયેલો હતો
- ફ્લોરિડાના અધિકારીઓએ કહ્યું કે, માઇકલના કારણે 250 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. કાઉન્ટીના નોર્થ પેનહેન્ડલ વિસ્તારમાં અંદાજિત એક દાયકામાં આવેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું છે.
- સ્થાનિક સમયાનુસાર રાત્રે આઠ વાગ્યે 'માઇકલ' કમજોર થઇને કેટેગરી-1માં ફેરવાઇ ગયું છે અને આ દરમિયાન 90 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
- મેક્સિકોની સામે આવેલી તસવીરો અને વીડિયોમાં તબાહીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જ્યાં પાણીથી ભરેલી સડકો પર ઘર તરતા અને કેટલાંક ઘરો પાયમાંથી જ ઉખડી ગયા હતા. જ્યારે કેટલીક મકાનોની છત ઉખડી ગઇ હતી. સડકો પર કાટમાળનો ઢગ તરતો જોવા મળ્યો.
14 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, અત્યાર સુધી 7નાં મોત
- માઇકલ વાવાઝોડાંના કારણે ફ્લોરિડામાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થયા છે. જેમાં 11 વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.
- માઇકલના કારણે દરિયામાં 14 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જેના કારણે દરિયાકાંઠાના મકાનોમાં પાણી ભરાઇ ગયા હતા.
- ફ્લોરિડા ઓથોરિટી અનુસાર, વાવાઝોડાંમાં 3,500 લોકોનાં 1,000 મકાનો ધરમૂળથી પડી ભાંગ્યા છે.
280 લોકો ગુમ
- માઇકલ સૌથી પહેલાં મેક્સિકો બીચ પર ત્રાટક્યું હતું. જેના કારણે ટૂરિસ્ટ ટાઉન પેનહેન્ડલમાં સૌથી વધુ નુકસાન થયું છે. વાવાઝોડાંમાં રસ્તાઓ ખરાબ થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા હતા અને બીચફ્રન્ટ પર આવેલી તમામ બિલ્ડિંગ્સના કાટમાળ પાણીમાં તરતા જોવા મળ્યા હતા.
- ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, અલ્બામા, જ્યોર્જિયા અને ફ્લોરિડામાં અંદાજિત 1.4 લાખ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો છે.
- મેક્સિકો ઓથોરિટી અનુસાર, મેક્સિકો બીચ પર જે 280 લોકોએ વાવાઝોડાંની ચેતવણીને ગંભીરતાથી લીધી નહતી તે તમામ લોકો ગુમ છે.
રેસ્ક્યૂ ઓપરેશન બન્યું મુશ્કેલ
- મેક્સિકો અને ફ્લોરિડામાં તારાજી સર્જ્યા બાદ હવે માઇકલ યુએસ ગલ્ફ કોસ્ટ તરફ આગળ વધી રહ્યું છે. ઇમરજન્સી ક્રૂએ આજથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે.
- જો કે, વીજળી ઠપ, બ્લોકેજ રોડના કારણે રેસ્ક્યૂ ઓપરેશન વધુ મુશ્કેલ બની રહ્યું છે.
- પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, ફ્લોરિડા હાઇવે પેટ્રોલ ટ્રૂપર્સ આજે પેનહેન્ડલ પહોંચી જશે. જેથી વાવાઝોડાંથી પ્રભાવિત વિસ્તારોને પુરતી મદદ પહોંચાડી શકાય.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, વાવાઝોડાં બાદની વધુ તસવીરો...