મતભેદ બાદ ટ્રમ્પે વિદેશ મંત્રીને કર્યા પદભ્રષ્ટ, CIA ડાયરેક્ટરને સોંપી જવાબદારી

આ નિર્ણય બાદ આફ્રિકાની મુલાકાતે ગયેલા રેક્સ ટિલરસને યાત્રા અધૂરી મુુકી પરત ફરવું પડ્યું

divyabhaskar.com | Updated - Mar 14, 2018, 11:52 AM
ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ)
ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સોશિયલ પ્લેટફોર્મ પર અનેકવાર એકબીજાં સાથે ચર્ચા અને વાદ-વિવાદ બાદ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે મંગળવારે તેમના વિદેશ મંત્રી રેક્સ ટિલરસનને પદ પરથી હટાવી દીધા છે અને તેના સ્થાને સીઆઇએના ડાયરેક્ટર માઇક પોંપિયોને નિયુક્ત કર્યા છે. ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે, માઇક પોંપિયો, CIAના ડાયરેક્ટર આપણાં નવા વિદેશ મંત્રી બનશે અને તેઓ બેસ્ટ કામ કરશે. ટ્રમ્પે સેન્ટ્રલ એજન્સીના પ્રમુખ તરીકે ગિના હસપેલની નિયુક્તિની જાહેરાત કરી છે. એજન્સીના ઉચ્ચ પદે પસંદ કરવામાં આવેલા તેઓ પ્રથમ મહિલા હશે.

યાત્રા પરથી પરત ફર્યા ટિલરસન


- આ નિર્ણય બાદ આફ્રિકાની મુલાકાતે નિકળેલા ટિલરસન તેમની યાત્રાને અધવચ્ચે છોડીને પરત ફર્યા. તેઓએ પરત આવવાનું કારણ 'વ્યક્તિગત મુલાકાતો માટે વોશિંગ્ટનમાં હાજર રહેવાની જરૂર' જણાવ્યું.
- નોર્થ કોરિયા અને રશિયા પર અમેરિકાની નીતિ સહિત અનેક મુદ્દે એક્સોન મોબિલના ભૂતપૂર્વ પ્રમુખ અને પ્રેસિડન્ટની વચ્ચે મતભેદ હતા.
- ટ્રમ્પે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મેં આ નિર્ણય જાતે જ લીધો છે. કારણ કે અનેક મુદ્દે તેઓની વચ્ચે મતભેદ હતા.
- ટ્રમ્પે કહ્યું કે, રેક્સ અને હું લાંબા સમયથી આ મુદ્દે વાતચીત કરી રહ્યા હતા. હકીકતમાં અમે એકબીજાંની સાથે સારી રીતે કામ કરી રહ્યા હતા. પરંતુ અનેક મામલે અમે એકબીજાં સાથે અસહમત હતા.

(LtoR) રેક્સ ટિલરસન અને માઇક પોંપિયો (ફાઇલ)
(LtoR) રેક્સ ટિલરસન અને માઇક પોંપિયો (ફાઇલ)
X
ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ)ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ)
(LtoR) રેક્સ ટિલરસન અને માઇક પોંપિયો (ફાઇલ)(LtoR) રેક્સ ટિલરસન અને માઇક પોંપિયો (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App