વર્લ્ડ ફોટોગ્રાફી ડેઃ ઈતિહાસની કેટલીક અવિસ્મરણીય તસવીરો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(1930 ધ ગ્રેટ ડિપ્રેશન નો તબક્કો. અમેરિકામાં મંદી છવાઈ હતી. એટલી બધી ગરીબી હતી કે લોકે તેમના સંતાનો વેચવાની શરૂઆત કરી હતી.)
ઈન્ટરનેશનલ ડેસ્કઃ 19 ઓગસ્ટે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવાય છે. દર વર્ષે આ દિવસ અવિસ્મરણીય ક્ષણને કેમેરામાં કૈદ કરી યાદગાર બનાવી દેનારા ફોટોગ્રાફર્સના સન્માનનો દિવસ હોય છે. આનો પ્રારંભ 1839ની 9 જાન્યુઆરીએ ડોગેરોટાઈપ પ્રક્રિયાની જાહેરાત સાથે થયો હતો.
આ ફોટોગ્રાફી પ્રક્રિયાની શોધ જોસેફ માઈસકોર અને લ્યુઈસ ડોગેરે કરી હતી. કેટલાક મહિના પછી 19 ઓગસ્ટ 1839માં ફ્રાન્સની સરકારે આ શોધની જાહેરાત કરી હતી. વિશ્વની આ પ્રથમ ફોટોગ્રાફી પ્રક્રિયા હતી. આ દિવસની યાદમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે મનાવાય છે.
જોકે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ મનાવવાની શરૂઆત ફ્રાન્સમાં થઈ ન હતી. ઓસ્ર્ટ્રેલિયાના ફોટોગ્રાફર કોર્સ્કે આરાએ આ દિવસની ઉજવણીનો આરંભ કર્યો હતો. 2009માં તેમણે તેમના સાથી ફોટોગ્રાફર્સ સાથે આ દિવસે એકત્ર થવા અને વિશ્વભરમાં તેના પ્રચાર પ્રસાર માટે અભિયાન છેડ્યું હતું. આમ તો સત્તાવાર રીતે ફોટોગ્રાફી ડેની શરૂઆત 2010માં થઈ હતી. ત્યારે તેમણે વિશ્વભરના 270 ફોટોગ્રાફરોની તસવીરો પ્રથમવાર ઓનલાઈન ગેલેરી મારફતે રજૂ કરી હતી.
હવે તો દર વર્ષે આ ગેલેરીમાં પ્રવેશ કરનાર તસવીરોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. ફોટોગ્રાફરોનો આ ગ્રૂપ ગેલેરીને ન્યૂયોર્ક, લંડન, ટોક્યો, પેરીસ, બૈજિંગ અને મોસ્કો સહિતના બધા શહેરોને સાંકળી લેશે તેવી આશા સેવાય છે, જેથી કરીને વિશિષ્ટ ફોટોગ્રાફીને વિશ્વ સમક્ષ રજૂ કરી શકાય.
આગળ જૂઓઃ કેટલીક ઐતિહાસિક તસવીરો...