તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુત્રીનું જીવન બચાવવા મા-બાપનો સંઘર્ષ, ચાર વર્ષમાં ત્રણ બાળકોને જન્મ આપ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શેનઝેન : આ તસવીર 7 વર્ષના ક્વિઆનક્વિઆનની (જેના માથા પર વાળ નથી) છે. શેનઝેને ચિલ્ડ્રન હોસ્પિટલમાં પોતાના ત્રણ ભાઇઓ સાથે ખુશ દેખાઇ રહી છે. 2009માં તેનો જન્મ થયો ત્યારથી થેલેસેમિયા હોવાની જાણકારી થઇ હતી. તેના પિતા જુઆંગે કેટલાય ડોક્ટરો પાસે સારવાર કરાવી પરંતુ તેની બીમારીનો એક જ ઉપાય હતો કે તે બીજા એક બાળકને જન્મ આપે જેથી અમ્બેલિકલ કોર્ડ બ્લડને ક્વિઆનક્વિઆનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે. જુઆંગે નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, ગમે તેટલો ખર્ચ કરવો પડે પરંતુ પોતાની દીકરીને બચાવીશ.
2011માં આ યુગલે એક દીકરાને જન્મ આપ્યો પરંતુ તેનું બ્લડ ગ્રૂપ મેચ થયું નહીં. એ જ વર્ષે બીજા એક પુત્રનો જન્મ પણ થયો પરંતુ નસીબે તેનો સાથ આપ્યો નહીં. 2014માં તેમણે ચોથા સંતાનને જન્મ આપ્યો જેનું બ્લડગ્રૂપ મેચ થઇ ગયું. જૂનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ક્વિઆનક્વિઆન હવે ખતરામાંથી બહાર છે.
દીકરીને કેવી રીતે ગુમાવી દઉં

જુઆંગ માઇગ્રેન્ટ વર્કર છે. તેમની માસિક આવક 29 હજાર છે. તે છતાં તેમની સર્જરી પાછળ 19.93 લાખ અને સારવાર માટે 9.96 લાખ ખર્ચ કરી દીધો. જુઆન કહે છે તે મારી દીકરી છે આમ કઈ રીતે તેને ગુમાવી દઉંω છેલ્લા શ્વાસ સુધી તેના માટે સંઘર્ષ કરત. ટ્રાન્સપ્લાન્ટ પહેલાં 36 દિવસો સુધી દીકરીએ ક્વોરેન્ટાઇનમાં એકલા રહેવું તે અઘરી પરીક્ષા હતી પરંતુ દીકરી માટે દરેક પરીક્ષામાંથી પસાર થવા તૈયાર હતો. છેલ્લાં સાત વર્ષનો સંઘર્ષ સફળ રહ્યો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો