તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US: ઓક્લાહોમામાં બેકસ્ટ્રીટ બોય્ઝ કોન્સર્ટ દરમિયાન ત્રાટક્યું વાવાઝોડું, 14 ગંભીર રીતે ઘાયલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના ઓક્લોહોમા સ્ટેટમાં ગત રાત્રે યોજાયેલી બેકસ્ટ્રીટ બોય્ઝ કોન્સર્ટમાં પવેલિયન તૂટતાં અંદાજિત 14 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના શનિવારે અમેરિકામાં ત્રાટકેલાં વાવાઝોડાંનાં કારણે બની હતી. શનિવારે રાત્રે અમેરિકામાં 128 કિમી/કલાકની ઝડપે આવેલા વાવાઝોડાંના કારણે કોન્સર્ટનું પવેલિયન તૂટી ગયું હતું. આ કોન્સર્ટ વિનસ્ટાર વર્લ્ડ કેસિનો એન્ડ રિસોર્ટમાં યોજાઇ હતી. જેમાં બેકસ્ટ્રીટ બોય્ઝ અને 98 ડિગ્રીઝે પર્ફોર્મ કર્યુ હતું. વિનસ્ટાર સ્પોક્સપર્સન કિમ કોચ થોમ્પસને જણાવ્યું કે, અંદાજિત 150 લોકોએ અમારાં સ્ટાફની ચેતવણીને અવગણી હતી. વાવાઝોડાં અને વરસાદના કારણે સૌથી પહેલાં મેટલ સ્ટેજ તૂટ્યું હતું જેના કારણે ઘણાં લોકો ઘાયલ થયા હતા. આ કોન્સર્ટમાં 12 હજાર લોકો હતા. 


સ્ટેજ ઉપરની વસ્તુઓ હવામાં ઉડી, લોકો ઘાયલ


- કોન્સર્ટમાં હાજર રહેલા લોકોએ આ ઘટનાની તસવીરો ટ્વીટર પર પોસ્ટ કરી હતી. એક યુવતીએ પોસ્ટમાં લખ્યું, 'હજારો બેકસ્ટ્રીટ બોય્ઝ ફેન્સ ઓક્લાહોમા વાવાઝોડાંમાં ફસાઇ ગયા છે.'
- મોટું મેટલ એન્ટ્રન્સ સ્ટ્રક્ચર, પોર્ટેબલ ટોઇટેલ વાવાઝોડાંમાં ઉડી ગયા છે. હાલ લોકોની સારવારમાં એમ્બ્યુલન્સ ક્રૂ પહોંચી ગઇ છે. 
- થોમ્પસને જણાવ્યું કે, બે લોકો જેઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 
-  એન્ટ્રી ગેટ પડી જતાં બેકસ્ટ્રીટ બોય્ઝ મેમ્બર કેવિન રિચાર્ડસને ટ્વીટ કરી હતી કે, હાલ ભયાનક વરસાદ પડી રહ્યો છે અને ભારે પવન છે. તેથી ટેકવિલેમાંથી બહાર નિકળી જાવ. ઇમરજન્સી ક્રૂએ હાલ સારવાર માટે ટેન્ટ તૈયાર કરી દીધા છે. 

 

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો... 

અન્ય સમાચારો પણ છે...