Divya Bhaskar

Home » International News » America » Colorado capital building insted of Trump portrait some culprit put Putin potrait

સરકારી બિલ્ડિંગ પર ટ્રમ્પની તસવીર લગાવવા રૂ. 7 લાખનો ફાળો એકઠો ન થયો, મજાકમાં ટીંગાડ્યો પુતિનનો ફોટો

Divyabhaskar.com | Updated - Jul 30, 2018, 09:37 AM

યોગ્ય ફાળો એકઠો ન થતાં કોલારાડો સ્ટેટના કેપિટલ બિલ્ડિંગમાં હજુ સુધી ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર નથી લગાવવામાં આવી.

  • Colorado capital building insted of Trump portrait some culprit put Putin potrait
    કેટલાંક મસ્તીખોર લોકોએ દિવાલ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ફોટો લગાવી દીધો છે

    ન્યૂયોર્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાં તેને 18 માસથી વધુનો સમય થઈ ગયો છે. પરંતુ કોલારાડો સ્ટેટના કેપિટલ બિલ્ડિંગમાં તેમની તસવીર નથી લગાવવામાં આવી. અહીં પ્રેસિડેન્શિયલ વોલ પર નવા રાષ્ટ્રપતિનો ફોટો ફાળો એકઠો કરીને લગાવવામાં આવે છે. ટ્રમ્પની તસવીર લગાવવા માટે 10 હજાર ડોલર (લગભગ 6 લાખ 90 હજાર રૂપિયા) ફાળો એકઠો કરવાનો હતો. સ્થાનિક ટીવી ચેનલનો દાવો છે કે આ વખત એક વખત એક ડોલર પણ ફાળો નથી મળ્યો. જે બાદ કેટલાંક મસ્તીખોર લોકોએ દિવાલ પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો ફોટો લગાવી દીધો છે.

    ડેમોક્રેટ સાંસદ સ્ટીવ ફેનબર્ગે ટ્વિટર પર આ ઘટના સાથે જોડાયેલી એક ફોટો પોસ્ટ કરી છે. જેમાં દિવાલ પર લાગેલી પુતિનની તસવીર જોવા મળે છે. જે બાદ સોશિયલ મીડિયા પર ટ્રમ્પની મજાક થઈ રહી છે. એક યુઝરે લખ્યું કે, "ટ્રમ્પ જેટલાં નબળાં દેખાય છે, પુતિન એટલાં જ મજબૂત... ક્યાંક પુતિન અમેરિકાની આગામી ચૂંટણીમાં ટ્રમ્પની જગ્યાએ ન લડે."

    બુશ અને ઓબામા માટે ફાળો એકઠો કરવામાં કોઈ મુશ્કેલી આવી ન હતી


    - કેપિટલ બિલ્ડિંગ પર રાષ્ટ્રપતિઓની તસવીર લગાવવા માટે કોલારોડો સિટિઝન ફોર કલ્ચર (સીસીએફસી) સંસ્થા ફાળો એકઠો કરે છે. તેમના અધ્યક્ષ જે. સેલરે ટીવી ચેનલને જણાવ્યું કે તેઓને બરાક ઓબામા અને જ્યોર્જ ડબલ્યૂ બુશની તસવીર લગાવવા માટે માત્ર ચાર મહિનામાં જ જરૂરી ફાળો મળી ગયો હતો. સામાન્ય રીતે ટ્રમ્પ પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. માનવામાં આવે છે કે અમેરિકામાં તેમની લોકપ્રિયતા ઘટી રહી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending