Home » International News » America » Campaign is backlash against new Nike ad campaign featuring Colin Kaepernick

NIKE બ્રાન્ડની એક ભૂલથી ભડક્યા અમેરિકન્સ, ઠેરઠેર બ્રાન્ડની પ્રોડક્ટ્સની કરી હોળી

Divyabhaskar.com | Updated - Sep 06, 2018, 06:01 PM

વિરોધમાં લોકો નાઇકીના ઉત્પાદકો સળગાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તસવીરોને શૅર કરી રહ્યા છે

  • Campaign is backlash against new Nike ad campaign featuring Colin Kaepernick
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    સોશિયલ મીડિયા પર પ્રો-ટ્રમ્પ સમર્થકોએ બ્રાન્ડનો વિરોધ શરૂ કરી દીધો છે.

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકન ફૂટબોલના સ્ટાર પ્લેયર કોલિન કેપરનિકની બ્રાન્ડ એમ્બેસેડર બનાવતા જ સ્પોર્ટ્સ વેર બનાવતી કંપની નાઇકીનો અમેરિકામાં વિરોધ શરૂ થઇ ગયો છે. સ્પોર્ટ્સ વેર બનાવતી કંપનીને અમેરિકામાં લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. વિરોધમાં અમેરિકાના કેટલાંક સ્થળોએ નાઇકીના પ્રોડક્ટ્સને સળગાવવાની ઘટનાઓ સામે આવી છે. આ અભિયાનને #JustBurnIt (જસ્ટ બર્ન ઇટ) નામ આપવામાં આવ્યું છે. ટ્વીટર પર #BoycottNike નામ આપવામાં આવ્યું છે.


    પ્રેસિડન્ટ ટ્રમ્પના વિરોધ શરૂ થયું અભિયાન


    - આ આગને હવા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધથી મળી. નાઇકીના કોલિન કેપરનિકવાળા એડ કેમ્પેઇનને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત ખરાબ નિર્ણય ગણાવ્યો.
    - ટ્રમ્પે આ નિર્ણય પર કહ્યું કે, હું માત્ર એટલું જ કહેવા ઇચ્છું છું કે, હું આ કેમ્પેઇનને આ પ્રકારે નથી કરતો. આ દેશમાં તમારી પાસે અભિવ્યક્તિની આઝાદી છે અને તમે એવા કામ પણ કરી શકો છો જે કદાચ અન્યોને યોગ્ય નથી લાગતું.
    - ટ્રમ્પના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પ્રો-ટ્રમ્પ સમર્થકોએ બ્રાન્ડનો વિરોધ શરૂ કરી દીધો.

    ટ્રમ્પે ખેલાડીના વ્યવહારને અનુચિત ગણાવ્યો હતો


    - ઉલ્લેખનીય છે કે, કોલિન કેપરનિક આફ્રિકા-અમેરિકન મૂળના લોકો પર થતાં જાતિવાદ પોલીસ હુમલાઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવીને ચર્ચામાં આવ્યા હતા.
    - કોલિન કેપરનિક વિરોધ કરવા માટે અમેરિકાના રાષ્ટ્રગીત વખતે ઘૂંટણ પર બેસી ગયા હતા. 2016માં એક ટૂર્નામેન્ટ દરમિયાન તે વિરોધમાં રાષ્ટ્રગીત વખતે ઉભા નહોતા થયા અને ઘૂંટણ પર બેસી ગયા હતા.
    - તે વિરોધ વખતે કેટલાંક ખેલાડીઓએ તેઓનું સમર્થન કર્યુ તો કેટલાંક લોકોએ વિરોધ કર્યો હતો. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમના વ્યવહારને અનુચિત ગણાવ્યો હતો.

    સોશિયલ મીડિયા પર વિરોધ


    - હવે નાઇકીએ કોલિન કેપરનિક સાથે કરાર કર્યો છે, સાથે જ નાઇકીની ટેગલાઇન રિલીઝ કરી છે - 'જે ચીજમાં તમે વિશ્વાસ કરો છો તેના પર વિશ્વાસ યથાવત રાખો, ભલે આ માટે તમારે કંઇ પણ ત્યાગ કરવાની જરૂર પડે.'
    - તેના વિરોધમાં લોકો નાઇકીના ઉત્પાદકો સળગાવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તસવીરોને શૅર કરી રહ્યા છે.
    - મંગળવારે નાઇકીના શૅરમાં 3 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
    - કેટલાંક લોકો વીડિયોમાં પ્રોડક્ટ સળગાવી રહ્યા છે, તો કેટલાંક તેને કાપી-ફાડીને ફેંકી રહ્યા છે. જો કે, કેટલીક સંસ્થાઓએ લોકોને આ પ્રોડક્ટ્સને સળગાવવાને બદલે દાન કરવાનું કહ્યું છે.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

  • Campaign is backlash against new Nike ad campaign featuring Colin Kaepernick
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    નાઇકીએ કોલિન કેપરનિક સાથે કરાર કર્યો છે.
  • Campaign is backlash against new Nike ad campaign featuring Colin Kaepernick
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    2016માં એક ટૂર્નામેન્ટ દરમિયાન કોપર વિરોધમાં રાષ્ટ્રગીત વખતે ઉભા નહોતા થયા અને ઘૂંટણ પર બેસી ગયા હતા.
  • Campaign is backlash against new Nike ad campaign featuring Colin Kaepernick
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કોલિન કેપરનિક આફ્રિકા-અમેરિકન મૂળના લોકો પર થતાં જાતિવાદ પોલીસ હુમલાઓ વિરૂદ્ધ અવાજ ઉઠાવીને ચર્ચામાં આવ્યા. (ફાઇલ)
  • Campaign is backlash against new Nike ad campaign featuring Colin Kaepernick
    કેટલાંક લોકો વીડિયોમાં પ્રોડક્ટ સળગાવી રહ્યા છે, તો કેટલાંક તેને કાપી-ફાડીને ફેંકી રહ્યા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ