નોકરી મુદ્દે 60% અમેરિકન્સ ટ્રમ્પથી નારાજ, 49% રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની તરફેણમાં

36% અમેરિકન ટ્રમ્પના પર્ફોમન્સથી ખુશ છે. (ફાઇલ)
36% અમેરિકન ટ્રમ્પના પર્ફોમન્સથી ખુશ છે. (ફાઇલ)

વોશિંગ્ટનઃ નોકરી આપવાના મુદ્દે 60% અમેરિકન્સે ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ, 49% લોકોનું માનવું છે કે કોંગ્રેસ (અમેરિકન સંસદ)માં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવો જોઈએ. આ વાત શુક્રવારે જાહેર થયેલા એક ઓપિનિયન પોલમાં સામે આવી છે. 26થી 29 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં 1003 પુખ્ય વયના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

divyabhaskar.com

Sep 01, 2018, 10:36 AM IST

વોશિંગ્ટનઃ નોકરી આપવાના મુદ્દે 60% અમેરિકન્સે ડોનાલ્ડ ટ્રમ્પથી નારાજગી વ્યક્ત કરી છે. બીજી તરફ, 49% લોકોનું માનવું છે કે કોંગ્રેસ (અમેરિકન સંસદ)માં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવો જોઈએ. આ વાત શુક્રવારે જાહેર થયેલા એક ઓપિનિયન પોલમાં સામે આવી છે. 26થી 29 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવેલા સર્વેમાં 1003 પુખ્ય વયના લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.

વોશિંગ્ટન પોસ્ટ-એબીસી ન્યૂઝના પોલમાં કહેવામાં આવ્યું છે કે 36% અમેરિકન ટ્રમ્પના પર્ફોમન્સથી ખુશ છે. સર્વે ત્યારે કરવામાં આવ્યો જ્યારે ટ્રમ્પના પૂર્વ કેમ્પેન ચેરમેન પોલ માનફોર્ટ ટેક્સ અને છેતરપિંડી કેસમાં દોષી પુરવાર થયા. ટ્રમ્પના એટોર્ની રહી ચૂકેલા માઇકલ કોહેને પણ એક મહિલાને પૈસા આપવાના દોષી ઠેરવવામાં આવ્યા છે. મહિલાએ ટ્રમ્પની સાથે શારિરીક સંબંધ હોવાનો દાવો કર્યો હતો. આ પહેલા વોશિંગટન પોસ્ટ-એબબીએસ ન્યૂઝે એપ્રિલમાં સર્વે કર્યો હતો. તે મુજબ, ટ્રમ્પના કામને 40% પસંદ અને 56% લોકોએ નાપસંદ કર્યા હતા.

ટ્રમ્પ પર કાયદાકીય પ્રક્રિયામાં અડચણ ઊભી કરવાનો આરોપ

સર્વે મુજબ, 46% લોકોનું માનવું છે કે ટ્રમ્પ પર મહાભિયોગ ન લાવવો જોઈએ. 53% લોકો માને છે કે ટ્રમ્પ કાયદાકિય પ્રક્રિયામાં અડચણ ઊભી કરી રહ્યા છે. સ્પેશલ કાઉન્સલ રોબર્ટ મ્યૂલર આ વાતની તપાસ કરી રહ્યા છે કે શું ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેનમાં રશિયાની કોઈ ભૂમિકા હતી? બીજી તરફ, 35% લોકોનું કહેવું છે કે ટ્રમ્પ કાયદાકિય પ્રક્રિયામાં કોઈ અડચણ નથી ઊભી કરી રહ્યા. 60% લોકો મ્યૂલર દ્વારા કરવામાં આવી રહેલી તપાસના સમર્થનમાં છે તો 29% લોકોએ તેનો વિરોધ દર્શાવ્યો છે.

X
36% અમેરિકન ટ્રમ્પના પર્ફોમન્સથી ખુશ છે. (ફાઇલ)36% અમેરિકન ટ્રમ્પના પર્ફોમન્સથી ખુશ છે. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી