Home » International News » America » alaska airline plane crashed soon after unauthorised takeoff at seattle tacoma international airport officials says it was stolen by employee

USમાં મિકેનિક વિમાન ઉડાવીને લઈ ગયો, ATCને કહ્યું- લેન્ડિંગ કરાવીશ તો પાઈલટ બનાવશો? 5 મિનિટ પછી ક્રેશ

Divyabhaskar.com | Updated - Aug 12, 2018, 03:53 AM

મિકેનિકે સિએટલ ઈન્ટરનેશનલ એરપોર્ટથી વિમાન ઉડાવ્યું હતું, વિમાનમાં કોઈ પ્રવાસી નહોતો

  • સિએટલ: રન-વે પર વિમાન ઊભું હતું અને મિકેનિક ઉડાવી લઈ ગયો. આ ઘટના અમેરિકાના સિએટલ ટેકોમા ઈન્ટરનેશનલ એરપોર્ટની છે. રન-વે પર અલાસ્કા એરલાઈન્સનું વિમાન ઊભું હતું. કોઈ ઉડ્ડયનનું શેડ્યુલ નહોતું તેથી વિમાનમાં કોઈ પ્રવાસી નહોતો. આ દરમિયાન એરપોર્ટથી એક મિકેનિક રિક ત્યાં પહોંચી ગયો અને વિમાનનું એન્જિન સ્ટાર્ટ કરી દીધું. વિમાન રન-વે પર દોડ્યું અને થોડા જ સમયમાં ઊડી ગયું. એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)માં દોડધામ મચી ગઈ. જાણવા મળ્યું કે રિક વિમાન ઉડાવીને લઈને ગયો છે. તુરંત એટીસીએ રિકનો સંપર્ક કર્યો. માઈક્રોફોન પર તેની સાથે વાત કરવામાં આવી. એટીસીએ કહ્યું તારા જીવને જોખમ છે, તેથી અમે જેવું કહી રહ્યા છીએ તેવું કર. તારી ડાબી બાજુ એક રન-વે છે.


    અમારા નિર્દેશો સાંભળ અને ત્યાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર. જવાબમાં રિકે કહ્યું - હું એ કરી શકું છું. તમે એ જણાવો કે જો હું વિમાનનું સલામત લેન્ડિંગ કરાવું તો મને પાઈલટ બનાવશો? આ દરમિયાન 2 ફાઈટર જેટ્સને પણ રિકના વિમાનનો પીછો કરવા માટે લગાવી દેવાયાં. ફાઈટર જેટ્સે રિકને વિમાનને શહેરની સરહદથી બહાર ખદેડ્યું. આ દરમિયાન રિક પણ સમજી ગયો કે તેણે વિમાન પરનું નિયંત્રણ ગુમાવી દીધું છે.


    એટીસી અને મિકેનિક રિક વચ્ચે લગભગ 2થી 3 મિનિટ જ વાતચીત થઈ શકી...


    એટીસી- રિક, તારો જીવ જોખમમાં છે. મોટો અકસ્માત થઈ શકે છે. અમે જેવું કહીએ, તેવું કર. અમે તારું સલામત લેન્ડિંગ કરાવી દઈશું.

    રિક- હું લેન્ડિંગ કરાવી લઈશ. તમે એ જણાવો કે આવું કર્યું તો મને પાઈલટ બનાવશો?

    એટીસી- અમારી વાત સાંભળ. તારી ડાબી બાજુ એક રન-વે છે. તે બાજુ વિમાન લઈ જા.

    રિક- (ગભરાઈને) મને લાગે છે કે વિમાનમાં કંઈક ગરબડ થઈ રહી છે. હવે હું રન-વે પર લેન્ડિંગ કરાવવા જઈશ તોપણ કોઈ મોટું નુકસાન કરી બેસીસ. બાકી જીવન પણ જેલમાં પસાર કરવું પડશે. (એટલું બોલીને તે હસવા લાગ્યો.)

    એટીસી- તારી પાછળ ફાઈટર જેટ્સ છે. જલદી કર નહીં તો પેટ્રોલ પણ ખતમ થઈ જશે.
    ... ત્યાર બાદ રિક અને એટીસીનો સંપર્ક તૂટી ગયો અને તુરંત જ વિમાન તૂટી પડ્યું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From International News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ