તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

USમાં ૪ ભારતીય પર ૬૧.૮૩ કરોડના ગોટાળાનો આરોપ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-USમાં ૪ ભારતીય પર ૬૧.૮૩ કરોડના ગોટાળાનો આરોપ
-હેલ્થકેર કૌભાંડ બદલ ભારતીય ડોક્ટરને બે વર્ષની કેદ
ચાર ભારતીય-અમેરિકનને ૧૦ મિલિયન અમેરિકી ડોલર (અંદાજે ૬૧,૮૩,પ૦,૦૦૦ રૂપિયા)નાં ગોટાળો કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમણે અમેરિકાના ઇલિનિઇસ, લોવા,નેબ્રાસ્કા અને વિસ્કોન્સિન રાજ્યમાં આવેલા ૨૬ ગેસ સ્ટેશનો વેચીને આ ગોટાળો કર્યો હતો. ચરણપાલ ધુમાનની ધરપકડ બાદ શિકાગોની ર્કોટેમાં ગઇકાલે ફેડરલ ગ્રાન્ડ જ્યૂરી દ્વારા ૨૩ આરોપ મૂકવામાં આવ્યા છે. અન્ય ત્રણ આરોપીમાં આગા ખાન, આકાશ બ્રહ્મભટ્ટ અને શીતલ મહેતાનો સમાવેશ થાય છે.
ધુમાન અને ખાન ગેસ સ્ટેશનોના સહ-માલિક છે અને બેંક લોન દ્વારા નાણાં મેળવનારા ખરીદદારોને તે વેચ્યા છે. તેઓએ કથિતપણે ખરીદદારો ઊભા કર્યા હતા અને બેંક લોન અધિકારી બ્રહ્મભટ્ટ દ્વારા લોનની વ્યવસ્થા કરી આપી હતી. તેમાં ટેક્સ રિટર્ન સહિ‌ત ખોટા નાણાંકીય દસ્તાવેજોના આધારે આ લોનની વ્યવસ્થા કરી અપાઇ હતી. ખોટા ટેક્સ રિટર્ન માટેના કાગળો શીતલ મહેતાએ તૈયાર કરી આપ્યા હતા. પાંચમો આરોપી ખાનનો ભાઇ શબ્બીર ખાન છે. તેના પર પણ ટેક્સમાં ગોટાળોનો આરોપ છે.
ટેક્સાસના બ્રહ્મભટ્ટ અને ઇલિનોઇસની શીતલ મહેતા સામે બેંક ગોટાળાનો પણ આરોપ છે. તેઓને યુએસ ડિસ્ટ્રિક્ટ ર્કોટમાં નક્કી થનારી તારીખે અદાલતમાં હાજર કરવામાં આવશે.
હેલ્થકેર કૌભાંડ બદલ ભારતીય ડોક્ટરને બે વર્ષની કેદ
ઓકલાહોમના પ૩ વર્ષના ડોક્ટર અમરનાથ ભંડારીને તેમણે નહિ‌ આપેલી સેવા બદલ ખોટો મેડિકલ ઇન્શ્યોરન્સ રજૂ કરવા આરોપસર બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. ભંડારી એક મનોચિકિસત્ક છે. તેણે વર્ષ ૨૦૦૮થી ૨૦૦૯ દરમિયાન ખોટા મેડિકલ વીમા રજૂ કર્યા હતા. તેણે આઠ અલગ-અલગ વ્યક્તિને નિયંત્રિત દવાઓ આપી હતી. તેમાંથી પાંચના મૃત્યુ ડ્રગ્ઝ ટોક્સિસિટીથી થયા હોવાના અહેવાલ છે.વાયર કૌભાંડમાં ભારતીય મહિ‌લાને ત્રણ વર્ષની સજા
૩૧ વર્ષની ભારતીય મહિ‌લા આરતી ગુપ્તાને ફિલાડેલફિયાની શેરિફની ઓફિસમાં છેતરપિંડી માટે ઘડાયેલી એક યોજનામાં સંડોવણી બદલ ત્રણ વર્ષની કેદની સજા અને ૨૦૦,૦૦૦ અમેરિકી ડોલરનો દંડ થયો છે. ટેક્સાસમાં રહેતી આરતીએ એક સ્કીમ દ્વારા વાયર કૌભાંડ કરવા માટેનું કાવતરું ઘડયું હતું. તેને આ કૌભાંડમાં શેરિફની ઓફિસમાં એકાઉન્ટ વિભાગમાં નોકરી કરતો એક વ્યક્તિ પણ સંડોવાયેલો હતો.