3 અઠવાડિયાના બાળકનું થયું મોત, રડતાં પિતાએ કહ્યું - ક્યારેય હાથ ધોવાનું ના ભૂલતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ માત્ર ત્રણ અઠવાડિયાના બાળકને ગુમાવનાર પિતા આજે દરેક વ્યક્તિને એક જ સલાહ આપે છે - તમારાં હાથ ધોવાનું ના ભૂલતા. સાઉથ અમેરિકાના સ્ટેટ એરિઝોનામાં રહેતા જેફ ગોબેરે જણાવ્યું કે, તેઓએ તેમની દીકરીને ધીરેધીરે મોત તરફ જતાં જોઇ છે. જેફ કહે છે કે, તેમની દીકરી મેલોરી ગોબેરને ન્યૂનેટલ હાર્પ્સ નામની બીમારી થઇ હતી. આ વાઇરસ-1 બીમારી છે. જે સામાન્ય રીતે શરદીના વાઇરસના કારણે ફેલાય છે.


હાર્પ્સ વાઇરસથી થયું મેલોરીનું મોત 


- જેફે જણાવ્યું કે, મેલોરી જન્મ સમયે ખૂબ જ સ્વસ્થ હતી, તેનામાં શરદી કે તાવના લક્ષણ જોવા મળ્યા નહતા. મેલોરીના મોતના એક મહિના બાદ જેફે ફેસબુક પર પોસ્ટ કરી હતી. 
- તેણે કહ્યું કે, તમારું નવજાત બાળક હોય અથવા બાળકનો જન્મ થવાનો હોય તો ખાસ ખ્યાલ રાખો કે, તમારાં હાથ સ્વચ્છ હોય. જો કોઇ પણ વ્યક્તિ તમારાં બેબીને રમાડવા માટે તેને ખોળામાં લે તો પણ તેને પહેલાં હાથ ધોવાનું કહો. 
- હાર્પ્સ વાઇરસ ખૂબ જ કોમન છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકાડ અનુસાર, આ વાઇરસથી 67 ટકા માણસોને ઇન્ફેક્શન થયેલું છે. 
- જેફે કહ્યું કે, કેટલાંક કિસ્સામાં વ્યક્તિને પોતે જ જાણ નથી હોતી કે તેને હાર્પ્સ વાઇરસ થયેલો છે. આ જ વાઇરસ નવજાત બાળક માટે જીવલેણ સાબિત થઇ શકે છે. 


કોઇકે માથા પર કિસ કરી હોય તેવી શક્યતા 


- જેફે કહ્યું કે, મેલોરીને કદાચ કોઇ મળવા આવ્યું હોય ત્યારે માથા કે મોંઢા પર કિસ કરી હોય તે દરમિયાન આ વાઇરસ ફેલાયો હોય તેવી શક્યતાઓ ડોક્ટરો વ્યક્ત કરી હતી. 
- પરંતુ મને યાદ છે ત્યાં સુધી કોઇએ મેલોરીને ચહેરા પર કિસ કરી નહતી. મેલોરી સતત તેનો હાથ મોંઢામાં રાખતી હતી. જેનો અર્થ એ થયો કે, કોઇએ તેના હાથને અડક્યાં હોય અને ત્યાંથી જ આ વાઇરસ તેને લાગી ગયો હોય. 
-  જેફે પોતાની પોસ્ટના અંત લખ્યું કે, લગભગ અડધું વિશ્વ આ કોલ્ડ વાઇરસથી પીડિત છે, જેમાં સૌથી વધુ નવજાત બાળકોના જ મોત થાય છે. 
- આંકડાઓ અનુસાર, કદાચ તમે પણ HSV-1 વાઇરસથી પીડિત હોઇ શકો છો. તેથી જ નવજાતને મળવા જતાં પહેલાં હાથ ચોક્કસથી ધોવાનું રાખો. 

અન્ય સમાચારો પણ છે...