એક મહિનાની અંદર US પર પરમાણુ મિસાઇલથી હુમલો કરી શકે છે NKorea: CIA

કિમે નવા વર્ષમાં સેનાના મોટાંપાયે ન્યૂક્લિયર હથિયાર બનાવવાનો આદેશ આપ્યો છે

divyabhaskar.com | Updated - Jan 30, 2018, 03:23 PM
નોર્થ કોરિયાની પાસે એવી ન્યૂક્લિયર મિસાઇલ હોઇ શકે છે જે થોડાં મહિનામાં જ અમેરિકાને નિશાન બનાવી દે (ફાઇલ)
નોર્થ કોરિયાની પાસે એવી ન્યૂક્લિયર મિસાઇલ હોઇ શકે છે જે થોડાં મહિનામાં જ અમેરિકાને નિશાન બનાવી દે (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાની ઇન્ટેલિજન્સ એજન્સી CIAએ નોર્થ કોરિયાના વધતા ન્યૂક્લિયર પાવર પર ચિંતા વ્યક્ત કરી છે. સીઆઇએના ડાયરેક્ટર માઇક પોમ્પિયાના જણાવ્યા અનુસાર, નોર્થ કોરિયાની પાસે એવી ન્યૂક્લિયર મિસાઇલ હોઇ શકે છે જે થોડાં મહિનામાં જ અમેરિકાને નિશાન બનાવી દે. તેઓએ કહ્યું કે, સીઆઇએ પ્યોંગયાંગ અને સરમુખત્યાર કિમ જોંગ-ઉન તરફથી મળતી ધમકીઓ પર હંમેશા ચર્ચા કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે, નોર્થ કોરિયાએ 2017માં 20થી વધુ બેલાસ્ટિક મિસાઇલ ટેસ્ટ કરી છે. કિમ જોંગ-ઉને પણ નવા વર્ષમાં સેનાના મોટાંપાયે ન્યૂક્લિયર હથિયાર બનાવવાનો આદેશ આપ્યો છે.

ટ્રમ્પને મળે છે NKoreaના દરેક પગલાંની જાણકારી


- બીબીસી ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં માઇક પોમ્પિયોએ જણાવ્યું કે, અહીં હંમેશા નોર્થ કોરિયાના અમેરિકા પર હુમલાની ચર્ચા થતી રહી છે. અમારું કામ છે કે, અમે તમામ ઇન્ટેલિજન્સ પ્રેસિડન્ટ ટ્રમ્પ સુધી પહોંચાડતા રહીએ. જેથી સમય આવ્યે જોખમ સામે
- પોમ્પિયોએ જણાવ્યું કે, નોર્થ કોરિયા વિરૂદ્ધ અમેરિકાની કોઇ પણ એક્શન તે ક્ષેત્ર માટે વિનાશકારી સાબિત થઇ શકે છે. ખાસ કરીને અમેરિકાના બે સાથી દેશ જાપાન અને સાઉથ કોરિયા માટે.
- તેઓએ કહ્યું કે, કિમને ખતમ કરવા અથવા તેની ક્ષમતાને ઘટાડવાની ઘણી સંભાવનાઓ છે.


ખાલી નથી જતી ટ્રમ્પની ધમકીઓ


- ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ આ પહેલાં પણ ઘણીવાર નોર્થ કોરિયાને નષ્ટ કરવાની ધમકી આપી ચૂક્યા છે. જવાબમાં કિમે પણ અમેરિકન પ્રેસિડન્ટને સનકી ગણાવ્યા હતા.
- જો કે, માઇકના જણાવ્યા અનુસાર, નોર્થ કોરિયા માટે જે ભાષાનો ટ્રમ્પ ઉપયોગ કરે છે તે ખાલી નથી જતી. કિમ જોંગ-ઉન હંમેશા તેના મેસેજને ગંભીરતાથી લે છે.

કેમ છે અમેરિકા-નોર્થ કોરિયા આમને-સામને?


- છેલ્લાં કેટલાંક મહિનામાં નોર્થ કોરિયા ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ (ICBM)ના ત્રણ ટેસ્ટ કરી ચૂક્યું છે. સરમુખત્યાર ઉને કહ્યું હતું કે, તેમની હ્વાસોન્ગ-12 મિસાઇલ અમેરિકાના કોઇ પણ શહેરને નિશાન બનાવી શકે છે.
- નોર્થ કોરિયા એક હાઇડ્રોજન બોમ્બ સહિત 6 ન્યૂક્લિયર ટેસ્ટ પણ કરી ચૂક્યું છે.
- ડિસેમ્બરમાં નોર્થ કોરિયાના વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, હવે સવાલ એ નથી કે આ વિસ્તારમાં ન્યૂક્લિયર યુદ્ધ થશે કે નહીં, પરંતુ સવાલ એ છે કે યુદ્ધ ક્યારે થશે?
- વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સને કહ્યું, અમે યુદ્ધ નથી ઇચ્છતા પરંતુ અમે તેનાથી દૂર પણ નથી રહી શકતા. જો અમેરિકાએ અમારી ધીરજનો ખોટો અર્થ કાઢ્યો અને અમને ન્યૂક્લિયર વોર માટે ભડકાવ્યા તો અમે અમારી વધતી તાકાતથી નિશ્ચિત કરીશું કે અમેરિકા તેની કિંમત ચૂકવે.
- વળી, નોર્થ કોરિયાને ડરાવવા માટે અમેરિકા કોરિયન પેન્નિનસુલાની ઉપરથી B-1B બોમ્બર્સ ઉડાવી ચૂક્યું છે.

નોર્થ કોરિયાએ 2017માં 20થી વધુ બેલાસ્ટિક મિસાઇલ ટેસ્ટ કરી છે. (ફાઇલ)
નોર્થ કોરિયાએ 2017માં 20થી વધુ બેલાસ્ટિક મિસાઇલ ટેસ્ટ કરી છે. (ફાઇલ)
ટ્રમ્પને મળે છે NKoreaના દરેક પગલાંની જાણખારી
ટ્રમ્પને મળે છે NKoreaના દરેક પગલાંની જાણખારી
X
નોર્થ કોરિયાની પાસે એવી ન્યૂક્લિયર મિસાઇલ હોઇ શકે છે જે થોડાં મહિનામાં જ અમેરિકાને નિશાન બનાવી દે (ફાઇલ)નોર્થ કોરિયાની પાસે એવી ન્યૂક્લિયર મિસાઇલ હોઇ શકે છે જે થોડાં મહિનામાં જ અમેરિકાને નિશાન બનાવી દે (ફાઇલ)
નોર્થ કોરિયાએ 2017માં 20થી વધુ બેલાસ્ટિક મિસાઇલ ટેસ્ટ કરી છે. (ફાઇલ)નોર્થ કોરિયાએ 2017માં 20થી વધુ બેલાસ્ટિક મિસાઇલ ટેસ્ટ કરી છે. (ફાઇલ)
ટ્રમ્પને મળે છે NKoreaના દરેક પગલાંની જાણખારીટ્રમ્પને મળે છે NKoreaના દરેક પગલાંની જાણખારી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App