• Gujarati News
  • 60th Anniversary Of The Day When Sir Edmund Hillary And Tenzing Norgay Scaled Mt Everest

PHOTOS : આજથી 60 વરસ પહેલાં આ બે સાહસિકોએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજથી 60 વરસ પહેલાં બે સાહસિકોએ પહેલીવાર દુનિયાના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હતું. 29 મે, 1953. એ બે નામ હતા સર એડમંડ હિલેરી અને શેરપા તેનઝિંગ. દિવસના સાડા અગિયાર વાગે આ જોડીએ શિખર સર કર્યું હતું.

સર એડમંડ ઉપર પહોંચીને ફોટો પાડવા લાગ્યા હતા તો શેરપાએ જુદા જુદા ઝંડાઓ લહેરાવ્યા હતા. શેરપાએ ટોચ પર મિઠાઇ અને બિસ્કીટ ચડાવ્યા હતા.

તેઓ માત્ર 15 મિનીટ સુધી જ ટોચ પર રોકાઇ શક્યા હતા. બન્નેને ઓક્સીજનની તકલીફ પડવા લાગી હતી.

ઘણા લોકોએ પ્રયાસો કર્યા હતા છતાં આ જોડી પહેલી હતી જે ટોચ પર પહોંચી હતી.

આ જોડીના અભિયાનની શરૂઆત 12 એપ્રિલ 1953ના દિવસે થઇ હતી. તેમની સફળતાની જાહેરાત બીજી જુને બ્રિટનની મહારાણીએ કરી હતી.