કેમ્બ્રિજ એનાલિટીકા જોઇન કરવાનો અફસોસઃ FB ડેટા લીકનો ખુલાસો કરનાર વાયલી

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં જન્મેલા ક્રિસ્ટોફર વાયલી એક ડેટા સાયન્ટિસ્ટ અને સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગના એક્સપર્ટ છે.

divyabhaskar.com | Updated - Mar 22, 2018, 02:51 PM
ફેસબુક ડેટા લીકનો ખુલાસો કરનાર ક્રિસ્ટોફર વાયલી
ફેસબુક ડેટા લીકનો ખુલાસો કરનાર ક્રિસ્ટોફર વાયલી

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ફેસબુક ડેટા લીકને જાહેરમાં લાવીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દેનાર ક્રિસ્ટોફર વાયલી (28) વર્લ્ડ મીડિયામાં ટોપ ટ્રેન્ડ કરી રહ્યા છે. બ્રિટનની કંપની કેમ્બ્રિજ એનાલિટિકાના રિસર્ચ હેડ પદે રહી ચૂકેલા વાયલીએ જ સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગની સિસ્ટમ ડેવલપ કરી હતી. 'ધ ઓબ્ઝર્વર'ને આપેલા ઇન્ટરવ્યુમાં વાયલીએ કહ્યું કે, કેમ્બ્રિજ એનાલિટિકામાં જોબ પહેલાં તેઓને બિલકુલ અંદાજ નહતો કે, તેઓ કોઇ જાળમાં ફસાવા જઇ રહ્યા છે. વાયલીએ કહ્યું કે, મને કેમ્બ્રિજ એનાલિટિકા જોઇન કરવાનો અફસોસ છે.


કેમ મહત્વનો છે વાયલીનો ઇન્ટરવ્યુ?


1) રિસર્ચ માટે માફી માંગી
- વાયલીએ કહ્યું, મારી પાસે બે કંપનીઓની જોબ ઓફર હતી. અફસોસ છે કે, મેં કેમ્બ્રિજ એનાલિટીકા પસંદ કરી. મારાં રિસર્ચ માટે હું માફી માંગુ છું. કેમ્બ્રિજ એનાલિટિકા સાંસ્કૃતિક યુદ્ધ માટે હથિયારોનું ગોડાઉન છે.
- જ્યારે કંપનીએ રિસર્ચને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેઇનમાં ઉપયોગ કર્યો, ત્યાં સુધી ક્રિસ્ટોફર વાયલી અને તેની ટીમ કેમ્બ્રિજ એનાલિટિકા છોડી ચૂક્યા હતા.

2) જણાવ્યું કેવી રીતે જાણે છે વોટર્સનો મૂડ


- વાયલીના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પર યૂઝર્સ પોતાના વખાણના શોખિન હોય છે. આ જ એક એવું સ્થળ છે જ્યાં તેઓ પોતાની વધુમાં વધુ જાણકારી શૅર કરે છે. જેમ કે, તેઓને શું પસંદ છે, તેઓ ક્યાં જઇ રહ્યા છે વગેરે.
- થર્ડ પાર્ટી એપની મદદથી આ ડેટા સરળતાથી એકઠો કરી શકાય છે અને આ સ્ટડીને પોલિટિકલ કેમ્પેઇનમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

3) યૂઝર્સને સલાહ આપી


- વાયલીએ યૂઝર્સને સલાહ આપી છે કે, તેઓ આવા પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં પહેલાં ધ્યાન રાખે કે તમે શું જોઇ રહ્યા છો? શું સાંભળી રહ્યા છો અને કોની સાથે વાત કરી રહ્યા છો?

શું વાયલી તપાસનો સામનો કરી રહ્યા છે?
- વાયલીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ફેસબુક વાયલીના સોશિયલ એકાઉન્ટ્સની તપાસ કરી રહ્યું છે.
- જો કે, વાયલીએ આ વાતને લઇને ટ્વીટ પર વિરોધ વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે, મેં કેમ્બ્રિજ એનાલિટિકા માટે કામ બ્રિટિશ સરકારના નિયમોને આધિન કર્યુ અને ફેસબુકની કોઇ પોલીસીને તોડી નથી.
- વાયલીએ એ વાતની પણ પુષ્ટી કરી છે કે, તેઓ યુએસ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટી, જ્યુડીશિયરી કમિટી અને યુકે ડિજીટલ પાર્લામેન્ટરી કમિટીની સામે હાજર થશે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, વાયલીના જીવનના 5 મહત્વના પડાવ વિશે

પોતાને ગે કહેનાર વાયલીનું 6 વર્ષની ઉંમરે જ સ્કૂલમાં શોષણ થયું હતું.
પોતાને ગે કહેનાર વાયલીનું 6 વર્ષની ઉંમરે જ સ્કૂલમાં શોષણ થયું હતું.

પોતાને ગે માનતા વાયલીના જીવનના 5 મહત્વના પડાવ 


1) 6 વર્ષની ઉંમરે શોષણનો થયો શિકાર 
- કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં પેદા થયેલા ક્રિસ્ટોફર વાયલી એક ડેટા સાયન્ટિસ્ટ અને સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગના એક્સપર્ટ છે. પોતાને ગે કહેનાર વાયલીનું 6 વર્ષની ઉંમરે જ સ્કૂલમાં શોષણ થયું હતું. આ ઘટનાથી તેઓના બાળપણની સ્મૃતિઓ ખરડાયેલી છે. મેન્ટલ ટ્રોમામાંથી બહાર આવવા માટે ડોક્ટર પિતા અને સાઇકોલોજિસ્ટ માતાએ અનેક વર્ષો સુધી કાઉન્સિલિંગ કર્યુ. 


2) 14 વર્ષની ઉંમરે સ્કૂલ છોડી, માઇક્રો ટાર્ગેટિંગની સમજ મેળવી 


- 14 વર્ષની ઉંમરે વાયલીએ સ્કૂલ છોડી દીધી. તેનો રસ પોલિટિક્સમાં વધ્યો અને પોતાના શહેરના પોલિટિક્સમાં એક્ટિવ રહીને વોટર્સના માઇક્રો ટાર્ગેટિંગની સમજ કેળવી. 
- 17 વર્ષની ઉંમરે વાયલીએ કેનેડિયન સાંસદમાં ઇન્ટર્ન તરીકે જોડાયા અને અહીં તેઓએ વિપક્ષના નેતાની ઓફિસમાં કામ કર્યું. 

 

આ ઘટનાક્રમના ત્રણ દિવસ બાદ વાયલીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ ઘટનાક્રમના ત્રણ દિવસ બાદ વાયલીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

3) ઓબામાના વ્યૂહરચનાકાર (Strategist) પાસે ડેટા

 

પોલિટિક્સના ગુણ શીખ્યા
- 18 વર્ષની ઉંમરે વાયલીને ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાના રાજકીય સ્ટ્રેટેજિસ્ટ કેન સ્ટ્રાઝ્મે ઇલેક્શન માટે માઇક્રોટાર્ગેટિંગ અને ડેટા પોલિટિક્સના ગુણ શીખવ્યા. 
- 20 વર્ષની ઉંમરે ક્રિસ્ટોફર વાયલી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં લૉનો અભ્યાસ કરવા ગયા. 

 

20 વર્ષની ઉંમરે ક્રિસ્ટોફર વાયલી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં લૉનો અભ્યાસ કરવા ગયા.
20 વર્ષની ઉંમરે ક્રિસ્ટોફર વાયલી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં લૉનો અભ્યાસ કરવા ગયા.

4) કેમ્બ્રિજ એનાલિટિકામાં વોટર્સને પ્રભાવિત કરવાની રીત

 
- 21 વર્ષની ઉંમરે તેણે પોલિટિક્સમાં એન્ટ્રી કરી અને તેઓ બ્રિટનની પોલિટિકલ પાર્ટી લિબરલ ડેમોક્રેટ્સ માટે કામ કરવા લાગ્યા. 
- 24 વર્ષની ઉંમરે વાયલી કેમ્બ્રિજ એનાલિટિકાના રિસર્ચ હેડ બન્યા અને આ દરમિયાન તેઓનો ઇન્ટરેસ્ટ વોટર્સને પ્રભાવિત કરવાની રીત પર જાગ્યો. તેઓએ સાઇકોલોજિસ્ટની એક ટીમ સાથે મળીને સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગ સિસ્ટમ તૈયાર કરી. 

વાયલીએ જ સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગની સિસ્ટમ ડેવલપ કરી હતી
વાયલીએ જ સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગની સિસ્ટમ ડેવલપ કરી હતી

5) ફેશન ટ્રેન્ડ્સમાં પણ પીએચડી 


- 2015માં વાયલી અને તેની ટીમના અડધાથી વધારે સભ્યોએ કેમ્બ્રિજ એનાલિટિકા છોડી દીધું. આ દરમિયાન તેઓએ ફેશન ટ્રેન્ડ્સ પર પીએચડી કરી. 
- રિપોર્ટ્સ અનુસાર, 2009માં ક્રિસ્ટોફર વાયલીને આ ડેટા પોલિટિક્સ ટેક્નિકના કારણે જ જોબ ગુમાવવી પડી હતી. ત્યારે તેઓ કેનેડામાં એક પોલિટિકલ પાર્ટીના લીડરની સાથે કામ કરી રહ્યા હતા. 

 

X
ફેસબુક ડેટા લીકનો ખુલાસો કરનાર ક્રિસ્ટોફર વાયલીફેસબુક ડેટા લીકનો ખુલાસો કરનાર ક્રિસ્ટોફર વાયલી
પોતાને ગે કહેનાર વાયલીનું 6 વર્ષની ઉંમરે જ સ્કૂલમાં શોષણ થયું હતું.પોતાને ગે કહેનાર વાયલીનું 6 વર્ષની ઉંમરે જ સ્કૂલમાં શોષણ થયું હતું.
આ ઘટનાક્રમના ત્રણ દિવસ બાદ વાયલીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.આ ઘટનાક્રમના ત્રણ દિવસ બાદ વાયલીના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
20 વર્ષની ઉંમરે ક્રિસ્ટોફર વાયલી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં લૉનો અભ્યાસ કરવા ગયા.20 વર્ષની ઉંમરે ક્રિસ્ટોફર વાયલી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં લૉનો અભ્યાસ કરવા ગયા.
વાયલીએ જ સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગની સિસ્ટમ ડેવલપ કરી હતીવાયલીએ જ સાઇકોલોજિકલ પ્રોફાઇલિંગની સિસ્ટમ ડેવલપ કરી હતી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App