તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિત્રતાનો છેલ્લો પડાવ; 8 મુલાકાતોમાં ઓબામાએ મોદીના આવા કર્યા વખાણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિયંતિયન (લાઓસ). ASEAN સમિટમાં નરેન્દ્ર મોદી અને બરાક ઓબામા વચ્ચે આઠમી મુલાકાત થઈ હતી જેને ફેરવેલ મુલાકાત પણ કહેવામાં આવી રહી છે. ઓબામા જાન્યુઆરીમાં નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે મોદી સાથેની પ્રેસિડન્ટ તરીકેની આ તેમની છેલ્લી મુલાકાતનું સાક્ષી લાઓસ બન્યું છે. બંને નેતાઓ વચ્ચે મિત્રતાની મજબૂત કેમેસ્ટ્રી છે. ઓબામા, મોદીને પોતાના મિત્ર કહી ચૂક્યા છે. ઓબામાએ જ્યારે-જ્યારે મોદી સાથે મુલાકાત કરી છે ત્યારે હંમેશા મોદીની કાર્યપદ્ધતિ અને દૂરંદેશીના વખાણ કર્યા છે. છેલ્લી મુલાકાત દરમિયાન પણ ભારતમાં આર્થિક વિકાસમાં કરેલી નવતર પહેલને લઈને ઓબામાએ મોદીના વખાણ કર્યા હતા.
મોદીના આર્થિક સુધારણાની પહેલના ઓબામાએ કર્યા વખાણ
- અમેરિકન પ્રેસિડન્ટે આઠમી મુલાકાત બાદ પણ મોદીની કાર્યશૈલીના વખાણ કર્યા હતા.
- સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઓબામાએ ભારતની ઈકોનોમીમાં રિફોર્મમાં નવતર પહેલ કરવા પર મોદીના વખાણ કર્યા હતા. GST બિલ પસાર થયા બાદ આર્થિક પ્રવૃત્તિઓમાં વેગ મળશે તેવું ઓબામાએ જણાવ્યું હતું.
- સૂત્રોએ જણાવ્યું હતું કે, મોદી અને ઓબામાએ બંને દેશો વચ્ચે સ્ટ્રેટેજીક પાર્ટનરશીપમાં તાત્કાલિક પ્રાધાન્ય અપાતા મુદ્દાઓ પર રિવ્યૂ કર્યો હતો.
- બંને નેતાઓએ ભારત-યૂએસ ન્યૂક્લિયર એનર્જી, સોલર એનર્જી અને ઈનોવેશનમાં થયેલી પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.
- મોદીએ પ્રેસિડન્ટ ઓબામાને સેવામાંથી મુક્ત થયા બાદ ભારત પ્રવાસનું આમંત્રણ આપ્યું હતું. તેના જવાબમાં ઓબામાએ કહ્યું હતું કે, મિશેલ અને મારે તાજ મહેલ જોવાનો હજુ બાકી છે.
કેવી રહી છેલ્લી મુલાકાત?
- ASEAN સમિટના બીજા દિવસે ઓબામા અને મોદીની સત્તાવાર કહી શકાય તેવી છેલ્લી મુલાકાત પર સૌની નજર હતી.
- બંને નેતાઓ જ્યારે મળ્યા ત્યારે ખૂબ જ ઉષ્માપૂર્વક હાથ મિલાવ્યા હતા. બંને નેતાઓના ચહેરા પર સ્મિત છવાયેલું હતું.
- બંનેની મુલાકાત લઈને વ્હાઈટ હાઉસે અગાઉ કહ્યું હતું કે, બંને નેતાઓ વચ્ચેની મુલાકાતમાં ભારતના એનએસજીના સભ્યપદને લઈને ચર્ચા થઈ શકે છે. ઉપરાંત, અમેરિકા ઈચ્છી રહ્યું છે કે 2016ના અંત સુધીમાં ભારત ક્લાઈમેટ ચેન્જ એગ્રીમેન્ટ કરી લેશે.
- ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટ કરતા લખ્યું હતું કે, Two democracies and a defining partnership of our era! PM meets President Obama @POTUS on sidelines of EAS.
- બંને નેતાઓ સાથેની મંત્રણા બાદ સ્વરૂપે પત્રકારોને જણાવ્યું હતું કે, બેઠક ખૂબ જ મિત્રતાપૂર્વકની તથા ઉષ્માભરી હતી.
- મુલાકાત બાદ મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, Had a great discussion with @POTUS on India-USA relations.
G-20 સમિટમાં ઓબામાએ કહ્યું હતું- મોદી સાહસિક નિર્ણય લઈ રહ્યા છે
- મોદીએ રવિવારે ગ્રુપ ફોટો લેતી વખતે ઓબામા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ઓબામાએ ભારતમાં જીએસટી કાયદો પસાર કરવા પર મોદીના વખાણ કર્યા હતા.
- તેઓએ તેને હાલની આર્થિક સ્થિતિમાં ‘સાહસી નીતિ’ ગણાવી હતી. G-20 સમિટ માટે ગ્રુપ ફોટો લેતી વખતે મોદીએ બરાક ઓબામા સાથે વાતચીત કરી હતી.
આગળની સ્લાઈડ્સમાં જાણો, મોદી અને ઓબામા ક્યારે-ક્યારે મળ્યા? ઓબામાએ દરેક વખતે મોદીના શું કર્યા વખાણ?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો