તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ દાદીઓ માટે ઉંમર માત્ર આંકડો છે, 74 વર્ષની વયે સ્કાઈ ડાઈવિંગ કરે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોરોન્ટો: કેનેડામાં ગગનચુંબી સીએનટાવરની છતના કિનારે ચાલી રહેલી આ મહિલાઓ જરાય પણ ડર્યા વગર ચાલી રહી છે. આ મહિલાઓમાં 74 વર્ષની નેન્સી, 73 વર્ષની ગ્રેસ અને 65 વર્ષની રોઝ છે. આ દાદીઓએ એવું બતાવવા માટે આ પડકાર ઝીલ્યો છે કે, એડવેન્ચર્સ માટે ઉંમરનું કોઈ બંધન નથી હોતુ. બસ ઈચ્છાશક્તિ પ્રબળ હોવી જોઈએ. તેમણે બિલ્ડિંગ પર સ્કાઈ ડાઈવિંગ પણ કર્યું.
ડબલિનની નેન્સી નિવૃત્ત નર્સ છે અને અગાઉ ઘણા એડવેન્ચર કરી ચુકી છે. તેનું સાહસ જોઈને લોકો પ્રેરણા મેળવે અને મનમાંથી ડર દૂર કરે તેવી તેની ઈચ્છા છે. તે અગાઉ મગર પર બેસી ચુકી છે, બે પહાડ વચ્ચે બનેલા પુલ પરથી ડાઈવિંગ અને પેરાગ્લાઈડિંગ પણ કર્યું છે.

બે સ્કાઈસ્ક્રેપર વચ્ચે લટકતી ગ્રેસ

આ ગ્રેસ છે જે બે સ્કાઈસ્ક્રેપર વચ્ચે સ્લેક લાઈનિંગ કરી રહી છે. આ મહિલાએ અગાઉ 140 ફૂટ ઊંચા ઝરણા પરથી એબ્સીલિંગ (દોરડના સહારે ઉતરવું) કર્યું હતું. 30 ફૂટની વોટર સ્લાઈડથી તે લપસી હોવા છતાં ડરી નથી. ગ્રેસે જણાવ્યું હતું કે, મારી એવી ઈચ્છા છે કે, મને જોઈને લોકો કહે કે આ વૃદ્ધ મહિલા જોખમી સ્ટંટ કરે તો આપણે કેમ ન કરી શકીએ.
અન્ય સમાચારો પણ છે...