Home » International News » America » The Time Warner Center in Manhattan, which houses CNN, was evacuated after bomb threat

US: ટ્રમ્પની ફૅક ન્યૂઝ ટ્વીટ બાદ CNN ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 12:23 PM

ગુરૂવારે રાત્રે 10 વાગ્યે ટ્રમ્પે ફૅક ન્યૂઝને લગતી ટ્વીટ કરી હતી

  • The Time Warner Center in Manhattan, which houses CNN, was evacuated after bomb threat
    ઓફિસમાં બોમ્બ મુક્યો હોવાના સમાચાર બાદ પોલીસને કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નહતી.

    - કોઇ અજાણ્યા વ્યક્તિએ ટાઇમ વોર્નર સેન્ટરમાં 5 સ્થળોએ બોમ્બ રાખ્યા હોવાનો ફોન કર્યો

    - કર્મચારીઓએ બિલ્ડિંગની બહાર આવી સ્કાઇપથી પ્રસારણ શરૂ કર્યુ


    ઇન્ટરનેશનલ ડેસ્કઃ સીએનએનની ન્યૂયોર્ક સ્થિત ઓફિસને ગુરૂવારે મોડી રાત્રે બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી. ધમકી બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બિલ્ડિંગ ખાલી કરાવી દીધી હતી. સીએનએન વેબસાઇટ અનુસાર, ન્યૂઝ રૂમમાં રાત્રે 10.30 વાગ્યે શો બાદ ફાયર એલાર્મ ઓન થયું ત્યાં સુધી ચેનલ રેકોર્ડેડ પ્રોગ્રામ ચલાવી રહી હતી. જો કે, એક કલાક બાદ બિલ્ડિંગની બહાર ચેનલે સ્કાઇપની મદદથી ફરીથી લાઇવ પ્રસારણ શરૂ કરી દીધું.

    પોલીસને કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહતી


    - ઓફિસમાં બોમ્બ મુક્યો હોવાના સમાચાર બાદ પોલીસને કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નહતી. રાત્રે 11 વાગ્યા સુધી પોલીસે તમામ કર્મચારીઓને બિલ્ડિંગમાં પરત જવાની મંજૂરી આપી હતી.
    - કેટલાંક સીએનએન કર્મચારીઓએ આ ઘટના અંગે ટ્વીટ કરી હતી.


    ટ્રમ્પની 'ફૅક ન્યૂઝ' ટ્વીટ બાદ બોમ્બનો ફોન આવ્યો


    - પોલીસના જણાવ્યા અનુસાર, કોઇ વ્યક્તિએ ટાઇમ વોર્નર સેન્ટરમાં 5 અલગ અલગ સ્થળોએ બોમ્બ મુક્યા હોવાનો ફોન કર્યો હતો.
    - આશ્ચર્યની વાત એ છે કે, ગુરૂવારે રાત્રે 10 વાગ્યે ટ્રમ્પે ફૅક ન્યૂઝને લગતી ટ્વીટ કરી હતી. જેમાં ફૅક ન્યૂઝ - લોકોના દુશ્મન તેવું લખ્યું હતું.
    - આ ટ્વીટના અડધા કલાક બાદ જ સીએનએન ઓફિસમાં બોમ્બ હોવાનો ફોન આવ્યો હતો. ટ્રમ્પ અવાર-નવાર પોલિટીકલ કરિયર સામે નિશાન સાધતા સીએનએન સામે રોષ વ્યક્ત કરતા હોય છે.

    ઓક્ટોબરમાં પણ પાર્સલ બોમ્બ મળી આવ્યો હતો


    - પોલીસે સામાન્ય લોકોને ઘટનાસ્થળેથી દૂર રહેવાની સલાહ આપી છે. ઓક્ટોબરમાં પણ સીએનએન ઓફિસમાં પાર્સલ બોમ્બ મોકલવામાં આવ્યો હતો.
    - તે સમયે આખી ઓફિસને ખાલી કરાવી દેવામાં આવી હતી. જો કે, બોમ્બ નિષ્ક્રિય હાલતમાં હતો.
    - આ પાર્સલ ભૂતપૂર્વ સીઆઇએ ડાયરેક્ટર જ્હોન બ્રેનાન તરફથી આવ્યું હોવાનું એડ્રેસ હતું. જ્હોન બ્રેનાન ઓછા સમય માટે સીએનએન સાથે જોડાયેલા હતા.
    - પાર્સલ બોમ્બ અંગે ફ્લોરિડામાં રહેતા સિઝર સેયોકની પોલીસે ધરપકડ કરી હતી. સિઝરે કથિત રીતે સીએનએન ઓફિસ સહિત હિલેરી ક્લિન્ટન, કોરી બુકર અને મેક્સિન વેટર્સ, બરાક ઓબામાને પાર્સલ બોમ્બ મોકલાવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ