ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » International News » America» No one like Americans in the world are unafraid and strong intent said Trump

  ISISને હરાવવા સતત લડતા રહીશું: સ્ટેટ ઓફ ધી યૂનિયન સ્પીચમાં ટ્રમ્પ

  divyabhaskar.com | Last Modified - Jan 31, 2018, 09:41 AM IST

  ટ્રમ્પે કહ્યું કે, અમારી સરકાર દ્વારા કરવામાં આવેલા ટેક્સ ઘટાડાના કારણે મિડલ ક્લાસના લોકોને ઘણી રાહત મળી છે
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સ્ટેટ ઓફ ધી યૂનિયન સ્પીચ આપી હતી. તેમાં તેમણે કહ્યું કે, દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અમેરિકીઓ જેવા નીડર અને મજબૂત ઈરાદાવાળા નથી. અમારી સરકાર દ્વારા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાથી મિડલ ક્લાસના લોકોને ઘણી રાહત મળી છે. આ સ્પીચમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ISIS ખતમ નહીં કરીએ ત્યાં સુધી અમે યુદ્ધ કરતા રહીશું.

   અમેરિકામાં આશાવાદ વધી રહ્યો છે

   - ટ્રમ્પે કહ્યું, અમેરિકામાં આશાવાદ વધી રહ્યો છે. રોજ અમે થોડા આગળ જઈ રહ્યા છીએ. અમારો હેતુ સ્પષ્ટ છે. દરેક અમેરિકીઓ માટે અમે એક મહાન અમેરિકા બનાવીશું.
   - હું દરેકને અપીલ કરુ છું કે, તેમના મતભેદ એકબાજુ મુકીને એકજૂથ થઈને લોકો માટે કામ કરે. કારણ કે, આ તે જ લોકો છે જે લોકોએ આપણને પસંદ કર્યા છે.

   - અમેરિકીઓના સપના પૂરા કરવા માટે આનાથી વદારે સમય ક્યારેય નહીં આવે. એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે તમે ક્યાં છો અને ક્યાંથી આવ્યા છો. આ તમારો સમય છે. જો તમે ખૂબ મહેનત કરશો તો તમે દરેક સપવના પૂરા કરી શકશો. સાથે મળીને આપણે કોઈ પણ કામ કરી શકીશું જ.

   આતંકવાદ સામાન્ય ગુનો નથી

   - ટ્રમ્પે કહ્યું કે, આતંકવાદ સામાન્ય ગુનો નથી. તે ગેરકાયદેસર રીતે લડી રહેલા દુશ્મન લડાકુઓ છે. જ્યારે તેઓ ગેરકાયદેસર રીતે ક્યાં કબજો કરી રહ્યા હોય તો તેમને સબક સિખવવો જોઈએ.
   - અમે ISIS સાથે ત્યાં સુધી લડતા રહીશું જ્યાં સુધી તેની હાર ન થાય.
   - અમે દેશમાં અને દેશની બહાર અમારી તાકાત વધારીશું. દુનિયામાં તાનાશાહ પણ તેમની સત્તા ચલાવી રહ્યું છે. આતંકી જૂથ સક્રિય છે. ચીન અનેરશિયા જેવા અમારા વિરોધીઓના કારણે અમારી ઈકોનોમી અને વેલ્યૂઝને પણ પડકારો મળી રહ્યા છે.
   - નોર્થ કોરિયામાં લોકો જુલમ વધારી રહ્યા છે. દુનિયામાં કોઈ પણ સત્તા તેમના નાગરિકો સાથે આવુ નથી કરતી. નોર્થ કોરિયાનો ન્યૂક્લિયર પ્રોગ્રામ અમારા માટે જોખમી છે. અમે પૂરી તાકાતથી તેને રોકવાનો પ્રયત્ન કરીશું.

   અમેરિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો કરવો છે

   - ટ્રમ્પે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, અમેરિકાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફરી સુધારો કરવામાં આવે. અમેરિકા બિલ્ડર્સનો દેશ છે.
   - જ્યારથી અમે ટેક્સમાં ઘટાડો કર્યો છે ત્યારથી ઓછામાં ઓછા 40 લાખ કર્મચારીઓને બોનસ મળ્યું છે. ઘણા વર્કર્સને હજારો ડોલર મળ્યા છે.
   - ટ્રમ્પે કહ્યું, અમારી સરકાર નવા રસ્તા, પુલ અને બ્રિજ બનાવશે, અમે મોંઘી દવાઓની કિંમત સ્થિર કરી છે. તેના કારણે લોકોને સારુ હેલ્થકેર મળી રહ્યું છે. સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1.5 ટ્રિલિયન ડોલરનું બિલ પાસ કર્યું છે.
   - અમેરિકામાં દરેક રંગ અને જાતિના લોકો સુરક્ષીત છે.
   - અમે લોકોને સ્વતંત્ર બનાવવા ઈચ્છીએ છીએ. લોકોને ગરીબીથી અમીરી તરફ લઈ જઈશું.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (America Gujarati News) સાથે જોડાયેલા અન્ય (International Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: No one like Americans in the world are unafraid and strong intent said Trump
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From International news

  Trending

  Top
  `