Home » International News » America » federal workers protest shutdown at the White House, around the country

USનું સૌથી લાંબુ અને ઐતિહાસિક શટડાઉન, 5 શહેરમાં વિરોધ પ્રદર્શન; ટ્રમ્પ ઇમરજન્સી લાગુ નહીં કરે

Divyabhaskar.com | Updated - Jan 12, 2019, 03:50 PM

  • federal workers protest shutdown at the White House, around the country
    કર્મચારીઓના સંગઠનોએ માગ કરી કે, ટ્રમ્પ શટડાઉન ખતમ કરી અમારું વેતન આપે.

    વોશિંગ્ટનઃ 21 દિવસથી યથાવત શટડાઉને ઇતિહાસના સૌથી મોટાં શટડાઉનની બરાબરી કરી લીધી છે. આ પહેલાં 1995માં પણ 16 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી 1996 વચ્ચે 21 દિવસ સુધી સરકારી કામકાજ ઠપ રહ્યું હતું. તાજેતરનું શટડાઉન 22 ડિસેમ્બરે શરૂ થયું હતું.

5 શહેરોમાં વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર

  • ટ્રમ્પના વિરોધમાં સૂત્રોચ્ચાર
    1.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો બોર્ડર પર દીવાલ બનાવવા અંદાજિત 40,000 કરોડ રૂપિયાનું બજેટ માગ્યું હતું, પરંતુ વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટીએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ અંદાજે 4 લાખ કર્મચારીઓને રજા પર મોકલી દેવાયા હતા. સાથે જ ઇમરજન્સી સાથે જોડાયેલા તેટલાં જ લોકોએ વેતન વગર જ કામ કરવું પડે છે. 
  • 2.આંશિક શટડાઉનના કારણે રજા ઉપર રહેવા મજબૂર હજારો ફેડરલ કર્મચારીઓએ વોશિંગ્ટન, ફ્લોરિડા, ન્યૂયોર્ક, ઓગ્ડેન સહિત 5 શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. 
  • 3.કર્મચારીઓના સંગઠનોએ માગ કરી કે, ટ્રમ્પ શટડાઉન ખતમ કરી અમારું વેતન આપે. કેટલાંકે પોસ્ટરો પણ દર્શાવ્યા જેમાં લખ્યું હતું - અમારે હડતાળ નહીં, કામ જોઇએ છે. આ કામબંધી સરકારની નહીં, ટ્રમ્પની છે, તે પાછી ખેંચો. 
  • શટડાઉનની વિઝાથી અવકાશ સુધી અસર
    4.અમેરિકામાં શટડાઉનના કારણે વિઝા ઇશ્યુ કરવાની પ્રક્રિયામાં વિલંબ થઇ રહ્યો છે. વાણિજ્ય અને પરિવહન વિભાગના 60 હજાર કર્મચારીઓ પણ રજા ઉપર છે. 
  • 5.શટડાઉનના કારણે ભારત સહિત અન્ય દેશોની નિકાસને પણ અસર થઇ છે. ઉપરાંત આ અસર અવકાશ સુધી થઇ રહી છે. જ્યાં સ્પેસ ટેલિસ્કોપનો કેમેરા રિપેર થઇ શક્યો નથી. 
  • મેક્સિકો સરહદે દીવાલ ઉભી કરવાનું વચન
    6.ઇન્ટર્નલ રેવન્યૂ સર્વિસના ઓડિટર આનંદ દેસાઇએ કહ્યું, રાજકારણીઓ બેસીને કાર્યયોજના ઘડે, જેથી કામકાજ પાટા પર આવે. 
  • 7.ટ્રમ્પ અમેરિકામાં ઘૂસણખોરી રોકવા મેક્સિકો સરહદે દીલાવ બનાવવા ઇચ્છે છે, જે બરાબર છે પણ કર્મચારીઓને રાજકારણમાં ન ઢસડે. 
  • ટ્રમ્પનું ત્રીજું, અત્યાર સુધીનું 21મું શટડાઉન
    8.USમાં સૌથી વધુ 8 શટડાઉન રોનાલ્ડ રિગનના સમયમાં થયા. જિમી કાર્ટરના કાર્યકાળમાં 5 વાર આ નોબત આવી. ક્લિન્ટનના સમયમાં બે વખત જ્યારે ટ્રમ્પના કાર્યકાળમાં ત્રીજું શટડાઉન છે.
  • 9.

    USના 7 મોટાં શટડાઉન આ પ્રમાણે છે 

    શટડાઉન દિવસ  પ્રેસિડન્ટ 
    22 ડિસેમ્બર 2018 યથાવત ડોનાલ્ડ ટ્રમ્પ 
    15 ડિસેમ્બર 1995 21 બિલ ક્લિન્ટન 
    1 ઓક્ટોબર 1978 17 જિમી કાર્ટર 
    1 ઓક્ટોબર 2013 16 બરાક ઓબામા 
    1 ઓક્ટોબર 1977 12 જિમી કાર્ટર 
    1 ઓક્ટોબર 1979 11 જિમી કાર્ટર 
    1 ઓક્ટોબર 1976 10 ગેરાલ્ડ ફોર્ડ 

     

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ