પાકિસ્તાનમાં 40 ભારતીયો જેલમાંથી મુક્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરાચીઃ પાકિસ્તાનના કરાચીની મલિર જિલ્લા જેલમાંથી શુક્રવારે 40 ભારતીય કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. જેમાં 35 માછીમારો અને 5 સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે. તેમને લાહોર લઈ જવામાં આવ્યા છે. ત્યાં રાતે તેઓ કોટલખપત જેલમાં રહેશે. શનિવારે તેમને વાઘા સરહદે ભારતીય લશ્કરી અધિકારીઓને સોંપવામાં આવશે.
આ લોકોને એકથી ત્રણ વર્ષ પહેલાં કેદ કરવામાં આવ્યા હતા. તેમની સજાની મુદત પૂરી થઈ ગઈ છે. જોકે હજી પણ 419 કરતાં વધુ માછીમારો પાક. જેલમાં છે. એક ફાઉન્ડેશને દરેકને રૂ. 10 હજાર આપ્યાં છે.