• Gujarati News
  • National
  • Children Were Screaming And Coughing In The Mayhem As Agents Threw Tear Gas Into The Crowds

US: મેક્સિકોથી આવતા ઇમિગ્રન્ટ્સ બન્યા હિંસક, ટ્રમ્પે ટીયર ગેસ અને રબર બુલેટ્સ છોડવાના આદેશ આપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટીયર ગેસથી બચવાનો પ્રયાસ કરતા શરણાર્થી - Divya Bhaskar
ટીયર ગેસથી બચવાનો પ્રયાસ કરતા શરણાર્થી

- ઘટના સાન ડિયાગો નજીક મેક્સિકો બોર્ડરની, લોકો શુષ્ક કેનાલના રસ્તે જ અમેરિકામાં ઘૂસવા લાગ્યા હતા 
- ટ્રમ્પે ગેરકાયદેસર પ્રવાસીઓને અમેરિકામાં આશ્રય આપવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો, કોર્ટે નિર્ણય રદ કર્યો 
- નિર્ણય રદ થયા બાદ ટ્રમ્પે ચેતવણી આપી હતી - બોર્ડર પર પરિસ્થિતિ બેકાબૂ બની તો ઇમિગ્રન્ટ્સે જ નુકસાન વેઠવું પડશે. 

 

 

ઇન્ટરનેશનલ ડેસ્કઃ સાન ડિયાગોમાં અમેરિકા-મેક્સિકોના સૌથી મોટાં બોર્ડર ચેક-પોસ્ટ પર ઇમિગ્રન્ટ્સ અને સિક્યોરિટી ફોર્સ વચ્ચે અથડામણ થઇ છે. આ બોર્ડર ખુલ્યા બાદ મેક્સિકોથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં ઘૂસવા લાગ્યા હતા. જ્યારે બોર્ડર ચેક-પોસ્ટથી ઇમિગ્રન્ટ્સને રસ્તો ના મળ્યો તો તેઓએ નજીક આવેલી સૂકી નહેરને પાર કરીને આવવા લાગ્યા. પરિસ્થિતિ બેકાબૂ બનતા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને સિક્યોરિટી ફોર્સને ટીયર ગેસ છોડવાના અને રબર બુલેટ્સ મારવાના ઓર્ડર આપ્યા. ઇમિગ્રન્ટ્સમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ હતા. ઘટનાના પાંચ કલાક સુધી બોર્ડરને બંધ રાખવી પડી. 


કોર્ટે ટ્રમ્પના નિર્ણયને ફગાવ્યો 


- અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે થોડાં દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે, અમેરિકામાં માત્ર એવા જ ઇમિગ્રન્ટ્સને આશ્રય મળશે, જેઓ કાયદેસર રીતે દેશમાં દાખલ થયા છે. 
- માનવાધિકાર સંગઠનોએ 9 નવેમ્બરના રોજ ટ્રમ્પના આ નિર્ણય વિરૂદ્ધ અરજી દાખલ કરી હતી. સાન ફ્રાન્સિસ્કો ડિસ્ટ્રિક્ટ કોર્ટે ટ્રમ્પના આ નિર્ણયને ફગાવી દીધો હતો. 


USમાં પ્રવેશ મેળવવા 7,000 લોકોનો રઝળપાટ; એલિયન્સને અટકાવવા બોર્ડર બંધ કરો-ટ્રમ્પ


સાન ડિયાગો બોર્ડર બંધ, બાળકો રડતાં રહ્યા 


- ટ્રમ્પના આદેશ અનુસાર, યુએસ બોર્ડર પર બાળકો અને મહિલાઓ સહિતના માઇગ્રન્ટ્સ ગ્રુપ પર સિક્યોરિટી ફોર્સે ટીયર ગેસ અને રબર બુલેટ્સ છોડ્યા હતા. 
- રવિવારે બપોરે કેટલાંક માઇગ્રન્ટ્સે મેક્સિકો બોર્ડર પર ફેન્સિંગના કોન્સર્ટિના વાયર ગેપને તોડીને પ્રવેશ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ પરિસ્થિતિ વણસી હતી. 
- બુલેટ્સ અને ટીયર ગેસ છોડ્યા બાદ બાળકો ભયથી ચીસો પાડતા રહ્યા અને મહિલાઓ તેઓના બાળકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાના પ્રયત્નો કરતી જોવા મળી હતી. 
- ફેન્સિંગ બોર્ડર તોડવાના પ્રયત્નોના કારણે યુએસ અધિકારીઓએ તિજુઆના અને સાન ડિયાગો બોર્ડર બંધ કરી દીધી હતી, જેથી હજારો ઇમિગ્રન્ટ્સને યુએસ અને મેક્સિકોમાં પ્રવેશ કરતાં અટકાવી શકાય. 
- હોમલેન્ડ સિક્યોરિટી ક્રિસ્ટજેન નિલ્સને જણાવ્યું કે, અમેરિકા આ પ્રકારની અરાજકતા કે અવ્યવસ્થાને સહન નહીં કરે. કોઇ પણ વ્યક્તિ જે ફેડરલ પ્રોપર્ટીને નષ્ટ કરવા અથવા તેને તોડી પાડવાની કોશિશ કરશે તેઓને સજા મળશે. 


ટ્રમ્પે આપી હતી ચેતવણી 


- કોર્ટના નિર્ણય બાદ ટ્રમ્પે કહ્યું હતું કે, જો મેક્સિકોથી આવનારા ઇમિગ્રન્ટ્સની સંખ્યા બેકાબૂ થવાની હદ સુધી પહોંચી જશે તો તેઓ બોર્ડર બંધ કરી દેશે અથવા ઇમિગ્રન્ટ્સે નુકસાન વેઠવું પડશે. 


ટ્રમ્પના નિવેદનનો વિરોધ શરૂ થયો 


- ઇમિગ્રન્ટ્સને નુકસાન પહોંચાડવાથી જોડાયેલા ટ્રમ્પના નિવેદનનો મેક્સિકોમાં વિરોધ શરૂ થયો. 
- એવું માનવામાં આવે છે કે, આમાંથી જ 500 દેખાવકારો સાન ડિયાગો બોર્ડર પર આવી ગયા અને અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરવા લાગ્યા. 


મેક્સિકોએ સ્વીકાર્યુ - બોર્ડર પર લોકો હિંસક બની ગયા હતા 


- મેક્સિકોના ગૃહ મંત્રાલયે સ્વીકાર કર્યો હતો કે, કેટલાંક લોકો હિંસક રીતે અમેરિકામાં પ્રવેશ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. 
- ડિપાર્ટમેન્ટે કહ્યું કે, આવા લોકોની ઓળખ કરીને તેઓને પરત મેક્સિકો ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરાવમાં આવશે. તિજુઆનાની મેયર ઓફિસે પણ સ્વીકાર્યુ છે કે, કેટલાંક લોકોની હિંસક ગતિવિધિઓના કારણે અમે અમેરિકા સાથેના અમારાં સંબંધો ખરાબ નહીં થવા દઇએ. 
- મેક્સિકો ઇન્ટિરિયર મિનિસ્ટ્રી અનુસાર, 500 ઇમિગ્રન્ટ્સ યુએસ બોર્ડર તરફ ગેરકાયદેસર પ્રવેશ મેળવવા હિંસક બન્યા હતા. ઉપરાંત કેટલાંક માઇગ્રન્ટ્સે તિજુઆના અને સાન ડિયાગો બોર્ડર વચ્ચે વિરોધ પ્રદર્શનો પણ કર્યા હતા. 
- બોર્ડર પર આટલી હદે તણાવ હોવા છતાં મેક્સિકો ઓથોરિટીએ કહ્યું કે, તેઓ 7,417 માઇગ્રન્ટ્સને અટકાવવા માટે સિક્યોરિટી ફોર્સને બોર્ડર પર નહીં મોકલે. 


3,140 લાંબી છે બોર્ડર 


- અમેરિકાની મેક્સિકો નજીક આવેલી બોર્ડર 3,140 કિલોમીટર લાંબી છે. 1,100 કિલોમીટર ભાગ પર હજુ પણ અવરોધકો લાગેલા છે. 
- ટ્રમ્પ આ બોર્ડર પર 12થી 20 અબજ ડોલરની કિંમતે કોંક્રિટની ઉંચી દિવાલ બનાવવા ઇચ્છે છે, જેથી ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને આવવાથી અટકાવી શકાય. 
- અમેરિકામાં હજુ પણ મેક્સિકોથી આવેલા 60 લાખ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ વસવાટ કરી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ મેળવનાર ઇમિગ્રન્ટ્સમાં 90 ટકા મેક્સિકોના નાગરિકો હોય છે. 

 

5,000થી વધુ માઇગ્રન્ટ્સ તિજુઆના નજીક કેમ્પમાં રહે છે 


- પોલીસે આ માઇગ્રન્ટ્સને મેક્સિકો તરફ પરત ફરવાના આદેશ આપ્યા હતા. અંદાજિત 5,000થી વધુ માઇગ્રન્ટ્સ તિજુઆના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ નજીક કેમ્પ બનાવીને રહે છે. 
- હોન્ડૂરાસથી ગત મહિને નિકળી ગયેલા આ માઇગ્રન્ટ્સે અમેરિકામાં પ્રવેશ માટે એપ્લિકેશન પણ આપી છે. સાન યસિડ્રો એન્ટ્રી પોઇન્ટ પર દરરોજની માત્ર 100 આશ્રય અરજીઓ પર કામ કરવામાં આવે છે. 
- તિજુઆનાના મેયર જુઆન મેન્યુઅલે શુક્રવારે 1.6 મિલિયન વસતી ધરાવતી બોર્ડર સિટીમાં માનવતાવાદી કટોકટી સર્જાઇ હોવાની જાહેરાત કરી હતી. 

 

ટ્રમ્પે ટ્વીટર પર ઠાલવ્યો રોષ 


- યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે મેક્સિકો પહોંચેલા માઇગ્રન્ટ્સ પ્રત્યે રોષ ઠાલવ્યો હતો. 
- ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે - 'જો મેક્સિકોએ આ કારવાંને શરૂઆતથી જ અટકાવી દીધા હોત તો તેઓ આજે સાઉથ બોર્ડર સુધી પહોંચ્યા જ નહોત અથવા દેશમાં હિંસક રીતે પ્રવેશ મેળવવાના પ્રયત્નો ના કર્યા હોત.'
- મેક્સિકો આ વર્ષના અંત સુધી અંદાજિત 1,00000 સેન્ટ્રલ અમેરિકન્સને ડિપોર્ટ કરશે. 

 

એડમિનિસ્ટ્રેશનની ઇમિગ્રેશન પોલીસીને ટ્રમ્પે વખોડી 


- રવિવારે ટ્રમ્પ અમેરિકામાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા ઇમિગ્રેશન પોલીસીના મુદ્દાને ફરીથી સામે લાવ્યા હતા. પ્રેસિડન્ટે 60 મિનિટ લાંબા સેગમેન્ટમાં પોતાના પ્રતિભાવો આપ્યા હતા. 
- જે અનુસાર, ફેમિલી સેપરેશન પોલીસી જેમાં માઇગ્રન્ટ બાળકોને તેમના માતા-પિતાથી અલગ રાખવામાં આવે છે તેને ફરીથી અમલમાં મુકવામાં આવી હતી. 
- ટ્રમ્પે દાવો કર્યો હતો કે, ફેમિલી સેપરેશન પોલીસીને પહેલેથી જ ઓબામા પ્રશાસનમાં લાવવવામાં આવી હતી. 
- ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે 60 મિનિટમાં ચાઇલ્ડ સેપરેશન પોલીસી વિશે જણાવવું સામાન્ય બાબત નથી. આ એ જ પોલીસી છે જે ઓબામા કાળમાં લાગુ કરવામાં આવી હતી. 
- 'બાળકો જેલમાં હોવાની જે તસવીરો હતી તે ફૅક મીડિયા દ્વારા ફેલાવવામાં આવી હતી. પરંતુ આ તસવીરો હાલના સમયની નહીં પણ 2014ની છે. ઓબામાએ બાળકોને તેમના માતાપિતાથી અલગ કર્યા, બુશે પણ આ જ કર્યુ હતું, કારણ કે આ પોલીસી છે અને કાયદો છે.'
- 'હું બાળકોને તેમના માતાપિતા સાથે રાખવાના પ્રયત્નો કરી રહ્યો છું, પરંતુ મુસીબત એ છે કે, હજારોની સંખ્યામાં લોકો બોર્ડર ક્રોસ કરીને આવી રહ્યા છે.'
- 'જ્યારે ઓબામા કાળમાં સેપરેશન પોલીસી લાગુ થાય તે ઠીક છે, પરંતુ ટ્રમ્પના સમયમાં અયોગ્ય છે. ફૅક 60 મિનિટ્સ!'

 

આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ છે આ માઇગ્રન્ટ્સ અને શા માટે યુએસમાં કોઇ પણ ભોગે પ્રવેશ મેળવવા ઇચ્છે છે...