Home » International News » America » બીજેપીના ભૂતપૂર્વ કો-ઓર્ડિનેટરે ગણાવ્યા ફેક ન્યૂઝ | VHP, Bajrang Dal Labelled Militant Religious Groups by CIA

યુએસની CIAએ બજરંગદળ અને VHPને ગણાવ્યા આતંકવાદી સંગઠન

Divyabhaskar.com | Updated - Jun 15, 2018, 04:42 PM

સીઆઇએ દર વર્ષે અમેરિકાની સરકારને અલગ અલગ દેશોની જાણકારી આપવા માટે વર્લ્ડ ફેક્ટ બુક પ્રકાશિત કરે છે.

 • બીજેપીના ભૂતપૂર્વ કો-ઓર્ડિનેટરે ગણાવ્યા ફેક ન્યૂઝ | VHP, Bajrang Dal Labelled Militant Religious Groups by CIA
  વર્લ્ડ ફેક્ટબુકમાં આ બંને સંગઠનોને રાજકીય દબાણ (પોલિટિકલ પ્રેશર ગ્રુપ્સ)વાળા ગ્રુપમાં રાખ્યા છે. (ફાઇલ)

  - સીઆઇએની લિસ્ટમાં હુર્રિયત કોન્ફરન્સને અલગાવવાદી સંગઠન કહેવામાં આવ્યું છે.
  - ભાજપ સંવાદ સેલના ભૂતપૂર્વ નેતા ખેમચંદ શર્માએ સીઆઇએના દાવાઓને ફેક ન્યૂઝ ગણાવ્યા છે.

  ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વની શ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ એજન્સીઓમાં સામેલ અમેરિકાની 'સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી' (CIA)એ વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળને ધાર્મિક આતંકવાદી સંગઠન ગણાવ્યા છે. સીઆઇએ પોતાની વર્લ્ડ ફેક્ટબુકમાં આ બંને સંગઠનોને રાજકીય દબાણ (પોલિટિકલ પ્રેશર ગ્રુપ્સ)વાળા ગ્રુપમાં રાખ્યા છે. જેનો અર્થ - એવું ગ્રુપ જેની રાજનીતિમાં સ્પષ્ટ અસર જોવા મળે છે, પરંતુ પોતે ક્યારેય ચૂંટણીમાં ભાગ નથી લઇ શકતા તેવો થાય છે.

  RSS/હુર્રિયત કોન્ફરન્સ પણ રાજકીય દબાણવાળા ગ્રુપ


  - વર્લ્ડ ફેક્ટબુકમાં સીઆઇએએ આરએસએસ, હુર્રિયત કોન્ફરન્સ, જમિયત ઉલેમા-એ-હિંદને પણ રાજકીય દબાણવાળા ગ્રુપમાં રાખ્યા છે. જો કે, ત્રણને અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા.
  - આરએસએસને રાષ્ટ્રવાદી સંગઠન ગણાવ્યું છે, તો બીજી તરફ હુર્રિયત કોન્ફરન્સને અલગાવવાદી સંગઠન કહેવામાં આવ્યું છે.
  - રિપોર્ટમાં મેહમૂદ મદનીની જમિયત ઉલેમા-એ-હિંદને ધાર્મિક સંગઠન ગણાવ્યું છે.

  વિશ્વના 267 દેશોની જાણકારી આપે છે CIA વર્લ્ડ ફેક્ટબુક


  - સીઆઇએ દર વર્ષે 4 જૂનના રોજ પોતાની વર્લ્ડ ફેક્ટ બુક પ્રકાશિત કરે છે. એજન્સી તેની મદદથી જ અમેરિકન સરકારને અલગ અલગ દેશોના ઇતિહાસ, સરકાર, આર્થિક સ્થિતિ, એનર્જી, ભૌગોલિક સ્થિતિ, સંચાર અને મિલિટરી પાવર જેવી જાણકારી ઉપલબ્ધ કરાવે છે.
  - સીઆઇએની પાસે હાલ અંદાજિત 267 દેશોના ડેટા મોજૂદ છે. જાણકારી અનુસાર, સીઆઇએએ પહેલીવાર આવા ડેટા 1962માં એકઠાં કરવાનું શરૂ કર્યુ હતું. જો કે, પહેલીવાર 1975માં તેની જાણકારી સાર્વજનિક કરી હતી.


  બીજેપીના ભૂતપૂર્વ કો-ઓર્ડિનેટરે ગણાવ્યા ફેક ન્યૂઝ


  - બીજેપી ડાયલોગ (સંવાદ) સેલના ભૂતપૂર્વ નેશનલ કો-ઓર્ડિનેટર ખેમચંદ શર્માએ સીઆઇએ વર્લ્ડ ફેક્ટબુકના દાવાને નકારતા તેને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા. શુક્રવારે ટ્વીટ કરીને તેઓએ એજન્સી વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની વાત કહી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ