ડોનાલ્ડ ટ્રમ્પ એક અંગ્રેજી શબ્દના ઉચ્ચારણમાં અટવાયા, ચાલુ પ્રોગ્રામમાં કર્યા ગોટાળા

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખની ટીકા કરતા બે અલગ અલગ સ્થળે એક શબ્દના ઉચ્ચારણમાં અટક્યા

divyabhaskar.com | Updated - Sep 10, 2018, 06:43 PM
ટ્રમ્પના વાઇરલ થયેલા એક વીડિય
ટ્રમ્પના વાઇરલ થયેલા એક વીડિય

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સના એક લેખની ટીકા બે અલગ અલગ પ્રસંગે 'અનૉનિમસ' (Anonymous) શબ્દના ઉચ્ચારણ કરવાની કોશિશ કરી પરંતુ તેઓ આવું કરી ના શક્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે, ઓફ-એડ 'આઇ એમ પાર્ટ ઓફ ધ રેસિસ્ટન્સ ઇનસાઇડ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન'ને કોઇ વરિષ્ઠ અધિકારીએ લખ્યો હતો. આ લેખમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનની ટીકા કરવામાં આવી છે. મોન્ટાનામાં ગુરૂવારે પોતાના સમર્થકો સાથે વાત કરતા ટ્રમ્પે આ લેખની ટીકા કરી હતી. જેમાં વ્હાઇટ હાઉસની અંદરની જીવનના તસવીર રજૂ કરવામાં આવી છે.


અંગ્રેજી શબ્દનો કર્યો ખોટો ઉચ્ચાર


- ટ્રમ્પના વાઇરલ થયેલા એક વીડિયોમાં તેઓએ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત લેખનો ઉલ્લેખ કર્યો છે. જેમાં અનૉનિમસ (અનામ) શબ્દને યોગ્ય રીતે ઉચ્ચારી શકતા નહતા.
- એવું લાગી રહ્યું છે કે, તેઓ 'અનોન-મસ' બોલી રહ્યા છે. આ શબ્દને બોલતી વખતે તેઓની જીભ લથડી રહી છે. ટ્રમ્પના પ્રેસિડન્ટ કાર્યકાળ અંગે પાંચ સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખ છપાયો હતો, જેમાં લેખકનું નામ નહતું.


ટ્રમ્પે આપ્યા છે તપાસના આદેશ


- અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્ક ટાઇમ્સમાં પોતાના વિરૂદ્ધ છાપેલા લેખની તપાસના આદેશ આપ્યા હતા. તપાસની જવાબદારી ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટીસના એટર્ની જનરલ જેફ સેશન્સને સોંપવામાં આવી છે.
- ટ્રમ્પે કહ્યું કે, જેફ તે લેખક (અનામ ઓફિસર)ને સામે લાવશે, જેણે દેશની સુરક્ષા સાથે રમત કરી છે.

X
ટ્રમ્પના વાઇરલ થયેલા એક વીડિયટ્રમ્પના વાઇરલ થયેલા એક વીડિય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App