તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ સુદાનમાં ક્રેશ થઇને પ્લેનના થયા ટુકડાઓ, 45 લોકોનો ચમત્કારિક બચાવ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ટરનેશનલ ડેસ્કઃ પ્લેન ક્રેશના સમાચાર સાંભળતા જ ટેન્શન થાય કે પેસેન્જર્સ બચ્યા કે નહીં? કારણ કે પ્લેન દુર્ઘટનામાં સામાન્ય રીતે પેસેન્જર્સના જીવ બચવાના કિસ્સા ભાગ્યેજ બનતા હોય છે. આફ્રિકન દેશ સાઉથ સુદાનમાં વાઉ ખાતે થયેલા પ્લેન ક્રેશમાં એરક્રાફ્ટના ટુકડાઓ થઇ ગયા પણ જાણીને નવાઇ લાગશે કે, પ્લેનમાં સવાર તમામ 45 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 
 
સોમવાર 20 માર્ચે સાઉથ સુપ્રીમ એરલાઇન્સની ફ્લાઇટ સાથે આ દુર્ઘટના બની હતી. પ્લેન જ્યારે ક્રેશ થયું ત્યારે એરક્રાફ્ટના ટુકડા થવાની સાથે આગ પણ લાગી હતી, આથી શરૂઆતમાં લાગ્યું કે પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. પરંતુ સમગ્ર પ્લેનમાં આગ ફેલાઇ જાય એ પહેલા 40 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા હતા. સ્થાનિક મીડિયના અહેવાલ અનુસાર, 14 જેટલા પેસેન્જર્સને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. 
 
સ્લાઇડ્સ બદલોને જુઓ પ્લેન ક્રેશના ફોટોગ્રાફ્સ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો