પ્રત્યાર્પણ / મુંબઈ 26/11 હુમલાના ષડયંત્રકાર તહવ્વહુર રાણાને ભારત લાવી શકાય છે, હાલ USમાં

Divyabhaskar.com | Updated - Jan 15, 2019, 07:10 AM
26/11 Mumbai attack plotter Tahawwur Rana may be extradited from US jail
X
26/11 Mumbai attack plotter Tahawwur Rana may be extradited from US jail

  • પાકિસ્તાની મૂળનો કેનેડાનો નાગરિક છે તહવ્વુર હુસૈન રાણા

  • અમેરિકાની કોર્ટે 2013માં રાણાને જેલની સજા સંભળાવી હતી

વોશિંગ્ટનઃ મુંબઈ પર 26 નવેમ્બર 2008નાં રોજ થયેલાં આતંકી હુમલાનું ષડયંત્ર રચનાર તહવ્વુહ હુસૈન રાણાને ભારત લાવવામાં આવી શકાય છે. તે હાલ અમેરિકાની જેલમાં સજા કાપી રહ્યો છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોના અહેવાલથી દાવો કરાઈ રહ્યો છે કે તેને સજા પૂરી થતાં પહેલાં જ પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. 

 

એક અમેરિકી અધિકારીના જણાવ્યા મુજબ, રાણાની ડિસેમ્બર 2021માં સજા પૂરી થતાં પહેલાં ભારત પ્રત્યાર્પિત કરવામાં આવી શકે છે. ભારતીય સરકાર હાલ ટ્રમ્પ સરકાર સાથે મળીને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરી રહ્યાં છે, કે જેથી જેટલું જલદી રાણે ભારત લાવી શકાય. મુંબઈ હુમલામાં 166થી વધુ લોકોનાં મોત નિપજ્યાં હતા. મૃતકમાં કેટલાંક અમેરિકી નાગરિક પણ સામેલ હતા. હુમલાના આરોપમાં અમેરિકાએ રાણાની 2009માં ધરપકડ કરી હતી. તેને 2013માં 14 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. 

પ્રત્યાર્પણ માટે 26/11 હુમલાનો હવાલો નહીં આપી શકે ભારત
1.અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારત રાણાના પ્રત્યાર્પણ માટે 26/11 હુમલાનો હવાલો નહીં આપી શકે. તેનું કારણ એ છે કે અમેરિકામાં એક જ ગુના માટે બે વખત સજા ન મળી શકે. એવામાં પહેલાંથી જ અમેરિકાની જેલમાં સજા ભોગવી રહેલા રાણાને ભારત લાવવો મુશ્કેલ થશે. 
2.ભારતે આ સ્થિતિને પહોંચી વળવા માટે રાણાના  બીજા ગુનાનો આધાર બનાવીને પ્રત્યાર્પણની અપલી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રાણા પર નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ અને ચાબડ હાઉસેઝ પર હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આ ઉપરાંત દગાબાજીનો પણ એક કેસ છે. આ કેસને સત્તાવાર રીતે સામે રાખીને ભારત રાણાને ભારત લાવવાના પ્રયાસો કરશે.
અમેરિકામાં પ્રત્યાર્પણ એક પડકાર
3.ભારત સરકાર હાલ ટ્રમ્પ સરકારની સાથે મળીને જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરી રહ્યાં છે, ક જેથી જેટલું બને તેમ જલદીથી રાણાને ભારત લાવી શકાય. જો કે અમેરિકાની જટીલ નોકરશાહી અને ન્યાયિક વ્યવસ્થાને કારણે પેપરવર્ક યોગ્ય સમયે પૂર્ણ કરવું એક પડકાર બની શકે છે.
ટ્રમ્પે મદદનો વાયદો કર્યો હતો
4.મુંબઈ આતંકી હુમલાની 10મી વરસી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું. તેઓએ લખ્યું હતું કે, "ન્યાય માટે અમેરિકા ભારતના લોકોની સાથે છે. અમે ક્યારેય પણ આતંકીઓને જીતવા નહીં દઈએ કે જીતની નજીક પણ નહીં આવવા દઈએ." ટ્રમ્પ ઉપરાંત વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ પણ મુંબઈ હુમલામાં સામેલ કોઈ પણ વ્યક્તિની જાણકારી આપવા પર 50 લાખ ડોલર (લગભગ 35 કરોડ રૂપિયા)ના ઈનામની જાહેરાત કરી હતી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App