68ની ઉંમરે ફરી જાગ્યો ભણવાનો શોખ, 10માં ધોરણમાં લીધુ એડમિશન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાટમાંડુઃ નેપાળમાં રહેતા દુર્ગા કમીની દાઢી ભલે સફેદ થઈ ગઈ હોય પરંતુ તેનામાં જુસ્સો હજી બાળકોથી ઓછો નથી. 68 વર્ષીય દુર્ગા બાળપણમાં શિક્ષણ પૂર્ણ કરી શક્યા ન હતા. જેથી બાળપણમાં અધુરી રહીં ગયેલી ઈચ્છે હવે તેઓ પુરી કરશે આ માટે દુર્ગાએ હાયર સેકન્ડ્રી સ્કૂલમાં એડમિશન પણ લીધુ છે. હવે તેઓ અન્ય બાળકોની જેમ સ્કૂલ યુનિફોર્મ, હાથમાં લાકડી અને અંદાજે એક કલાક ચાલીને સ્કૂલ પહોંચે છે. કેમ શરૂ કર્યું ભણવાનું.....

- દુર્ગા કમી કાટમાંડુથી 250 કિમી દુર સ્યાંગજા પ્રાંતમાં રહે છે.
- દુર્ગા બાળપણમાં શિક્ષક બનવા ઈચ્છતા હતા. પરંતુ ગરીબીને કારણે શિક્ષણ પૂર્ણ કરી શક્યાં ન હતા.
- દુર્ગા 6 બાળકોના પિતા છે. પરંતુ એકપણ પુત્ર તેની સાથે રહેતો નથી, આથી તે દુર્ગા એકલા જ રહે છે.
- પત્નીના મૃત્યુ બાદ હવે તેઓ ઘરમાં એકલા પડી ગયા છે. તો તેઓએ પોતાની ઈચ્છા પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.
- દુર્ગાએ શ્રી કાલા ભૈરવ હાયર સેકંડરી સ્કૂલમાં એડમિશન લીધુ છે. અને 10મી ક્લાસમાં ભણે છે.
- દુર્ગા નેપાળના સૌથી વૃદ્ધ સ્ટુડન્ટમાંથી એક છે. અને 14થી 15 વર્ષના બાળકો સાથે સ્કૂલમાં ભણે છે.
- દુર્ગાનું કહેવુ છે કે હું મારુ દુખ ભૂલવા માટે સ્કૂલ જાવ છું, મને મારા મૃત્યુ સુધી ભણવાની ઈચ્છા છે.
- હું લોકોને શિક્ષણને પ્રોત્સાહન આપવાનું કહું છું. તેઓ મારા જેવા વૃદ્ધને ભણતા જોઈને મોટિવેટ થશે.
- પુસ્તકોથી લઈને સ્કૂલ બેગ અને યુનિફોર્મની વ્યવસ્થા સ્કૂલ તરફથી કરવામાં આવી છે.
- સ્કૂલના ટીચરનું કહેવુ છે કે પોતાના પિતાની ઉંમ્રના કોઈ સ્ટુડન્ટને ભણાવવું તેના માટે પ્રથમ એક્સપીરિયન્સ છે.
- સ્કૂલના તમામ ટીચર દુર્ગાને જોઈને ખુબ ખુશ છે અને એક્સાઈટેડ પણ છે.
દુર્ગાની અન્ય તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો.....
અન્ય સમાચારો પણ છે...