- ફોરેન સ્ટુડન્ટ્સના મામલે વર્ષ 2000માં અમેરિકાની ભાગીદારી 23 ટકા હતી, જે 2012માં ઘટીને 16 ટકા રહી ગઇ
વોશિંગ્ટનઃ હાર્વર્ડ અને એમઆઇટી સહિત અમેરિકાની 65 યુનિવર્સિટીઝે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં જાહેર કરેલી નવી સ્ટુડન્ટ્સ વિઝા પોલીસીને કોર્ટમાં પડકારી છે. યુનિવર્સિટી ઓથોરિટીનું કહેવું છે કે, આનાથી હાઇ એજ્યુકેશન સિસ્ટમને ફટકો પડશે. ચીન, કેનેડા અને રશિયાના કારણે પહેલેથી જ અમેરિકામાં અભ્યાસ કરવા આવતા વિદેશી સ્ટુડન્ટ્સની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. વિદેશી સ્ટુડન્ટ્સ મામલે વર્ષ 2000માં અમેરિકાની ભાગીદારી 23 ટકા હતી, જે 2012માં ઘટીને 16 ટકા થઇ ગઇ છે.
સ્ટુડન્ટ્સ પોલીસી પર પ્રતિબંધ દેશહિતમાં નહીં
- યુનિવર્સિટીઝનું કહેવું છે કે, વિદેશી વિદ્યાર્થીઓને વધુ દિવસો સુધી અમેરિકામાં રહેવાનું પ્રતિબંધિત કરવું દેશહિતમાં નથી.
- હાલના નિયમો હેઠળ વિઝા અવધિ સમાપ્ત થયા બાદ સ્ટુડન્ટ્સ છ મહિના સુધી અમેરિકામાં રહી શકે છે. આ અવધિ બાદ જ સરકાર તેઓને પરત દેશ મોકલવાની સાથે જ ત્રણ વર્ષનો પ્રતિબંધ પણ લગાવી શકે છે.
- છ મહિનાની આ અવધિ વિઝા ખતમ થવાની સરકારી નોટિસ આવ્યાના બીજા દિવસથી જ શરૂ થઇ જાય છે. પરંતુ પ્રસ્તાવિત નવા નિયમોમાં ડિગ્રી પુરી થતા જ અથવા વિઝા અવધિ ખતમ થતા જ વિદેશી સ્ટુડન્ટ્સને અમેરિકામાં રહેવું ગેરકાયદે ગણાશે.
નિયમોનું ઉલ્લંઘન કરનારા પર ત્રણ અથવા દસ વર્ષનો પ્રતિબંધ
- આ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ફરીથી અમેરિકા આવવાથી ત્રણ અથવા દસ વર્ષ સુધી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.
- યેલ અને પ્રિન્સ્ટન જેવી યુનિવર્સિટીઝનું કહેવું છે કે, આ નિયમ એફ, જે અને એમ કેટેગરીમાં એકેડેમિક વિઝા લઇને આવેલા સ્ટુડન્ટ્સની સાથે શૈક્ષણિક સંસ્થાઓ અને દેશના હિતમાં નથી.
- વિદેશી સ્ટુડન્ટ્સ અમેરિકાની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. નેશનલ એસોસિએશન ઓફ ફોરેન સ્ટુડન્ટ્સ એડવાઇઝર અનુસાર, 2017-18માં વિદેશી સ્ટુડન્ટ્સે અમેરિકન અર્થવ્યવસ્થામાં 39 અબજ ડોલરનું યોગદાન કર્યુ હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.