Home » International News » America » American company space x will launch most powerful rocket

સ્પેસ X લોન્ચ કરશે સૌથી પાવરફુલ રોકેટ, એલન મસ્કની કાર મોકલાશે

Divyabhaskar.com | Updated - Feb 06, 2018, 10:41 AM

કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનું સૌથી પાવરફુલ રોકેટ છે, તેનાથી આવનારા સમયમાં લોકોને ચંદ્ર અને મંગળ પર મોકલી શકાય છે

  • American company space x will launch most powerful rocket
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ટેસ્ટિંગ માટે આ રોકેટને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે.

    મિયામી: અમેરિકાની પ્રાઇવેટ સ્પેસ કંપની સ્પેસએક્સ મંગળવારે પોતાનું ફાલ્કન હેવી રોકેટ સ્પેસમાં મોકલશે. કંપનીનો દાવો છે કે આ અત્યાર સુધીનું સૌથી પાવરફુલ રોકેટ છે. તેનાથી આવનારા સમયમાં લોકોને ચંદ્ર અને મંગળ પર મોકલી શકાય છે. હાલ, તેમાં ફ્યુચરનો સ્પેસ સુટ પહેરેલું એક પૂતળું અને કંપનીના માલિક એલન મસ્કની ચેરી રેડ કલરની ટેસ્લા કાર મોકલવામાં આવી રહી છે.

    કેટલું શક્તિશાળી, કેટલું મોટું છે ફાલ્કન હેવી?

    એન્જિન: 27

    લંબાઈ: 70
    વજન: 63.8 ટન (બે સ્પેટ શટલ બરાબર)
    કેટલું વજન ઉઠાવી શકે છે: 64 ટન
    કુલ તાકાત: 18 એરક્રાફ્ટ- 747ની બરાબર

    આગળની સ્લાઇડમાં વાંચો ક્યારે થશે આ પાવરફુલ રોકેટનું લોન્ચિંગ

  • American company space x will launch most powerful rocket
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    આ રોકેટથી આવનારા સમયમાં લોકોને ચંદ્ર અને મંગળ પર લઇ જઇ શકાય છે.

    ક્યારે થશે લોન્ચિંગ?

     

    - ટેસ્ટિંગ માટે આ રોકેટને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય પ્રમાણે મોડી રાતે 12.00 વાગે લોન્ચ કરવામાં આવશે. 

     

    કેટલું વજન લઇ જઇ શકે છે?

     

    - આ રોકેટને 64 ટન વજન લઇ જઇ શકે એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું કુલ વજન પેસેન્જર્સથી ભરેલા 737 જેટલાઇનર એરોપ્લેનથી પણ વધુ છે. 

     

    ક્યાં જશે આ રોકેટ?

     

    - તે પૃથ્વીની ભ્રમણકક્ષાથી (ઓર્બિટ) મંગળની ભ્રમણકક્ષા સુધી ચક્કર લગાવશે. 

    કેટલી સ્પીડ હશે તેની?

    - એલન મસ્કના જણાવ્યા પ્રમાણે તે ભ્રમણકક્ષામાં પહોંચ્યા પછી 11 કિમી/સેકન્ડની સ્પીડથી ચાલશે. 

     

    આગળની સ્લાઇડમાં વાંચો ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું રોકેટ બનાવી ચૂકી છે સ્પેસએક્સ

  • American company space x will launch most powerful rocket
    આ રોકેટમાં કંપનીના માલિક એલન મસ્કની લાલ રંગની ટેસ્લા કાર પણ મોકલવામાં આવી રહી છે.

    ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવું રોકેટ બનાવી ચૂકી છે સ્પેસએક્સ

     

    - ઉલ્લેખનીય છે કે સ્પેસએક્સ કંપની આ પહેલા ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા રોકેટનું સફળ પરીક્ષણ કરી ચૂકી છે.

    - કંપનીનો દાવો છે કે ફરીથી ઉપયોગમાં લઇ શકાય તેવા રોકેટથી તેના લોન્ચિંગ પર થનારા ખર્ચમાં ઘણો ઘટાડો થશે. 

     

    અન્ય દેશોને ન મળી સફળતા

     

    - રશિયન, જાપાનીઝ અને યુરોપિયન સ્પેસ એજન્સીઓ પણ આ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, પણ હાલમાં ટેસ્ટિંગ સ્ટેજમાં જ છે. 

    - હકીકતમાં સ્પેસમાં કોઇ સેટેલાઇટને મોકલવા માટે રોકેટનો ઉપયોગ કરવામાં આવે છે. કોઇ પ્રોગ્રામની કોસ્ટનો મોટો હિસ્સો રોકેટ પર જ ખર્ચ થાય છે. સ્પેસએક્સ લાંબા સમયથી આવા રોકેટ પર એક્સપેરિમેન્ટ કરી રહી હતી, જેને એકથી વધુ વખત ઉપયોગમાં લઇ શકાય. હવે આ એક્સપેરિમેન્ટ સફળ થઇ ગયું છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

Trending

વીડિયો વધુ જુઓ