MH370 , હિન્દ મહાસાગરમાં તૂટી પડ્યું ન હતું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુમ થયેલ મલેશિયાઈ એરલાઈન્સ વિમાન અંગે હજુ પણ અનેક પ્રશ્નો વણઉકેલ્યા છે. એમએચ370 કોઈ યુક્તિપૂર્વકની રણનીતિમાં સપડાયું છે કે પછી વિમાન ખરેખર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. જો આવું કાંઈ થયું ન હોય તો એમએચ370 વિમાન એક રહસ્ય બનીને સમયની ગર્તામાં ધેકલાઈ જશે.
વિમાનની શોધખોળ કરતી ઓસ્ટ્રેલિયાન ટીમે મોડે મોડે કહ્યું છે કે વિમાન હિન્દ મહાસાગરમાં તૂટી પડ્યું નથી અને પાણી નીચે વિમાનનો કાટમાળ હોવાની શકયતા પણ નકારી કાઢી છે.
ઓસ્ટ્રેલિયન અધિકારીઓ સેટેલાઈટ માહિતીને આધારે માની રહ્યા છે કે વિમાને થોડો સમય હિન્દ મહાસાગર પર ચક્કર લગાવ્યા પછી ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરની ઉત્તર-પશ્રિમના વિસ્તારમાં તૂટી પડ્યું હતું.
ઓસ્ટ્રેલિયાના શિપ ઓશન શીલ્ડે પણ હવે આ વિસ્તારમાં શોધખોળ કામગીરી આટોપી લીધી છે.
સ્લાઇડ બદલો અને એક્સપર્ટ્સે રજૂ અન્ય થિયરીઓ અંગે જાણો