• Gujarati News
  • 5 Million Gmail Detail Hacked And Leaked Online Latest News

ચેન્જ કરી નાખો તમારો પાસવર્ડ: રશિયન સાઈટ પર 50 લાખ એકાઉન્ટ ડિટેઈલ જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)

મોસ્કોઃ લગભગ 50 લાખ જેટલા ઈમેઈલ યુઝરનેમ અને પાસવર્ડ્સ એક રશિયન ક્રાઈપ્ટોકરન્સી વેબસાઈટ પર પોસ્ટ કરી દેવાતા ઈન્ટરનેટ આલમમાં હોબાળો મચી ગયો છે. વેબસાઈટ પર ગુરૂવારે પોસ્ટ કરાયેલા આ પાસવર્ડ્સ જીમેઈલ અને તેના રશિયન સમકક્ષ યાનડેક્સ(Yandex)ના હોવાનું સામે આવ્યું છે.

રશિયન બિટકોઈન સિક્યોરિટી ફોરમ btcsec ડોટ કોમ પર “tvskit” નામના યુઝર્સ દ્વારા 4,930,000 જેટલા ઈમેઈલ લોગિન્સની માહિતી જાહેર કરવામાં આવી છે. મીડિયામાં આવી રહેલા અહેવાલો અનુસાર પોસ્ટ કરાયેલી માહિતી 60 ટકા વેલિડ છે. જે હેકર દ્વારા આ બધી માહિતી લીક કરાઈ છે, તેના જણાવ્યા અનુસાર મોટાભાગના યુઝર્સ અંગ્રેજ, રશિયન અને સ્પેનિશ છે. આ પાસવર્ડ માત્ર જીમેઈલ એકાઉન્ટ જ નહીં, પણ ગુગલની અન્ય સેવાઓ જેવી કે ડ્રાઈવ તેમજ ગુગલની મોબાઈલ પેમેન્ટ સિસ્ટમ ગુગલ વોલેન્ટનું પણ એક્સેસ આપતા હોવાનો દાવો કરાયો છે.

જોકે, આ ઘટના બાદ ગુગલ રિપ્રેસેન્ટેટિવ સ્વેતલાના અનુરોવાને જણાવ્યું કે છે કે આ એક 'સિક્યોરિટી બ્રિચ' છે જે અંગે ગુગલ 'અવેર' છે . ગુગલ દ્વારા યુઝર્સને પોતાના પાસવર્ડ બદલી નાખવાની સલાહ અપાઈ છે.
રિપોર્ટ અનુસાર, હેક થયેલ તમાર યૂઝરનેમ રશિયન, અંગ્રેજી અને સ્પેનિશ એકાઉન્ટ હોલ્ડર્સના છે. જો કે, એક્સપર્ટ્સે સલાહ આપી છે કે, લોકો સાવધાની રાખે અને પાસવર્ડ બદલી નાંખે. કેટલીક વેબસાઇટ તમારું જીમેલ એકાઉન્ટ હેક થયું છે કે, નહીં તે ચેક કરવાની પદ્ધતિ દર્શાવી છે.
કેવી રીતે જાણશો તમારું એકાઉન્ટ હેક થયું છે કે નહીં
ગૂગલની વિવિધ સર્વિસનો યૂઝ કરનારા યૂઝર્સ isleaked.com/en અથવા securityalert.knowem.com પર જઇને પોતાનું જીમેલ યૂઝરનેમ સાઇટ પર નાંખીને ચેક કરી શકે છે. isleaked.com/en પર પણ આ સુવિધા અવેલેબલ છે. જો તમે તમારું આખું ઇમેલ આઇ નાંખવા ન ઇચ્છતા હો તો તમે ઇમેલ આઇડીમાં કેટલાંક અક્ષરોની વચ્ચે * નો ઉપયોગ કરી શકો છો. અર્થાત્ જો તમારું જીઇમેલ આઇડી myaccount@gmail.com છે તો તમે myac***nt@gmail.com નાંખી પણ તમારું એકાઉન્ટ હેક છે કે નહીં તે જાણી શકશો. આમ કરવાની આ પ્રકારના નામ સાથે સામ્યતા ધરાવતા તમામ ઇમેલ આઇડીની માહિતી તમને મળી જશે. આમ, કરવાથી તમારા એકાઉન્ટની પ્રાઇવસી પણ જળવાઇ રહેશે.

આ મુદ્દે ગુગલે યુઝર્સને શું સલાહ આપી છે? વાંચવા માટે ફોટો સ્લાઈડ કરોઃ