ભૂખમરાથી મોતની અણીએ પહોંચનારાઓની સંખ્યા થઇ 12 કરોડ 40 લાખઃ UN

ભૂખમરાથી પીડાતા 81 કરોડ 50 લાખ લોકોમાંથી 60 ટકા લોકો સંઘર્ષરત વિસ્તારોમાં રહે છે

divyabhaskar.com | Updated - Mar 24, 2018, 02:00 PM
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કહ્યું કે, ભૂખ અને સંઘર્ષની વચ્ચેનો સંબંધ વિધ્વંસકારી છે (પ્રતીકાત્મક તસવીર)
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કહ્યું કે, ભૂખ અને સંઘર્ષની વચ્ચેનો સંબંધ વિધ્વંસકારી છે (પ્રતીકાત્મક તસવીર)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ વિશ્વભરમાં ભૂખના કારણે મોતના આરે પહોંચી ગયેલા લોકોની સંખ્યા ગયા વર્ષે વધીને 12 કરોડ 40 લાખ થઇ ગઇ છે. જો આ લોકોને ટૂંક સમયમાં જ ભોજન નહીં મળે તો તેઓનું મોત થવાનો ભય છે. યુનાઇટેડ નેશન્સના ફૂડ એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલીએ આ જાણકારી આપતા જણાવ્યું કે, આવું એટલા માટે કારણ કે, લોકો એકબીજાંને ગોળી મારતા પણ ખચકાટ નથી અનુભવતા.

વીડિયો લિંકથી આપી માહિતી


- ડેવિડે વીડિયો લિંકથી ગઇકાલે શુક્રવારે સિક્યોરિટી કાઉન્સિલે જણાવ્યું કે, ભૂખમરાથી પીડિતા લોકોમાં ત્રણ કરોડ 20 લાખ લોકો ચાર દેશ - સોમાલિયા, યમન, સાઉથ સૂડાન અને નોર્થઇસ્ટ નાઇજિરિયામાં રહે છે. આ દેશોને ગયા વર્ષે દુષ્કાળની સ્થિતિમાંથી બચાવી લેવામાં આવ્યા છે.
- વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કહ્યું કે, ભૂખ અને સંઘર્ષની વચ્ચેનો સંબંધ વિધ્વંસકારી છે. સંઘર્ષથી ખાદ્ય અસુરક્ષા પેદા થાય છે અને ખાદ્ય અસુરક્ષાથી અસ્થિરતા તથા તણાવ ઉત્પન્ન થાય છે, જેના કારણે હિંસા ફેલાય છે.
- બીસલીએ કહ્યું કે, વૈશ્વિક રીતે લાંબા સમયથી ભૂખમરાથી પીડાતા 81 કરોડ 50 લાખ લોકોમાંથી 60 ટકા લોકો સંઘર્ષરત વિસ્તારોમાં રહે છે અને તેઓને એ વાતનો ખ્યાલ જ નથી હોતો કે હવે બીજી વખત ભોજન ક્યાંથી મળશે.

યુનાઇટેડ નેશન્સના ફૂડ એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલી (ફાઇલ)
યુનાઇટેડ નેશન્સના ફૂડ એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલી (ફાઇલ)
X
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કહ્યું કે, ભૂખ અને સંઘર્ષની વચ્ચેનો સંબંધ વિધ્વંસકારી છે (પ્રતીકાત્મક તસવીર)વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કહ્યું કે, ભૂખ અને સંઘર્ષની વચ્ચેનો સંબંધ વિધ્વંસકારી છે (પ્રતીકાત્મક તસવીર)
યુનાઇટેડ નેશન્સના ફૂડ એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલી (ફાઇલ)યુનાઇટેડ નેશન્સના ફૂડ એજન્સીના પ્રમુખ ડેવિડ બીસલી (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App