વિશ્વને પોતાની તાકાત દેખાડવાની તૈયારીમાં US, ટ્રમ્પે આપ્યા મિલિટરી પરેડના આદેશ

ભારત, ફ્રાન્સ અને ચીન દર વર્ષે ખાસ દિવસો પર કરે છે મિલિટરી પરેડનું આયોજન

divyabhaskar.com | Updated - Feb 07, 2018, 04:51 PM
અમેરિકા લાંબા સમય બાદ આવી કોઇ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરશે. (ફાઇલ)
અમેરિકા લાંબા સમય બાદ આવી કોઇ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરશે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકા ટૂંક સમયમાં જ વિશ્વને પોતાની મિલિટરી તાકાત દેખાડી શકે છે. પ્રેસિડન્ટ ટ્રમ્પે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પેન્ટાગનને વોશિંગ્ટનમાં મિલિટરી પરેડ ઓર્ગેનાઇઝ કરવાના આદેશ આપ્યા છે. વ્હાઇટ હાઉસ તરફથી જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે, ટ્રમ્પ આ પરેડને સૈનિકોના સન્માનમાં રાખવા ઇચ્છે છે. આ માટે તેઓએ જાન્યુઆરીના અંતમાં મિલિટરી ચીફ્સ સાથે મુલાકાત પણ કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પે આ નિર્ણય ગયા વર્ષે ફ્રાન્સની મિલિટરી પરેડ જોયા બાદ લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારત, ફ્રાન્સ અને ચીન જેવા દેશ દર વર્ષે કોઇ ખાસ દિવસો પર મિલિટરી પરેડનું આયોજન કરે છે. જો કે, અમેરિકા લાંબા સમય બાદ આવી કોઇ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરશે.


સૈનિકોના સન્માનમાં મિલિટરી પરેડ


- વ્હાઇટ હાઉસ પ્રેસ સેક્રેટરી સારા સેન્ડર્સે કહ્યું, પ્રેસિડન્ટ ટ્રમ્પ દેશની સેના અને એવા લોકોનું ઘણું સન્માન કરે છે જેઓ દેશને સુરક્ષિત રાખવા માટે દરરોજ જોખમ ઉઠાવતા રહે છે.
- આ માટે તેઓએ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને એવી ઇવેન્ટ માટે કહ્યું છે, જેમાં દરેક અમેરિકન સેના પ્રત્યે સન્માન દર્શાવે.


અમેરિકામાં નથી થતી વાર્ષિક મિલિટરી પરેડ


- સામાન્ય રીતે મિલિટરી પરેડ કોઇ જીત અથવા યુદ્ધ ખતમ થવા પર રાખવામાં આવે છે. જો કે, અંતિમ વખત અમેરિકામાં આવી કોઇ પરેડ 1991માં ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી. તે સમયે પરેડ ગલ્ફ વૉર ખતમ થયા બાદ રાખવામાં આવી હતી.

આગળની સ્લાઇડમાં જાણો, ટ્રમ્પને ક્યાંથી મળ્યો આઇડિયા...

સામાન્ય રીતે મિલિટરી પરેડ કોઇ જીત અથવા યુદ્ધ ખતમ થવા પર રાખવામાં આવે છે. (ફાઇલ)
સામાન્ય રીતે મિલિટરી પરેડ કોઇ જીત અથવા યુદ્ધ ખતમ થવા પર રાખવામાં આવે છે. (ફાઇલ)

ફ્રાન્સથી મળ્યો પરેડનો આઇડિયા 


- રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પને મિલિટરી પરેડનો આઇડિયા ગયા વર્ષે ફ્રાન્સની પરેડ જોયા બાદ આવ્યો. 
- તે સમયે ટ્રમ્પે રિપોર્ટર્સને કહ્યું હતું, આ વિશ્વની સૌથી શાનદાર પરેડમાંથી એક છે. આ પરેડ બે કલાકની હતી જેમાં મિલિટરીની તાકાત દર્શાવવામાં આવે છે. મને લાગે છે કે, ફ્રાન્સ માટે આ સારી વાત છે. આપમે પણ આવી પરેડ રાખવી જોઇએ. 

 

X
અમેરિકા લાંબા સમય બાદ આવી કોઇ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરશે. (ફાઇલ)અમેરિકા લાંબા સમય બાદ આવી કોઇ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરશે. (ફાઇલ)
સામાન્ય રીતે મિલિટરી પરેડ કોઇ જીત અથવા યુદ્ધ ખતમ થવા પર રાખવામાં આવે છે. (ફાઇલ)સામાન્ય રીતે મિલિટરી પરેડ કોઇ જીત અથવા યુદ્ધ ખતમ થવા પર રાખવામાં આવે છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App