• Home
  • International News
  • America
  • આગામી દિવસોમાં વધુ ફિશર ખૂલવાની તૈયારીઓ | Kilauea had begun to spew lava up to 200 feet in the air

હવાઇઃ 900 કિમી/કલાકની ઝડપે ફેલાયો લાવા, 10 હજાર ફૂટ ઉંચા બ્લાસ્ટ

નેશનલ ગાર્ડ હેલિકોપ્ટર દ્વારા 2,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે

divyabhaskar.com | Updated - May 20, 2018, 05:34 PM
આગામી દિવસોમાં વધુ ફિશર ખૂલવાની તૈયારીઓ | Kilauea had begun to spew lava up to 200 feet in the air

ઇન્ટરનેશનલ ડેસ્કઃ હવાઇના કિલાઉ જ્વાળામુખીના કારણે શનિવારે પાહોઆ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર સુધી લાવા જતો રહ્યો છે. કિલાઉમાં હાલ 200 ફૂટ ઉંચે લાવા ફેંકાઇ રહ્યો છે. શુક્રવારે કિલાઉમાંથી રેફ્રિજરેટર સાઇઝના લાવા બોમ્બ ઉછળી રહ્યા હતા. સાયન્ટિટ્સે લેટેસ્ટ રિપોર્ટ આપ્યો છે તે અનુસાર, જ્વાળામુખીમાંથી ફ્રેશ લાવા નિકળી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ફિશરો ખૂલવાની તૈયારીઓ છે. જ્વાળામુખી સક્રિય થયો તે દિવસની સરખામણીએ શનિવારથી નિકળી રહેલો ફ્રેશ લાવા ઝડપથી ફેલાઇ રહ્યો છે અને તે રહેણાંક વિસ્તારોમાં આવી રહ્યો છે. શરૂઆતના દિવસોમાં જે માગ્મા બહાર નિકળી રહ્યો હતો તે 1955માં સક્રિય થયો તે દરમિયાનનો લાવા હોવાનો રિપોર્ટ છે.


વધુ 4 ઘરો હોમાયા, 900 ફૂટ પ્રતિ કલાકની ઝડપે ફેલાય છે લાવા


- ફ્રેશ લાવાના કારણે અત્યાર સુધી 4 ઘરો સ્વાહા થયા છે. શનિવારે સવારે એક કલાકમાં આ લાવા 1,000 ફૂટ સુધી ફેલાઇ ગયો હતો.
- હવાઇ કાઉન્ટી સિવિલ ડિફેન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર, આ લાવાની ઝડપ 900 કિમી/કલાક છે. બે અઠવાડિયાની સરખામણીએ શનિવારના દિવસે જ્વાળામુખીની સક્રિયતામાં ભયજનક વધારો જોવા મળે છે.
- લૈલાની એસ્ટેટ્ અને લાનિપ્યુના ગાર્ડનના 325 હેક્ટરમાં આ લાવા ફેલાઇ ગયો છે. જ્યારે નેશનલ ગાર્ડ હેલિકોપ્ટર દ્વારા 2,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતરિત લોકોને હલાઇના લોઅર પ્યુના એરિયામાં શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા છે.


3 લોકો ફસાયા, 2000થી વધુ ગેસ માસ્કનું વિતરણ


- શુક્રવારે હવાઇ કાઉન્ટી ઓફિશિયલ્સે અંદાજિત 2000થી વધુ N95 ગેસ માસ્કનું વિતરણ કર્યુ છે. જેથી સ્થાનિકોને જ્વાળામુખીની રાખ અને ધૂમાડાના કારણે હવામાં ફેલાઇ રહેલા સલ્ફર ડાયોક્સાઇડ સામે રક્ષણ મળી શકે.
- શનિવારે ઓફિશિયલ્સ રિપોર્ટ અનુસાર, આ એરિયામાં 3 લોકો ફસાઇ ગયા હતા, જેમાંથી એકનો હેલિકોપ્ટર દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો અને અન્ય 2 સમયસૂચકતા વાપરી ભયજનક એરિયામાંથી બહાર આવી ગયા હતા.


શરૂઆતના દિવસો કરતાં વધુ ચિંતાજનક સ્થિતિ


- યુનાઇટેડ સ્ટેટ જિયોગ્રાફિકલ સર્વે દરરોજ જ્વાળામુખીની સક્રિયતાના રિપોર્ટ્સ રજૂ કરે છે. જે અનુસાર, શનિવારે છેલ્લાં બે અઠવાડિયાની સરખામણીએ જ્વાળામુખીની એક્ટિવિટી વધુ ખરાબ અને ભયજનક થઇ રહી છે.
- યુએસજીએસના રિપોર્ટ અનુસાર, લાવા બહાર ફેંકાવાનું લેવલ સતત વધી રહ્યું છે. હાલ કિલાઉમાંથી 17 ફિશર (તિરાડ)માંથી લાવા સતત બહાર ફેંકાઇ રહ્યો છે. જ્યારે 16 અને 20 નંબરની ફિશરની આસપાસ નવી ફિશર તૈયાર થઇ રહી છે અને તેમાંથી લાવા બોમ્બ ફેંકાઇ રહ્યા છે.
- શનિવાર સવારે લાવા જમીનના 300 યાર્ડ સુધી માત્ર એક કલાકની અંદર જ ફેલાઇ ગયો હતો. રિપોર્ટ્સ અનુસાર, નવી મુસીબત એ ઉભી થઇ છે કે, ફિશરની દિશા કરતાં લાવા તદ્દન વિરૂદ્ધ દિશામાં આગળ વધી રહ્યો છે.


10,000 ફૂટ ઉંચે ફેંકાઇ રાખ


- બિગ આઇલેન્ડ જ્વાળામુખીમાંથી શુક્રવારે નાના નાના બ્લાસ્ટ્સ થઇ રહ્યા હતા. જેના કારણે હવામાં 10,000 ફૂટ (3,048 મીટર) ઉંચે રાખ ઉડી હતી.
- યુએસજીએસના હવાઇ વોલ્કેનો ઓબ્ઝર્વેટરી રિપોર્ટ અનુસાર, આગામી દિવસોમાં રાખ અને ધૂમાડાના નાના નાના બ્લાસ્ટ્સ થવાની શક્યતાઓ છે.
- વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ જ્વાળામુખી ક્યારે શાંત થશે તે હાલ કહેવું મુશ્કેલ છે. કારણ કે, 1955માં કિલાઉ જ્વાળામુખી સક્રિય થયો તે દરમિયાન 88 દિવસ સુધી લાવા બહાર ફેંકાયો હતો.

જ્વાળામુખીમાંથી ફ્રેશ લાવા નિકળી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ફિશરો ખૂલવાની તૈયારીઓ છે
જ્વાળામુખીમાંથી ફ્રેશ લાવા નિકળી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ફિશરો ખૂલવાની તૈયારીઓ છે
શરૂઆતના દિવસોમાં જે માગ્મા બહાર નિકળી રહ્યો હતો તે 1955માં સક્રિય થયો તે દરમિયાનનો લાવા હોવાનો રિપોર્ટ છે.
શરૂઆતના દિવસોમાં જે માગ્મા બહાર નિકળી રહ્યો હતો તે 1955માં સક્રિય થયો તે દરમિયાનનો લાવા હોવાનો રિપોર્ટ છે.
ફ્રેશ લાવાના કારણે અત્યાર સુધી 4 ઘરો સ્વાહા થયા છે
ફ્રેશ લાવાના કારણે અત્યાર સુધી 4 ઘરો સ્વાહા થયા છે
શનિવારે સવારે એક કલાકમાં આ લાવા 1,000 ફૂટ સુધી ફેલાઇ ગયો હતો.
શનિવારે સવારે એક કલાકમાં આ લાવા 1,000 ફૂટ સુધી ફેલાઇ ગયો હતો.
નેશનલ ગાર્ડ હેલિકોપ્ટર દ્વારા 2,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે
નેશનલ ગાર્ડ હેલિકોપ્ટર દ્વારા 2,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે
લૈલાની એસ્ટેટ્ અને લાનિપ્યુના ગાર્ડનના 325 હેક્ટરમાં આ લાવા ફેલાઇ ગયો છે
લૈલાની એસ્ટેટ્ અને લાનિપ્યુના ગાર્ડનના 325 હેક્ટરમાં આ લાવા ફેલાઇ ગયો છે
આ લાવાની ઝડપ 900 કિમી/કલાક છે
આ લાવાની ઝડપ 900 કિમી/કલાક છે
શનિવારે છેલ્લાં બે અઠવાડિયાની સરખામણીએ જ્વાળામુખીની એક્ટિવિટી વધુ ખરાબ અને ભયજનક થઇ રહી છે.
શનિવારે છેલ્લાં બે અઠવાડિયાની સરખામણીએ જ્વાળામુખીની એક્ટિવિટી વધુ ખરાબ અને ભયજનક થઇ રહી છે.
શનિવાર સવારે લાવા જમીનના 300 યાર્ડ સુધી માત્ર એક કલાકની અંદર જ ફેલાઇ ગયો હતો
શનિવાર સવારે લાવા જમીનના 300 યાર્ડ સુધી માત્ર એક કલાકની અંદર જ ફેલાઇ ગયો હતો
X
આગામી દિવસોમાં વધુ ફિશર ખૂલવાની તૈયારીઓ | Kilauea had begun to spew lava up to 200 feet in the air
જ્વાળામુખીમાંથી ફ્રેશ લાવા નિકળી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ફિશરો ખૂલવાની તૈયારીઓ છેજ્વાળામુખીમાંથી ફ્રેશ લાવા નિકળી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ફિશરો ખૂલવાની તૈયારીઓ છે
શરૂઆતના દિવસોમાં જે માગ્મા બહાર નિકળી રહ્યો હતો તે 1955માં સક્રિય થયો તે દરમિયાનનો લાવા હોવાનો રિપોર્ટ છે.શરૂઆતના દિવસોમાં જે માગ્મા બહાર નિકળી રહ્યો હતો તે 1955માં સક્રિય થયો તે દરમિયાનનો લાવા હોવાનો રિપોર્ટ છે.
ફ્રેશ લાવાના કારણે અત્યાર સુધી 4 ઘરો સ્વાહા થયા છેફ્રેશ લાવાના કારણે અત્યાર સુધી 4 ઘરો સ્વાહા થયા છે
શનિવારે સવારે એક કલાકમાં આ લાવા 1,000 ફૂટ સુધી ફેલાઇ ગયો હતો.શનિવારે સવારે એક કલાકમાં આ લાવા 1,000 ફૂટ સુધી ફેલાઇ ગયો હતો.
નેશનલ ગાર્ડ હેલિકોપ્ટર દ્વારા 2,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છેનેશનલ ગાર્ડ હેલિકોપ્ટર દ્વારા 2,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે
લૈલાની એસ્ટેટ્ અને લાનિપ્યુના ગાર્ડનના 325 હેક્ટરમાં આ લાવા ફેલાઇ ગયો છેલૈલાની એસ્ટેટ્ અને લાનિપ્યુના ગાર્ડનના 325 હેક્ટરમાં આ લાવા ફેલાઇ ગયો છે
આ લાવાની ઝડપ 900 કિમી/કલાક છેઆ લાવાની ઝડપ 900 કિમી/કલાક છે
શનિવારે છેલ્લાં બે અઠવાડિયાની સરખામણીએ જ્વાળામુખીની એક્ટિવિટી વધુ ખરાબ અને ભયજનક થઇ રહી છે.શનિવારે છેલ્લાં બે અઠવાડિયાની સરખામણીએ જ્વાળામુખીની એક્ટિવિટી વધુ ખરાબ અને ભયજનક થઇ રહી છે.
શનિવાર સવારે લાવા જમીનના 300 યાર્ડ સુધી માત્ર એક કલાકની અંદર જ ફેલાઇ ગયો હતોશનિવાર સવારે લાવા જમીનના 300 યાર્ડ સુધી માત્ર એક કલાકની અંદર જ ફેલાઇ ગયો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App