• Home
  • International News
  • America
  • લેડી ડાયનાના વખાણ કરતાં થાકતા નહતા ટ્રમ્પ | Controversial Statement Of Donald Trump For Late Princess Diana

ટ્રમ્પનો જૂનો ઇન્ટરવ્યુઃ ડાયના સાથે સંબંધ બાંધવા હતા, પણ એડ્સનો હતો ડર

પ્રિન્સેસ ડાયના પ્રિન્સ ચાર્લ્સની પહેલી પત્ની અને પ્રિન્સ હેરીની માતા હતા, 1997માં એક કાર એક્સિડન્ટમાં તેનું મોત થયું

divyabhaskar.com | Updated - May 20, 2018, 06:14 PM
ડોનાલ્ડ ટ્રમ્પ અને લેટ પ્રિન્સેસ ડાયના (ફાઇલ)
ડોનાલ્ડ ટ્રમ્પ અને લેટ પ્રિન્સેસ ડાયના (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્રિન્સ હેરી અને પ્રિન્સેસ મેઘનના લગ્ન દરમિયાન એકવાર ફરીથી અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું વિવાદિત નિવેદન સમાચારમાં છે. આ નિવેદન અમેરિકાના પ્રેસિડન્ટ 1997માં ડાયનાના મોતના થોડાં મહિનાઓ બાદ જ આપ્યું હતું. ટ્રમ્પે તે સમયે એક રેડિયો ચેનલમાં કહ્યું હતું કે, જો પ્રિન્સેસ ડાયનાએ HIV ટેસ્ટ કરાવી લીધો હોત તો તેઓએ ડાયના સાથે સંબંધ બનાવ્યા હોત. ઉલ્લેખનીય છે કે, પ્રિન્સેસ ડાયના બ્રિટિશ રોયલ ફેમિલી મેમ્બર હતી. તે પ્રિન્સ ચાર્લ્સની પહેલી પત્ની અને પ્રિન્સ હેરીની માતા હતા. 1997માં એક કાર એક્સિડન્ટમાં તેનું મોત થયું હતું.


લેડી ડાયનાના વખાણ કરતાં થાકતા નહતા ટ્રમ્પ


- 2000માં પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, મારો કહેવાનો અર્થ તેઓની સુંદરતા હતો, ડાયના અત્યંત આકર્ષક હતી. મેં તેને ઘણીવાર જોઇ હતી, તેની પાસે બધું જ હતું.


ઇન્ટરવ્યુમાં હંમેશા હોટેસ્ટ મહિલાઓની વાતો


- ટ્રમ્પ પોતાના ઇન્ટરવ્યુમાં દુનિયાની ટોપ 10 હોટેસ્ટ મહિલાઓ વિશે વાત કરી રહ્યા છે. જેમાં તેઓએ લેડી ડાયનાને ત્રીજો નંબર આપ્યો હતો. બીજો નંબર તેઓએ પોતાની એક્સ વાઇફ ઇવાનાને આપ્યો હતો. જ્યારે તેઓની પ્રેઝન્ટ વાઇફ મલેનિયાને પહેલો નંબર આપ્યો હતો.
- આ ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે એન્જેલિનાના લિપ્સને મોટાં ગણાવીને અજીબ કોમેન્ટ કરી હતી.


પોતાને સેક્સ રોગની વિરૂદ્ધ લડનાર વ્યક્તિ ગણાવ્યા


- આ પહેલાં ટ્રમ્પનો એક ઇન્ટરવ્યુ વાઇરલ થયો હતો, જેમાં તેઓએ પોતાને સેક્સ રોગ વિરૂદ્ધ લડનાર સૈનિક ગણાવ્યા હતા. તેઓએ માન્યું હતું કે, મહિલાઓને જો સેક્સ સંબંધિત રોગ હોય તો તેઓ કોઇ લેન્ડમાઇનથી ઓછી વિનાશક નથી.

1997માં એક કાર એક્સિડન્ટમાં પ્રિન્સેસ ડાયનાનું મોત થયું હતું. (ફાઇલ)
1997માં એક કાર એક્સિડન્ટમાં પ્રિન્સેસ ડાયનાનું મોત થયું હતું. (ફાઇલ)
X
ડોનાલ્ડ ટ્રમ્પ અને લેટ પ્રિન્સેસ ડાયના (ફાઇલ)ડોનાલ્ડ ટ્રમ્પ અને લેટ પ્રિન્સેસ ડાયના (ફાઇલ)
1997માં એક કાર એક્સિડન્ટમાં પ્રિન્સેસ ડાયનાનું મોત થયું હતું. (ફાઇલ)1997માં એક કાર એક્સિડન્ટમાં પ્રિન્સેસ ડાયનાનું મોત થયું હતું. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App