ફેસબુક ઈન્વેસ્ટર્સના ડૂબ્યાં 1.23 લાખ કરોડ, સ્ટોકમાં 2.66%નો કડાકો

ફેસબુકના સ્ટોકમાં ગુરૂવારે પણ 2.66 ટકાનો કડાકો જોવા મળ્યો છે. માર્કેટ કેપમાં લગભગ 1.23 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો.

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 11:51 AM
Faceboook investors lost 1.23 lacs crore in stock market

કરોડો યુઝર્સના ડેટા લીક થવાની વાત સામે આવ્યાં બાદ ફેસબુક અને તેના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની સતત નિંદા થતી જોવા મળી રહી છે. તો નેટવર્થની દ્રષ્ટીએ પણ ફેસબુકને મસમોટા ઝટકા લાગી રહ્યાં છે. કંપનીના સ્ટોકમાં ગુરૂવારે પણ 2.66 ટકાનો કડાકો જોવા મળ્યો છે. જેના કારણે ફેસબુકના માર્કેટ કેપમાં લગભગ 1.23 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

વોશિંગ્ટન/નવી દિલ્હીઃ કરોડો યુઝર્સના ડેટા લીક થવાની વાત સામે આવ્યાં બાદ ફેસબુક અને તેના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગની સતત નિંદા થતી જોવા મળી રહી છે. તો નેટવર્થની દ્રષ્ટિએ પણ ફેસબુકને મસમોટા ઝટકા લાગી રહ્યાં છે. કંપનીના સ્ટોકમાં ગુરૂવારે પણ 2.66 ટકાનો કડાકો જોવા મળ્યો છે. જેના કારણે ફેસબુકના માર્કેટ કેપમાં લગભગ 1.23 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ મામલે અમેરિકા અને અનેક યુરોપિય દેશની સરકારોએ પણ સવાલ ઉઠાવ્યાં છે. જોકે ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગે ડેટા લીક મામલે સાર્વજનિક રીતે માફી પણ માગી લીધી છે.

અમેરિકા અને યુરોપિય અધિકારીઓએ ઉઠાવ્યાં હતા સવાલ


- ન્યૂયોર્ક ટાઈમ્સ અને લંડનના ઓબ્ઝર્વર મુજબ, 2016માં અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની મદદ કરનારી એક ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકલ પર લગભગ 5 કરોડ ફેસબુક યુઝર્સની અંગત જાણકારી ચોરવાનો આરોપ છે.
- આ જાણકારી ચૂંટણી દરમિયાન ઉપયોગમાં લેવામાં આવી હતી.
આ સમાચાર બાદ અમેરિકા અને યુરોપના અધિકારીઓએ પણ ફેસબુક પાસે જવાબ માગ્યો હતો. જેની સારી એવી કંપનીના સ્ટોક પર જોવા મળી.

આગળ વાંચો છેલ્લાં 5 દિવસમાં ફેસબુકને કેટલું થયું નુકસાન?

Faceboook investors lost 1.23 lacs crore in stock market

ફેસબુકનો શેર 2.66% તૂટ્યો


- ગુરૂવારે અમેરિકી સ્ટોક માર્કેટ ખુલતાં જ ડાઉજોન્સમાં ફેસબુકના શેરમાં જબરજસ્ત કડાકો નોંધાયો હતો. 
- ગુરૂવારે માર્કેટ સેશન દરમિયાન કંપનીનો સ્ટોક 2.66 ટકા ઘટીને 164.89 ડોલર પર આવી ગયો હતો. 
- છેલ્લાં 5 દિવસમાં કંપનીના શેર્સમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. અને છેલ્લાં 5 દિવસમાં ફેસબુકના શેર્સની કિંમત 184.89 ડોલરથી ઘટનીને 164.89 ડોલર સુધી પહોંચી ગઈ છે.
- શેરની કિંમતમાં કડાડાને પગલે ફેસબુકના ફાઉન્ડર અને CEO માર્ક ઝુકરબર્ગની પર્સનલ વેલ્થ પર પણ અસર પડી છે.

 

આગળ વાંચો ઝુકરબર્ગને કેટલું નુકસાન થયું?

Faceboook investors lost 1.23 lacs crore in stock market

8 અબજ ડોલરનું નુકસાન


- ડેટા લીક વિવાદના એક ઝટકાએ ઝુકરબર્ગને ફર્શ પર લાવી દીધો છે. પૂરો વિવાદ સામે આવ્યાં બાદ માર્કેટ કેપની સાથે ઝુકરબર્ગની નેટવર્થમાં ભારે કડાકો જોવા મળ્યો છે. 
- બ્લૂમબર્ગ બિઝલેનિયર ઈન્ડેક્સ પર નજર નાંખીએ તો આ સપ્તાહે ઝુકરબર્ગની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો છે. 
- સપ્તાહના પહેલાં દિવસ એટલે કે સોમવારે ઝુકરબર્ગની નેટવર્થ 75.3 અબજ ડોલર હતી, જે હવે ઘટીને 67.3 અબજ ડોલર થઈ ગઈ છે. 
- માત્ર 5 જ દિવસમાં ઝુકરબર્ગની સંપત્તિમાં 8 અબજ ડોલર (52 હજાર કરોડ રૂપિયા) ઘટ્યાં છે. એટલે કે એક દિવસમાં તેની સંપત્તિ 1.6 અબજ ડોલર કે 10 હજાર કરોડ રૂપિયા ઓછી થઈ. 

 

આગળ વાંચો ફેસબુકની સંપત્તિમાં કેટલો ઘટાડો?

Faceboook investors lost 1.23 lacs crore in stock market

ફેસબુકના ડૂબ્યાં 3.8 લાખ કરોડ


- વિવાદને કારણે જ્યાં ઝુકરબર્ગને 52 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તો ફેસબુકને લગભગ 3.8 લાખ કરોડ રૂપિયાનો ચુનો લાગ્યો છે.
- સપ્તાહની શરૂઆતમાં ફેસબુકની માર્કેટ વેલ્યૂ જ્યાં 34,93,295 કરોડ રૂપિયા હતી, ત્યાં તે શુક્રવારે ઘટીને 31,13,565 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. 
- આ હિસાબથી જોઈએ તો કંપનીની માર્કેટ કેપમાં લગભગ 3.8 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. 

 

આગળ વાંચો સોમવારે ફેસબુકના કેટલાં ટકા શેર્સ તૂટ્યાં હતા?

 

 

Faceboook investors lost 1.23 lacs crore in stock market

સોમવારે 6 ટકા શેર તૂટ્યો હતો


- સોમવારે અમેરિકી સ્ટોક માર્કેટ ખુલતાં જ ડાઉજોન્સ પર ફેસબુકના શેર્સ લગભગ 5.2 ટકા ઘટીને 175 ડોલર પર આવી ગયા હતા.
- આ ઘટાડો બાદમાં વધીને 6 ટકાથી વધુ થઈ ગયો. આ ઘટાડો 12 જાન્યુઆરી બાદ સ્ટોકમાં સૌથી મોટો ઈન્ટ્રા ડે કડાકો હતો. 
- આ ઘટાડાને પગલે કંપનીની માર્કેટ કેપ લગભગ 32 અબજ ડોલરથી ઘટીને 500 અબજ ડોલર થઈ ગઈ હતી. 
- ફોર્બ્સ મેગેઝીન મુજબ રિયલ ટાઈમ બિલેનિયર ઈન્ડેક્સ મુજબ ઝુકરબર્ગની પર્સનલ વેલ્થ લગભગ 4.6 અબજથી ઘટીને 70 અબજ ડોલર રહી ગઈ છે. 

 

આગળ વાંચો કંપની પર શું આરોપ છે?

Faceboook investors lost 1.23 lacs crore in stock market

ડેટા વેચવાનો લાગ્યો છે આરોપ
 
- રિપોર્ટ અનુસાર, કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર એલેક્ઝાન્ડર કોગેને વર્ષ 2015માં એક પર્સનાલિટી એપ તૈયાર કરી હતી અને તેનો ઉપયોગ ચૂંટણીને લઇને વોટર્સની તરફેણ અને પસંદ-નાપસંદ વિશે ઘણી માહિતી એકઠી કરવામાં આવી હતી. 
- તેઓએ બાદમાં ડેટાને કેમ્બ્રિજ એનાલિટિકલ અને તેની મુખ્ય કંપની સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન્સ સહિત ત્રીજી પાર્ટીને વેચી દીધી. 

 

X
Faceboook investors lost 1.23 lacs crore in stock market
Faceboook investors lost 1.23 lacs crore in stock market
Faceboook investors lost 1.23 lacs crore in stock market
Faceboook investors lost 1.23 lacs crore in stock market
Faceboook investors lost 1.23 lacs crore in stock market
Faceboook investors lost 1.23 lacs crore in stock market
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App