ડિવોર્સ / દુનિયાના સૌથી અમીર અને એમેઝોનના માલિક જેફ બેજોસ લગ્નના 25 વર્ષ બાદ ડિવોર્સ લેશે

amazon ceo jeff bezos wife mackenzie divorce after 25 years of marriage
X
amazon ceo jeff bezos wife mackenzie divorce after 25 years of marriage

  • જેફ બેજોસ અને મેકેંજીએ ટ્વિટર પર જોઈન્ટ સ્ટેટમેન્ટમાં કહ્યું- હવે મિત્રોની જેમ જીવન પસાર કરીશું
  • મેકેંજી એક સાહિત્યકાર છે, પ્રિન્સટન યૂનિવર્સિટીમાં જોબ ઈન્ટરવ્યૂ આપવાના સમયે જેફ સાથે પહેલી મુલાકાત થઈ હતી

divyabhaskar.com

Jan 10, 2019, 11:02 AM IST

ન્યૂયોર્ક: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસે બુધવારે તેની પત્ની મેકેંજી બેજોસ સાથે ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે. બંનેએ 25 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા પરંતુ તેઓ ઘણાં સમયથી એકબીજાથી અલગ રહેતા હતા. આ વિશે ટ્વિટર પર માહિતી આપતા બેજોસ દંપત્તિએ એક સંયુક્ત નિવેદનમાં લખ્યું છે કે, અમે લોકોને અમારા જીવનના ઘટના ક્રમ વિશે જણાવવા માંગીએ છીએ. અમારા પરિવારજનો અને મિત્રો જાણે છે કે, પ્રેમભર્યા એક લાંબા ટ્રાયલ સેપરેશન પછી અમે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. અમે આગામી સમયમાં પણ મિત્રોની જેમ જીવન પસાર કરીશું. મેકેંજી એમેઝોનની પહેલી કર્મચારીઓમાંથી એક હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી