મર્ડર કેસમાં સંડોવાયેલી કારનો પીછો કરતી હતી પોલીસ, સામે આવી જૂદી હકીકત

પોલીસે બે વખત કારને ધીમી પાડવાનો ઇશારો કર્યો, પરંતુ ડ્રાઇવરે તેઓને અવગણીને કાર વધુ સ્પીડમાં હંકારવાનું ચાલુ જ રાખ્યું.

divyabhaskar.com | Updated - Mar 26, 2018, 02:50 PM
25 વર્ષીય મોડલ અને એક્ટર એડિયા શબાની
25 વર્ષીય મોડલ અને એક્ટર એડિયા શબાની

ઇન્ટરનેશનલ ડેસ્કઃ લોસ એન્જલસમાં એક યુવકે પોલીસની સામે જ પોતાને ગોળી મારી દીધી. કારણ કે તેની ગર્લફ્રેન્ડ ગયા મહિનાથી ગૂમ છે અને આ કારણોસર પોલીસ પૂછપરછ માટે તેનો પીછો કરી રહી હતી. પોલીસે લોસ એન્જલસ કાઉન્ટીના હેસ્પેરિયાથી કોરોના સુધી 33 વર્ષીય ક્રિસ સ્પોત્ઝનો પીછો કર્યો હતો. ક્રિસ ચોરી કરેલી ટોયોટા કાર ચલાવી રહ્યો હતો. અંતે પોલીસે તેને ઘેરી લીધો હતો, પરંતુ આગળ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં જ ક્રિસે પોતાને ગોળી મારી દીધી હતી. ક્રિસની ઓળખ એક મહિનાથી ગુમ થયેલી એડિયા શબાનીના બોયફ્રેન્ડ તરીકે થઇ. મૂળ મેસોડોનિયાની 25 વર્ષીય મોડલ અને એક્ટર એડિયા શબાની ગત ફેબ્રુઆરી મહિનાથી ગુમ છે.

બે વર્ષ પહેલાં આવી હતી લોસ એન્જલસ


- શબાની છેલ્લે હોલિવૂડ નજીક આવેલા તેના ઘર પાસે 23 ફેબ્રુઆરીના રોજ જોવા મળી હતી. ત્યારબાદથી તેના કોઇ જ સમાચાર નહીં મળતા પરિવારે તેની ભાળ મેળવનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે.
- શબાની બે વર્ષ પહેલાં મોડલિંગ અને એક્ટિંગ ક્ષેત્રે કરિયર બનાવવા માટે લોસ એન્જલસ આવી હતી. આ સિવાય તેણે પેરિસની અમેરિકન યુનિવર્સિટીમાંથી વર્ષ 2010માં ગ્રેજ્યુએશન કર્યુ છે.

અન્ય ગુનાની તપાસ દરમિયાન ઝડપાયો બોયફ્રેન્ડ


- ગુરૂવારે એક કારનો પીછો કરી રહેલી પોલીસને લાગ્યું કે, આ કાર ચોરીની છે અને તેનું કનેક્શન લોસ એન્જલસમાં એક અકસ્માતમાં થયેલા મર્ડર સાથે છે.
- પોલીસે બે વખત કારને ધીમી પાડવાનો ઇશારો કર્યો, પરંતુ ડ્રાઇવરે તેઓને અવગણીને કાર વધુ સ્પીડમાં હંકારવાનું ચાલુ જ રાખ્યું.
- ત્યારબાદ સ્પોત્ઝ કાર લઇને મેઇન હાઇવે પર ચઢી ગયો અને પોલીસે તેની કારનો સતત પીછો કરવાનું ચાલુ રાખતા તેણે કાર અટકાવી પોતાનામાં હાથમાં રહેલી ગન લમણે મુકીને આત્મહત્યા કરી લીધી.
- પોલીસે કારમાં થયેલા અકસ્માત અને મર્ડર વિશે કોઇ માહિતી બહાર પાડી નથી.
- રિત્ઝના મોત બાદ પોલીસને એવી પણ શંકા છે કે, શબાની હવે જીવિત નથી. આ કેસમાં પોલીસે હવે શબાનીના મૃતદેહ અથવા જો તે જીવિત હોય તો તેની ભાળ મેળવવાની વધુ તજવીજ હાથ ધરી છે.

પોતાને ગોળી મારી આત્મહત્યા કરનાર ક્રિસ સ્પોત્ઝ અને ગુમ થયેલી એક્ટ્રેસ મોડલ એડિયા શબાની (ફાઇલ)
પોતાને ગોળી મારી આત્મહત્યા કરનાર ક્રિસ સ્પોત્ઝ અને ગુમ થયેલી એક્ટ્રેસ મોડલ એડિયા શબાની (ફાઇલ)
મૂળ મેસોડોનિયાની 25 વર્ષીય મોડલ અને એક્ટર એડિયા શબાની ગત ફેબ્રુઆરી મહિનાથી ગુમ છે.
મૂળ મેસોડોનિયાની 25 વર્ષીય મોડલ અને એક્ટર એડિયા શબાની ગત ફેબ્રુઆરી મહિનાથી ગુમ છે.
શબાની છેલ્લે હોલિવૂડ નજીક આવેલા તેના ઘર પાસે 23 ફેબ્રુઆરીના રોજ જોવા મળી હતી.
શબાની છેલ્લે હોલિવૂડ નજીક આવેલા તેના ઘર પાસે 23 ફેબ્રુઆરીના રોજ જોવા મળી હતી.
X
25 વર્ષીય મોડલ અને એક્ટર એડિયા શબાની25 વર્ષીય મોડલ અને એક્ટર એડિયા શબાની
પોતાને ગોળી મારી આત્મહત્યા કરનાર ક્રિસ સ્પોત્ઝ અને ગુમ થયેલી એક્ટ્રેસ મોડલ એડિયા શબાની (ફાઇલ)પોતાને ગોળી મારી આત્મહત્યા કરનાર ક્રિસ સ્પોત્ઝ અને ગુમ થયેલી એક્ટ્રેસ મોડલ એડિયા શબાની (ફાઇલ)
મૂળ મેસોડોનિયાની 25 વર્ષીય મોડલ અને એક્ટર એડિયા શબાની ગત ફેબ્રુઆરી મહિનાથી ગુમ છે.મૂળ મેસોડોનિયાની 25 વર્ષીય મોડલ અને એક્ટર એડિયા શબાની ગત ફેબ્રુઆરી મહિનાથી ગુમ છે.
શબાની છેલ્લે હોલિવૂડ નજીક આવેલા તેના ઘર પાસે 23 ફેબ્રુઆરીના રોજ જોવા મળી હતી.શબાની છેલ્લે હોલિવૂડ નજીક આવેલા તેના ઘર પાસે 23 ફેબ્રુઆરીના રોજ જોવા મળી હતી.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App